Syed Mushatq Ali Trophy: ટીમ ઈન્ડિયામાંથી દુર કરાયેલા બોલરે ધમાલ મચાવી,181ના સ્ટ્રાઈક રેટથી અડધી સદી ફટકારી

આ ખેલાડી ભારત માટે પણ રમી ચૂક્યો છે પરંતુ હવે તેણે મુશ્કેલ સમયમાં બેટ વડે પોતાનું કૌશલ્ય બતાવ્યું છે.

Syed Mushatq Ali Trophy: ટીમ ઈન્ડિયામાંથી દુર કરાયેલા બોલરે ધમાલ મચાવી,181ના સ્ટ્રાઈક રેટથી અડધી સદી ફટકારી
જયદેવ ઉનડકટે 2010માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 04, 2021 | 12:11 PM

Syed Mushatq Ali Trophy:ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) હાલમાં ICC T20 વર્લ્ડ કપ-2021 (ICC T20 World Cup-2021)માં ભાગ લઈ રહી છે. તે જ સમયે, ભારતમાં સ્થાનિક સિઝન શરૂ થઈ ગઈ છે. સૈયદ મુસ્તાક અલી ટ્રોફીની મેચો શરૂ થઈ ગઈ છે. ગ્રૂપ-ઈમાં સુલતાનપુરમાં સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ (Hyderabad)ની ટીમો આમને-સામને છે અને આ મેચમાં એક બોલરે એવું શાનદાર પ્રદર્શન કર્યું છે કે, દર્શકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

તેણે આ પરાક્રમ બોલથી નહીં, પણ બેટથી કર્યું. આ ખેલાડીનું નામ છે જયદેવ ઉનડકટ (Jaydev Unadkat) ઉનડકટ સૌરાષ્ટ્રનો કેપ્ટન છે. હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બોલિંગ (Bowling) કરવાનો નિર્ણય કર્યો અને સૌરાષ્ટ્રને બેટિંગ માટે બોલાવી હતી.

ટીમના મોટા ભાગના બેટ્સમેનો નિષ્ફળ રહ્યા હતા ત્યારે સૌરાષ્ટ્રના કેપ્ટને જવાબદારી લીધી હતી અને અડધી સદી રમી હતી. ઉનડકટ અણનમ પરત ફર્યો હતો. ઉનડકટ સાતમા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે શાનદાર ઇનિંગ રમીને ટીમને મજબૂત સ્કોર અપાવ્યો હતો. ઉનડકટે 32 બોલમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અણનમ 58 રનની ઇનિંગ રમી હતી. તેની ઇનિંગ્સના કારણે સૌરાષ્ટ્રે આઠ વિકેટના નુકસાને 173 રન બનાવ્યા હતા.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

પ્રેરક માંકડ સાથે ભાગીદારી

સૌરાષ્ટ્રની ટીમે 67 રનમાં પોતાની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ટીમ મુશ્કેલીમાં હતી. આવી સ્થિતિમાં કેપ્ટન ઉનડકટ અને પ્રેરક માંકડે 89 રનની ભાગીદારી કરીને ટીમને સંભાળી લીધી અને મજબૂત સ્કોરનો પાયો નાખ્યો. પ્રેરકે 46 બોલમાં ચાર ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 71 રન બનાવ્યા હતા. પ્રેરકની વિકેટ 156 રનમાં પડી હતી. તેને મોહમ્મદ સિરાજે આઉટ કર્યો હતો. પરંતુ ઉનડકટ રોકાયો નહીં, તેણે પોતાની સ્ટાઈલમાં બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું અને ટીમને મજબૂત સ્કોર અપાવ્યો. પ્રેરક અને ઉનડકટ ઉપરાંત સૌરાષ્ટ્રના બે વધુ બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યા હતા. જય કોહલીએ 10 રન બનાવ્યા હતા. અર્પિત વસાવડાએ 11 રનનું યોગદાન આપ્યું હતું.

2010 માં ડેબ્યૂ કર્યું હતું

ઉનડકટે 2010 માં ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. તેણે આ મેચ દક્ષિણ આફ્રિકા સામે રમી હતી પરંતુ તે પછી તે ક્યારેય ભારત માટે ટેસ્ટ મેચ રમી શક્યો નહોતો. તેની ODI કારકિર્દીની વાત કરીએ તો તેણે ભારત માટે સાત મેચ રમી છે. તેણે 24 જુલાઈ 2013ના રોજ ઝિમ્બાબ્વે સામે તેની પ્રથમ વનડે મેચ રમી હતી. તેણે 21 નવેમ્બર 2013ના રોજ કોચીમાં વેસ્ટ ઈન્ડિઝ માટે તેની છેલ્લી ODI મેચ રમી હતી. તેણે T20 ફોર્મેટમાં ભારત માટે સૌથી વધુ મેચ રમી છે. તેણે આ ફોર્મેટમાં ભારત માટે કુલ 10 મેચ રમી છે. તેણે તેની પ્રથમ મેચ 18 જૂન 2016ના રોજ ઝિમ્બાબ્વે સામે રમી હતી. તે જ સમયે, છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય 18 માર્ચ 2018 ના રોજ કોલંબોમાં બાંગ્લાદેશ સામે રમાઈ હતી. તે IPLમાં રાજસ્થાન રોયલ્સ તરફથી સતત રમી રહ્યો છે.

આ પણ વાંચો : T20 World Cup 2021: રવિન્દ્ર જાડેજાએ 3 મીટર ની દોટ મુકી ડાઇવ લગાવી ઝડપેલા કેચને નોટ આઉટ આપવા પર ગૌતમ ગંભીર ગુસ્સે ભરાયો, કહ્યુ નિયમ બદલો

Latest News Updates

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">