World Cup 2019માં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ સેમિફાઈનલની મેચ રમાઈ રહી છે. માન્ચેસ્ટરમાં ખેલાઈ રહેલી આ મેચમાં દર્શકોનો પણ ઉત્સાહ પુરે પુરો છે. ભારતમાં પણ ક્રિકેટ પ્રેમીઓએ ભારતની જીત માટે હવન-યજ્ઞ કર્યા છે. ઉત્સાહના આ માહોલ વચ્ચે ઈંગ્લેન્ડના બેસ્ટમેન કેવિન પીટરસને એક આગાહી કરી છે. કેવિને ભારત-ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ વચ્ચેની મેચને લઈને પોતાની આગાહી કરી છે. કેવિનને કરેલું Tweet હાલ તો સોશિયલ મીડિયાનો વિષય બની ગયો છે. અને ક્રિકેટ રસિકો પણ પોતાની કોમેન્ટ આપી રહ્યા છે.
We’ll whack the Aussies!
Eng v India FINAL!
— Kevin Pietersen🦏 (@KP24) July 6, 2019
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
કેવિને Tweet દ્વારા કહ્યું કે, ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પહેલી સેમિફાઈનલ મેચમાં ભારતની વિજય થવાની છે. તો ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં ઈંગ્લેન્ડની જીતનો દાવો કર્યો છે. અને આ પરિણામ બાદ ફાઈનલમાં ભારત અને ઈંગ્લેન્ડ આમને-સામને ટકરાશે. અગાઉ કેવિને કહ્યું હતું કે, ઈંગ્લેન્ડના નામે વર્લ્ડ કપની ટ્રોફી કરી દેવી જોઈએ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો