કાબુલમાં જન્મેલા અને પરવીન બાબી સાથે ફીલ્મ કરનાર ભારતીય ટીમના શ્રેષ્ઠ ઓલ રાઉન્ડરનો છે જન્મદિવસ

કાબુલમાં જન્મેલા અને પરવીન બાબી સાથે ફીલ્મ કરનાર ભારતીય ટીમના શ્રેષ્ઠ ઓલ રાઉન્ડરનો છે જન્મદિવસ

ભારતના સૌથી શ્રેષ્ઠ ઓલરાઉન્ડરમાંથી એક ગણાતા સલીમ દુરાની આજે 11 ડીસેમ્બર 86 વર્ષ પુરા કર્યા હતા. વર્ષ 1934 માં અફઘાનિસ્તાનના કાબુલમાં જન્મેલા સલીમ દુરાની એ ભારત માટે ક્રિકેટ રમી હતી અને ફિલ્મોમાં પણ કામ કર્યુ હતુ. પરવિન બાબી સાથે કરેલી ફિલ્મ ચરિત્ર પ્રસિદ્ધ રહી હતી. સલીમ દુરાનીની ગણતરી એવા ક્રિકેટરોમાં કરવાાં આવે છે કે, તે […]

Avnish Goswami

| Edited By: Utpal Patel

Dec 11, 2020 | 7:23 PM

ભારતના સૌથી શ્રેષ્ઠ ઓલરાઉન્ડરમાંથી એક ગણાતા સલીમ દુરાની આજે 11 ડીસેમ્બર 86 વર્ષ પુરા કર્યા હતા. વર્ષ 1934 માં અફઘાનિસ્તાનના કાબુલમાં જન્મેલા સલીમ દુરાની એ ભારત માટે ક્રિકેટ રમી હતી અને ફિલ્મોમાં પણ કામ કર્યુ હતુ. પરવિન બાબી સાથે કરેલી ફિલ્મ ચરિત્ર પ્રસિદ્ધ રહી હતી.

સલીમ દુરાનીની ગણતરી એવા ક્રિકેટરોમાં કરવાાં આવે છે કે, તે બેટ અને બોલ બંને વડે કમાલ દેખાડી શકતા હતા. તેમની ખાસ વાત એ હતી કે, તે દર્શકોના કહેવા પર શોટ લગાવતા હતા. એટલે કે છગ્ગા અને ચોગ્ગા પણ દર્શકોના અવાજ પર લગાવતા હતા. સલીમ દુરાની બાદમાં પરવીન બાબી સાથે ચરિત્ર ફિલ્મમાં પણ કામ કર્યુ હતુ. જે વર્ષ 1973માં રીલીઝ થઇ હતી. જે ફિલ્મને લઇને તેની લોકપ્રિયતા ખૂબ વધી ગઇ ગઇ હતી.

પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડ થી  સન્માનિત કરવામાં આવ્યા હોય એવા સલીમ દુરાની પ્રથમ ક્રિકેટર હતા. તેમણે 1970-1971 માં ત્રિનિદાદમાં વેસ્ટઇન્ડિઝમાં ભારતની યાદગાર જીતમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. ત્યારે બીજી ઇનીંગમાં ક્લાઇવ લોયડ અને ગેરી સોબર્સને શૂન્ય પર આઉટ કર્યા હતા. બીસીસીઆઇ એ તેમને 2011માં સીકે નાયડૂ લાઇફટાઇમ એચીવમેન્ટ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ડાબા હાથના મધ્યમ ક્રમના બેટ્સમેન અને સ્પિનર સલીમ દુરાની 29 મેચ દરમ્યાન 50 ઇનીંગમાં 1202 રન કર્યા હતા. જેમાં એક શતક અને 7 અર્ધશતક ફટકાર્યા હતા. તેમણે આ ઉપરાંચ 75 વિકેટ પણ ઝડપી હતી. સલિમે 170 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ મેચ રમી હતી, જેમાં 8545 રન બનાવ્યા હતા અને 484 વિકેટ ઝડપી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati