IND vs PAK, T20 World Cup 2021 : કે.એલ.રાહુલ સિંગલ ડિજિટ સ્કોર નોંધાવી પેવેલિયન ભેગો થયો

ભારત માટે ખૂબ જ ખરાબ શરૂઆત રોહિત શર્મા પહેલી જ ઓવરમાં આઉટ થયો હતો.ત્યારબાદ કેએલ પણ આઉટ થયો હતો.

IND vs PAK, T20 World Cup 2021 : કે.એલ.રાહુલ સિંગલ ડિજિટ સ્કોર નોંધાવી પેવેલિયન ભેગો થયો
કેએલ રાહુલ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 8:36 PM

IND vs PAK, T20 World Cup 2021 : આઈસીસી ટી20 વિશ્વકપમાં (ICC T20 World Cup 2021) માં ભારત અને પાકિસ્તાન (PAK vs IND) ની ટીમ આમને-સામને છે.

ICC T20 વર્લ્ડ કપ-2021 ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ (Dubai International Stadium)માં રમાઈ રહ્યો છે. ભારત આ મેચમાં પ્રથમ બેટિંગ કરી રહ્યું છે પરંતુ તેમને આશાની સાથે સાથે જરૂરી શરૂઆત પણ મળી નથી. રોહિત શર્મા (Rohit Sharma) પહેલી જ ઓવરમાં આઉટ થયો હતો. આ પછી જવાબદારી બીજા ઓપનર કેએલ રાહુલ પર હતી. રાહુલના તાજેતરના ફોર્મ પર નજર કરીએ તો તે શાનદાર છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

તે આઈપીએલ (ipl)માં સારી બેટિંગ કરી રહ્યો છે પરંતુ પાકિસ્તાન સામેની આ હાઈ વોલ્ટેજ મેચમાં રાહુલનું બેટ તેની ધાર ગુમાવી બેઠું હતું અને તે ત્રીજી ઓવરના પહેલા જ બોલ પર આફ્રિદીના બોલ  પર બોલ્ડ થઈ ગયો હતો. આઈપીએલમાં બોલરો (Bowlers)ને ખૂબ હરાવનાર રાહુલ આ મેચમાં માત્ર ત્રણ રન જ બનાવી શક્યો હતો

આઈપીએલ-પ્રેક્ટિસ મેચમાં રંગ જમાવ્યો

રાહુલ IPLમાં પંજાબ કિંગ્સનો કેપ્ટન છે. તેણે આ સિઝનમાં જોરદાર બેટિંગ કરી હતી. આ સિઝનમાં રાહુલે IPLની 13 મેચ રમી અને 62.60ની એવરેજથી 626 રન બનાવ્યા. આ દરમિયાન તેના બેટમાંથી છ અડધી સદીઓ નીકળી હતી. રાહુલનો સર્વશ્રેષ્ઠ અણનમ 98 રન હતો. આ પછી રાહુલે પ્રેક્ટિસ મેચ (Practice match)માં પણ મજબૂત ઇનિંગ રમી હતી.

ઈંગ્લેન્ડ સામે રમાયેલી વોર્મ-અપ મેચમાં રાહુલે શાનદાર અડધી સદી ફટકારી હતી અને 24 બોલમાં 51 રન બનાવ્યા હતા. તેનું ફોર્મ જોઈને લાગ્યું કે રાહુલ પાકિસ્તાન સામે ટીમને સારી શરૂઆત આપશે,  તેણે IPL-2020 માં પણ શાનદાર બેટિંગ કરી અને 14 મેચમાં 670 રન બનાવ્યા અને ઓરેન્જ કેપ જીતવામાં સફળ રહ્યો હતો.

આ પણ વાંચો : IND vs PAK, T20 World Cup 2021: રોહિત શર્મા હાઇવોલ્ટેજ મેચમાં જ ફ્લોપ, ગોલ્ડ ડક વિકેટ ગુમાવી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">