બીજી ટી20 મેચના પહેલા જ ઓસ્ટ્રેલીયાને લાગ્યો મોટો ઝટકો, આ મજબુત ખેલાડી બહાર
ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ત્રણ ટી20 મેચની સીરીઝ યોજાઇ રહી છે. જેની બીજી મેચ આજે રવિવારે સિડનીમાં રમાનારી છે. જે પહેલા જ કાંગારુ ટીમને કે મોટો ઝટકો લાગી ચુક્યો છે. ત્રણ મેચની સીરીઝમાં 0-1 થી પાછળ રહી ચુકેલી ઓસ્ટ્રેલીયાની ટીમનો મુખ્ય ઝડપી બોલર મિશેલ સ્ટાર્ક ટી20 સીરીઝ થી બહાર ખઇ ગયો છે. Web Stories View […]
ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે ત્રણ ટી20 મેચની સીરીઝ યોજાઇ રહી છે. જેની બીજી મેચ આજે રવિવારે સિડનીમાં રમાનારી છે. જે પહેલા જ કાંગારુ ટીમને કે મોટો ઝટકો લાગી ચુક્યો છે. ત્રણ મેચની સીરીઝમાં 0-1 થી પાછળ રહી ચુકેલી ઓસ્ટ્રેલીયાની ટીમનો મુખ્ય ઝડપી બોલર મિશેલ સ્ટાર્ક ટી20 સીરીઝ થી બહાર ખઇ ગયો છે.
ડાબા હાથનો ઝડપી બોલર મિશેલ સ્ટાર્ક ભારત સામેની ટી20 સીરીઝમાંથી પોતાનુ નામ પરત કરી લીધુ છે. કારણ કે તેમના પરીવારના એક સભ્યની તબીયત નાદુરસ્ત હોવાને લઇને તે આ માટે મજબુર બન્યો છે. આવામાં તેણે ટી20 સીરીઝમાંથી પોતાનુ નામ પરત લીધુ છે અને તે હવે બાયોબબલમાંથી પણ બહાર નિકળી ચુક્યો છે. તો ઓસ્ટ્રેલીયાની ટીમે પણ તેના સ્થાને અન્ય ખેલાડીને હજુ સુધી સામેલ કર્યો નથી. એન્ડ્ર્યુ ટાય અને ડેનિયલ સેમ્સ પહેલા થી જ ટીમનો હિસ્સો છે.
ઓસ્ટ્રેલીયા માટે ભારત સામેની વન ડે સીરીઝમાં સ્ટાર્ક મહત્વનો સાબીત થયો હતો. તેણે ટી20 સીરીઝની પ્રથમ મેચમાં પણ બે મહત્વની વિકેટ ઝડપી હતી. આવામાં આ ઓસ્ટ્રેલીયાઇ બોલર ની ગેરહાજરી ટીમને મોટી ખોટ સ્વરુપ સાલસે. તો મોટો ઝટકો પણ સ્ટાર્ક એટલા માટે છે કે તેના અગાઉ કમિન્સ અને ડેવિડ વોર્નર પણ ટીમની બહાર છે. કેપ્ટન આરોન ફીંચના પણ રમવા અંગે હજુ દ્રીધાઓ સેવાઇ રહી છે. આવામાં ઓસ્ટ્રેલીયાની ટીમ માટે સીરીઝમાં હવે મુશ્કેલીઓ વધારી રહી છે. જોકે હવે થોડા સમય પછી સિડની ના મેદાન પર મેચ રમાનારી છે.
JUST IN: Mitchell Starc has withdrawn from the #AUSvIND T20I squad after being informed about a family illness.
There will be no replacement for the fast bowler in the squad, since Andrew Tye and Daniel Sams are already a part of it. pic.twitter.com/fLaZfS5xkW
— ICC (@ICC) December 6, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો