જ્યારે ડેવિડ વોર્નર બન્યો અમિતાભ બચ્ચન, શેર કર્યો મજેદાર વીડિયો
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નરે હિન્દી ફિલ્મોના ગીતો પર ડાન્સ કરતા પહેલા પણ જોઈ ચુક્યા છો. કારણ કે તેના અનેક તેવા ફોટો વીડિયો પણ સામે આવી ચુક્યા છે. જો કે હવે તેણે નાનકડી ક્લીપ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જે નાનકડા વીડિયો મારફતે પોતાના પ્રશંસકોને પુછે છે કે આ કયા હીરો છે અને […]
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નરે હિન્દી ફિલ્મોના ગીતો પર ડાન્સ કરતા પહેલા પણ જોઈ ચુક્યા છો. કારણ કે તેના અનેક તેવા ફોટો વીડિયો પણ સામે આવી ચુક્યા છે. જો કે હવે તેણે નાનકડી ક્લીપ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જે નાનકડા વીડિયો મારફતે પોતાના પ્રશંસકોને પુછે છે કે આ કયા હીરો છે અને કઈ ફિલ્મનું સીન છે. ડેવીડ વોર્નર એક એપ મારફતે અમિતાભ બચ્ચનના ચહેરા પર પોતાનો પણ ચહેરાનું મિશ્રણ કરીને વોર્નરે પોતાના ચહેરા સાથે બચ્ચનના ફિલ્મી પાત્રના ચહેરાનો આભાસ પેદા કર્યો છે. જે જોઈને તેનો અંદાજ પણ ખુબ જ જબરદસ્ત દેખાય છે. વોર્નરે બનાવેલા મિશ્રીત વીડિયો બચ્ચનની ફિલ્મ બદલાનું પાત્ર છે. જે ફિલ્મમાં અમિતાભ બચ્ચનની સાથે તાપસી પન્નુ લીડ રોલમાં હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
વોર્નરની વાત કરીએ તો વોર્નર હાલમાં ભારત સામેની સીરીઝ માટેની તૈયારીઓમાં લાગેલો છે. ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ત્રણ ત્રણ મેચોની વન ડે અને ટી-20 આંતરરાષ્ટ્રીય સીરીઝ રમાનારી છે. તેના બાદ બંને દેશો વચ્ચે ચાર ટેસ્ટ મેચોની, બોર્ડર-ગાવાસ્કર સીરીઝ પણ રમાનારી છે. ઓસ્ટ્રેલીયા પ્રવાસની પ્રથમ શરુઆતી મેચ શુક્રવારે સિડનીમાં રમાનારી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો