કિરણ મોરેએ 1992ના વિશ્વકપની પોતાની જર્સી ફરી પહેરી, તસ્વીરો શેર કરતા પ્રશંસકોને યાદો તાજી થઈ ગઈ

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલીયા પ્રવાસે પહોંચી છે અને જ્યાં ક્રિકેટના ત્રણેય પ્રકારના ફોર્મેટની સીરીઝ રમાશે. આ માટે બંને ટીમોના ખેલાડીઓ અને સાથે જ પ્રશંસકો પણ ઉત્સાહિત છે. જોકે ઓસ્ટ્રેલીયા સામેની ત્રણ મેચની વન ડે સીરીઝ 27, નવેમ્બરથી શરુ થનારી છે. જેમાં બંને ટીમો દ્વારા ખાસ પ્રકારની નવી જર્સીનો ઉપયોગ થનારો છે. ભારતીય ટીમની જર્સીના […]

કિરણ મોરેએ 1992ના વિશ્વકપની પોતાની જર્સી ફરી પહેરી, તસ્વીરો શેર કરતા પ્રશંસકોને યાદો તાજી થઈ ગઈ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 25, 2020 | 7:45 PM

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલીયા પ્રવાસે પહોંચી છે અને જ્યાં ક્રિકેટના ત્રણેય પ્રકારના ફોર્મેટની સીરીઝ રમાશે. આ માટે બંને ટીમોના ખેલાડીઓ અને સાથે જ પ્રશંસકો પણ ઉત્સાહિત છે. જોકે ઓસ્ટ્રેલીયા સામેની ત્રણ મેચની વન ડે સીરીઝ 27, નવેમ્બરથી શરુ થનારી છે. જેમાં બંને ટીમો દ્વારા ખાસ પ્રકારની નવી જર્સીનો ઉપયોગ થનારો છે. ભારતીય ટીમની જર્સીના સામે આવી રહેલી તસ્વીરો વર્ષ 1992ના વિશ્વ કપની ટીમ ઈન્ડીયાની જર્સી જેવી જ હોવાનું પ્રશંસકો હાલ તો માની રહ્યા છે. દરમ્યાન કિરણ મોરેએ પણ પોતાની અસલી જર્સી 1992ની ફરી એક વાર પહેરીને તે તસ્વીર પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કરી છે. 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભારતીય ખેલાડીઓ ઓસ્ટ્રેલીયા પ્રવાસને લઈને ખુબ જ ઉત્સાહમાં છે. હાલમાં ક્વોરન્ટાઈન દરમ્યાન પણ તેઓએ અભ્યાસ સેશન પણ ખુબ જ જુસ્સાભેર કરી રહ્યા છે. શિખર ધવને પણ આ દરમ્યાન જ ટીમ ઈન્ડીયાના ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાનની નવી જર્સી પહેરલ ફોટો ટ્વીટર પર શેર કર્યો હતો. ત્યારબાદ હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ વિકેટકીપર કિરણ મોરેએ પણ 1992ના વર્ષની જર્સી પહેરીને ફોટો ટ્વીટર પર શેર કર્યો છે.

આ પણ વાંચો: બાળપણથી ક્રિકેટ શીખીને દુનિયાની શ્રેષ્ઠ બોલર બનનારી મહાન મહિલા ખેલાડી ‘ઝુલન ગોસ્વામી’નો આજે 38મો જન્મદિવસ

મોરેએ ટ્વીટ કરેલા ફોટામાં હજુ પણ સુંદર દેખાતી જર્સી પણ ખાસ છે. કિરણ મોરે ટીમ ઇન્ડીયા વતી 1992ના વિશ્વકપમાં હિસ્સો હતા. ટીમના ખેલાડી તરીકે તેમની તે જર્સીને તેઓએ સાચવી રાખી છે. તેઓએ તે જર્સીને 28 વર્ષે સાચવેલી સ્થિતીમાં જ નિકાળીને ફરી એકવાર પહેરીને જુની યાદોને તાજી કરી છે. કિરણ મોરેએ હાલમાં ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાનની નવી જર્સીની ચર્ચા દરમ્યાન જ પોતાની આ ગૌરવશાળી જર્સીને પ્રશંસકોને માટે તેના કેટલાક ફોટોગ્રાફ શેર કર્યો છે. સાથે જ તેમણે વિશ્વકપની ટીમની નો ફોટો પણ પોતાના ટ્વીટર હેન્ડલ પર મુકીને જુની યાદોને તાજી કરી છે. 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મૂળ વડોદરાના મોરેએ ટ્વીટ કરતા લખ્યુ હતુ કે, જુઓ મને શું મળ્યુ છે, 1992 ની મારી અસલી જર્સી, હજુ પણ મારા શરીર પર તે ફીટ બેસે છે. આનાથી મારી જૂની યાદો ફરી તાજી થઈ આવી છે. તે કેવી ટુર્નામેન્ટ હતી, જે મહાન રિચિ બેનાઉડ પ્રસારણ દરમ્યાન કહે છે, શાનદાર. આમ કિરણ મોરે પણ પોતાના કેરીયરના અને ટીમ સાથે સંસ્મર્ણોને યાદ કરતા ખુશ થઇ ઉઠે છે. કિરણ મોરેનો 1992ના વિશ્વકપ દરમ્યાન એક પ્રસંગ જગજાહેર છે. કિરણ મોરે દ્વારા કરવામાં આવતી અપીલને લઇને પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાંદાદ પીચ પર જ મોરે સામે વાનર જેવા કુદકા મારતા ઇશારા કર્યા હતા. જેની ખુબ ચર્ચા રહી હતી. મોરે વર્ષ 1984થી 1993 સુધી ભારતીય ટીમના હિસ્સો રહ્યા હતા. તેઓએ 49 ટેસ્ટ મેચ, 94 વન ડે અને 151 ફસ્ટ કલાસ ક્રિકેટમાં રમી છે. 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">