IND vs NZ: કિવી બેટ્સમેન બન્યો બેદરકારીનો શિકાર, વાતોમાં DRSની તક ગુમાવી, નોટઆઉટ હોવા છતાં આઉટ થયો

પાછળથી ખબર પડી કે જો તેણે ડીઆરએસ લીધું હોત તો તે બચી ગયો હોત કારણ કે આર અશ્વિનનો બોલ ટર્ન લઈ સાઈડમાં લેગ-સ્ટમ્પની બહાર જતો હતો. વિલ યંગના ડીઆરએસ લેવામાં વિલંબને કારણે ચોથા દિવસની રમતના અંતે ન્યૂઝીલેન્ડ ચાર વિકેટે એક રન પર હતું.

IND vs NZ: કિવી બેટ્સમેન બન્યો બેદરકારીનો શિકાર, વાતોમાં DRSની તક ગુમાવી, નોટઆઉટ હોવા છતાં આઉટ થયો
India vs New Zealand

કાનપુર (Kanpur)માં ભારત અને ન્યુઝીલેન્ડ (India vs New Zealand) વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટના ચોથા દિવસની છેલ્લી મિનિટોમાં એક અલગ કિસ્સો બન્યો હતો. ન્યુઝીલેન્ડના ઓપનર વિલ યંગ (Will Young) એક સેકન્ડથી ડીઆરએસ ચૂકી ગયો અને આઉટ કરવાનો નિર્ણય પાછો લઈ શક્યો નહીં. જેના કારણે તે આઉટ થયો હતો અને બે રન બનાવીને પેવેલિયનમાં જવું પડ્યું હતું.

પાછળથી ખબર પડી કે જો તેણે ડીઆરએસ લીધું હોત તો તે બચી ગયો હોત કારણ કે આર અશ્વિનનો બોલ ટર્ન લઈ સાઈડમાં લેગ-સ્ટમ્પની બહાર જતો હતો. વિલ યંગના ડીઆરએસ લેવામાં વિલંબને કારણે ચોથા દિવસની રમતના અંતે ન્યૂઝીલેન્ડ ચાર વિકેટે એક રન પર હતું.

જ્યારે વિલ યંગ આઉટ થયો ત્યારે માત્ર એક ઓવર રમવાની બાકી હતી અને આ માટે નાઈટ વોચમેન વિલ સોમરવિલેને બેટિંગમાં આવવું પડ્યું. કિવી ટીમના બીજા દાવની ત્રીજી ઓવરનો છેલ્લો બોલ ઓફ સ્ટમ્પની બહાર ગયા બાદ નીચે જઈને વિલ યંગના પેડ પર વાગ્યો હતો. બોલે પણ ઘણો ટર્ન લીધો હતો. આવી સ્થિતિમાં વિલ યંગનો બચાવ કરવાનો પેંતરો સફળ રહ્યો ન હતો. બોલ પેડ સાથે અથડાતા જ ભારતીય ખેલાડીઓએ જોરદાર અપીલ કરી હતી. લાંબી અપીલ બાદ અમ્પાયર વીરેન્દ્ર શર્માએ આંગળી ઉંચી કરી.

નજીવા અંતરથી નીકળી ગયો ડીઆરએસનો ટાઈમ

આ સાથે જ કિવી બેટ્સમેન મૂંઝવણમાં સપડાયા હતા. તેણે સાથી ખેલાડી ટોમ લાથમની મદદ માંગી હતી, પરંતુ તે પણ મૂંઝવણમાં હતો. કદાચ તેઓને પણ લાગ્યું કે વિલ યંગ આઉટ થઈ ગયો છે. આવી સ્થિતિમાં ડીઆરએસ લેવા માટે 16 સેકન્ડનો સમય હાથમાંથી નીકળી ગયો હતો. પરંતુ ડીઆરએસનો સમય આવતાની સાથે જ વિલ યંગે રિવ્યુ તરફ ધ્યાન દોર્યું.

આવી સ્થિતિમાં ભારતીય કેમ્પ તરફથી અમ્પાયરોને કહેવામાં આવ્યું કે સમય સમાપ્ત થઈ ગયો છે. હવે વિલ યંગ પાસે કોઈ વિકલ્પ નહોતો. તેણે ધીમા અને ભારે પગલા સાથે ડ્રેસિંગ રૂમ તરફ જવું પડ્યું. બાદમાં રિવ્યુ સ્પષ્ટપણે કહી રહ્યો હતો કે જો તેઓ સમયસર રિવ્યુ લીધા હોત તો તેઓ બચી ગયા હોત. બોલ ઘણો ટર્ન લઈ રહ્યો હતો અને લેગ-સ્ટમ્પથી દૂર હતો.

ભારતે 284 રનનો ટાર્ગેટ આપ્યો

આ પહેલા ભારતે તેનો બીજો દાવ 234 રન પર ડિકલેર કર્યો હતો. ભારત તરફથી બીજી ઈનિંગમાં શ્રેયસ અય્યર અને રિદ્ધિમાન સાહાએ અડધી સદી ફટકારી હતી. જેના કારણે ન્યૂઝીલેન્ડને ટેસ્ટ જીતવા માટે 284 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતને પ્રથમ દાવના આધારે 49 રનની લીડ મળી હતી. પ્રથમ દાવમાં ભારતના 345 રનના જવાબમાં કિવી ટીમનો દાવ 296 રનમાં સમેટાઈ ગયો હતો.

આ પણ વાંચો: મરઘાં ઉછેરમાં એન્ટિબાયોટિક્સના ઉપયોગથી વધી રહ્યું છે જોખમ, સેવન કરનાર માટે છે જીવલેણ

આ પણ વાંચો: OMG! જમીન નીચે કબરમાં દફનાવેલી 800 વર્ષ જૂની મમી જોઈને વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા !

  • Follow us on Facebook

Published On - 7:53 pm, Sun, 28 November 21

Click on your DTH Provider to Add TV9 Gujarati