કપિલદેવ આજે 62 વર્ષના થયા, 1983માં ભારતને વિશ્વ ચેમ્પિયન બનાવતા, દુનિયામાં મળી હતી આગવી ઓળખ

ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં 6 જાન્યુઆરીનો દિવસ હંમેશાને માટે યાદગાર છે. આજના દિવસે જ વર્ષ 1959માં ચંદિગઢ (Chandigarh) માં જન્મ લેનારા કપિલ દેવ નિખંજે (Kapil Dev) વિશ્વ ક્રિકેટ ઇતિહાસ એવો લખ્યો કે, જેને ફરી થી દોહરાવવો મુશ્કેલ જ નહી નામુમકીન છે.

કપિલદેવ આજે 62 વર્ષના થયા, 1983માં ભારતને વિશ્વ ચેમ્પિયન બનાવતા, દુનિયામાં મળી હતી આગવી ઓળખ
ભારતીય ક્રિકેટ ને સફળતાના માર્ગે લાવનારા પૂર્વ કપ્તાન દેવનો આજે 62 મો જન્મ દિવસ..
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 06, 2021 | 9:18 AM

ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં 6 જાન્યુઆરીનો દિવસ હંમેશાને માટે યાદગાર છે. આજના દિવસે જ વર્ષ 1959માં ચંદિગઢ (Chandigarh) માં જન્મ લેનારા કપિલ દેવ નિખંજે (Kapil Dev) વિશ્વ ક્રિકેટ ઇતિહાસ એવો લખ્યો કે, જેને ફરી થી દોહરાવવો મુશ્કેલ જ નહી નામુમકીન છે. વ્યક્તિગત રુપે તેમણે જે ઉપલબ્ધિયો પોતના 16 વર્ષના કેરિયરમાં હાંસલ કરી હતી, જેમાંના કેટલાંક રેકોર્ડને આજ સુધી કોઇ ખેલાડી પહોંચી શક્યુ નથી. અમદાવાદ (Ahmedabad Test) સાથે પણ જોડાયેલો છે તેમની ખાસ ઉપલબ્ધી. તેમણે બોલીંગ દ્રારા અમદાવાદમાં વેસ્ટઇન્ડીઝ (West Indies) સામે જબરદસ્ત પ્રદર્શન કર્યુ હતુ.

કપિલ દેવે પોતાના કેરિયરની શરુઆત 16 ઓક્ટોબર 1978માં પાકિસ્તાન સામે ફેસલાબાદમાં કરી હતી. જે મેચમાં તેમનુ પ્રદર્શન ખાસ રહ્યુ નહોતુ. બેટીંગમાં 8 રન બનવાવા ઉપરાંત બોલીંગમાં તેમણે એક જ વિકેટ ઝડપી હતી. જોકે આવા પ્રદર્શન બાદ પણ તેમણે ક્યારેય પાછળ વળીને જોયુ નહોતુ. પોતાના સમયના તે સૌથી સફળ ભારતીય કેપ્ટન અને ક્રિકેટ ખેલાડી હતા. તેમણે ભારતને 1983માં વન ડે ક્રિકેટનો વિશ્વ ખિતાબ જીતાડ્યો હતો. જે અદ્ભુત કારનામુ પણ કપિલ દેવે જ કર્યુ હતુ. જેની મિશાલ આજે પણ આપવામાં આવે છે.

કપિલ દેવે ભારતને ત્યારે વિશ્વચેમ્પિયન બનવાવ્યુ હતુ જ્યારે વેસ્ટ ઇન્ડીઝને બોલબાલા વર્તાતી હતી. લગાતાર બે વિશ્વ કપ જીતવા બાદ વેસ્ટઇન્ડીઝની ટીમ હેટ્રિક કરવાના ઇરાદે ટુર્નામેન્ટમાં આવ્યુ હતુ. પરંતુ કપિલ દેવની કેપ્ટનશીપ વાળી યુવા ટીમે કેરેબિયન ટીમને લો સ્કોરીંગ ફાઇનલ મેચમાં ચારે બાજુ થી ચિત્ત કરી દઇને જીત માટેના 184 રન હાંસલ કરવા દિધા નહોતા. ભારતે 43 રને જીત હાંસલ કરી ને વિશ્વ ચેમ્પિયન બન્યુ હતુ. કપિલે વિશ્વ કપની 8 મેચમાં 303 રન બનાવ્યા હતા જ્યારે 12 વિકેટ અને 7 કેચ પણ ઝડપ્યા હતા.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ટીમ ઇન્ડીયાને જીતની ઉર્જા કપ્તાન કપિલ દેવની ઝીમ્બાબ્વે સામેની મેચમાં 175 રનની ઇનીંગ થી મળી હતી. તે મેચમાં 17 રનના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર સુનિલ ગાવાસ્કર અને શ્રીકાંત ખાતુ ખોલ્યા વિના જ પેવેલિયન પરત ફરી ગયા હતા. ત્યાં મોહિન્દર અમરનાથ (5), સંદિપ પાટીલ (1) અને યશપાલ શર્મા (9) કોઇ કમાલ દર્શાવી શક્યા નહોતા. આવા મુશ્કેલ સમયે છઠ્ઠા નંબર પર બેટીંગ કરવા માટે ઉતરેલા કપિલ દેવે એવો જાદુ કર્યો કે જેની કોઇએ કલ્પના નહી કરી હોય.

કપિલ દેવએ રોજર બીન્ની (22), રવિ શાસ્ત્રી, મદનલાલ અને સૈયદ કિરમાની (અણનમ 24) મળીને પારીને સંભાળી હતી. બીજા છેડા થી ધુંઆધાર બેટીંગ કરતા કપિલે 138 બોલમાં 175 રનની અણનમ ઇનીંગ રમી હતી. આ દરમ્યાન તેમણે 16 ચોગ્ગા અને 6 છગ્ગા લગાવ્યા હતા. આ વન ડે ક્રિકેટમાં ભારતીય બેટ્સમેન દ્રારા ફટકારવામાં આવેલુ પ્રથમ શતક હતુ. કપિલની આ શાનદાર ઇનીંગને લઇને ભારતે 60 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 266 રનનો સ્કોર ખડક્યો હતો. જેના બાદ ભારતીય બોલરોએ કહેર વર્તાવ્યો હતો. ભારતને 3 ઓવર બાકી રહીને 31 રને જીત મળી હતી. કપિલે બોલીંગમાં પણ સૌથી કરકસર ભરી બોલીંગ કરીને 11 ઓવરમાં 32 રન આપીને 1 વિકેટ હાંસલ કરી હતી. તેમના સિવાય મદનલાલ એ 3, રોજર બિન્નીએ 2 અને બવવિંદર સંધૂએ 1 વિકેટ ઝડપી હતી.

અમદાવાદમાં 1983માં 16 નવેમ્બરે કપિલ દેવે એક જ ઇનીંગમાં નવ વિકેટ ઝડપવાનો કમાલ કર્યો હતો. તે સમયની સૌથી ખતરનાક ટીમ વેસ્ટઇન્ડીઝની ટીમ સામે ભારત અમદાવાદ ટેસ્ટમાં મેદાને ઉતર્યુ હતુ. કપિલ દેવ બીજી ઇનીંગમાં બોલીંગ વડે તરખાટ મચાવ્યો હતો. તેમણે ધરખમ ઇન્ડીઝ બેટ્સમેનો સહિત 9 ખેલાડીઓને 30.3 ઓવરમાં 83 રન આપીને જ પેવેલિયન મોકલી દીધા હતા. જે ટેસ્ટ મેચમાં તે ઓપનર ડેસમંડ હેંસની જ વિકેટ નહોતા લઇ શક્યા, જેને ઝડપી બોલર બલવિંદર સંધૂએ શિકાર બનાવ્યા હતા.

કપિલ દેવ દુનિયાના સર્વકાલિન મહાન ખેલાડીઓમાં ગણવામાં આવે છે. તેમણે બોલ અને બેટ બંને વડે કારનારા કરી બતાવ્યા છે, જે બેમિશાલ છે. તે દુનિયાના પ્રથમ ક્રિકેટર હતા જેમણે ટેસ્ટ ક્રિકેટમાં વિકેટ લેવામાં 400 ના આંકડાને પાર કર્યો હતો. તેમના નામે ટેસ્ટ ક્રિકેટમાં 434 વિકેટ સાથે 5288 રન પણ નોંધાયેલા છે. તેમણે વન ડે ક્રિકેટમાં પણ બેટ અને બોલ દ્રારા દમદાર પ્રદર્શન નોધાવ્યુ હતુ. તેમણે 225 વન ડે મેચમાં 3738 રન બનાવ્યા હતા અને 253 વિકેટ હાંસલ કરી હતી. કપિલદેવે 1994માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કરી હતી. જે સમયે તેમના નામે વન ડે અને ટેસ્ટ ક્રિકેટ બંનેમાં તેમના નામે સૌથી વધુ વિકેટ નોંધાયેલી હતી.

કપિલ દેવ વર્ષ 199 માં ભારતીય ક્રિકેટ ટીમના કોચ પદે પણ સેવા આપી રહ્યા હતા પરંતુ તેમના કાર્યકાળ દરમ્યાન ભારતીય ટીમનુ પ્રદર્શન કંઇ ખાસ રહ્યુ નહોતુ. જોકે બાદમાં તેમણે ખુબ ઝડપ થી કોચ પદ થી મુક્તિ મેળવી લીધી હતી. તેઓને 1979-80માં અર્જૂન પુરસ્કાર, 1982માં પજ્ઞશ્રી, 1983માં વિઝડન ક્રિકેટર ઓફ ધ યર, 1991માં પજ્ઞવિભૂષણ અને 2002માં વિઝડન ભારતીય ક્રિકેટર ઓફ ધ સેન્ચુરી તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.

કપિલ દેવના જીવન પર ફિલ્મ ’83’ પણ આ વર્ષે રીલીઝ થવા જઇ રહી છે. રણવિર સિંહ, દિપીકા પદુકોણ, પંકજ ત્રિપાઠી અન્ય સ્ટાર પાત્રોએ જેમાં અભિનય આપ્યો છે. ફિલ્મ ’83’ વર્ષ 1983 માં ભારતે પ્રથમ વાર વિશ્વકપ જીત્યો હોવાને લઇને કહાની છે. જેમાં કપિલ દેવ ની ભૂમિકામાં રણવિર સિંહ દેખાશે. આ ફિલ્માના નિર્દેશક કબીર છે. ફિલ્મ 83 રિયલ બેસ્ટ ઘટનાઓ પરથી સૌથી મોટી ફિલ્મમાંથી એક છે. આ ફિલ્મ આમ તો 2020માં રીલીઝ કરવાની હતી પરંતુ કોરોના મહામારીને લઇને હવે તે 2021માં રિલીઝ કરવામાં આવશે.

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">