IND VS SA: જસપ્રીત બુમરાહ થયો ઈજાગ્રસ્ત, દર્દથી પીડાતા મેદાનમાં જ સુઈ ગયો, જાણો અચાનક શું થયું ?

જસપ્રીત બુમરાહે સેન્ચુરિયન ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટનને આઉટ કરીને શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ લંચ બ્રેક બાદ તે ઈજાગ્રસ્ત થયો હતો.

IND VS SA: જસપ્રીત બુમરાહ થયો ઈજાગ્રસ્ત, દર્દથી પીડાતા મેદાનમાં જ સુઈ ગયો, જાણો અચાનક શું થયું ?
જસપ્રીત બુમરાહ સેન્ચુરિયન ટેસ્ટમાં થયો ઈજાગ્રસ્ત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 28, 2021 | 6:10 PM

સેન્ચુરિયન ટેસ્ટના (Centurion Test) ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયા (Team India) 327 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતની છેલ્લી 7 વિકેટ માત્ર 49 રનમાં પડી ગઈ હતી. જો કે આ પછી સેન્ચુરિયનની જીવંત પીચ પર ભારતીય બોલરોએ વળતો જોરદાર જવાબ આપ્યો હતો. જસપ્રીત બુમરાહને (Jaspreet Bumrah) ભારત માટે પ્રથમ સફળતા મળી હતી. તેણે પોતાની પ્રથમ ઓવરના પાંચમા બોલ પર દક્ષિણ આફ્રિકાના (South Africa) કેપ્ટન ડીન એલ્ગરને આઉટ કર્યો હતો. બુમરાહનો બોલ એટલો જોરદાર હતો કે એલ્ગરને પગ ખસેડવાની તક મળી ન હતી. વિકેટ કિપર ઋષભ પંતે એલ્ગરનો કેચ ઝડપી લીધો હતો. જો કે, લંચ બ્રેક પછી બુમરાહ સાથે કંઈક એવું થયું, જેને જોઈને ભારતીય ક્રિકેટ ચાહકોના શ્વાસ અધ્ધર થઈ ગયા.

જસપ્રીત બુમરાહ તેની છઠ્ઠી ઓવરમાં ઈજાગ્રસ્ત થયો હતો. મેચની 11મી ઓવરનો પાંચમો બોલ ફેંકતી વખતે, જસપ્રિત બુમરાહે તેના ફોલો થ્રૂ પર જતાની સાથે જ તેનો પગ વળી ગયો હતો. જસપ્રીત બુમરાહને એટલો દુખાવો હતો કે તે જમીન પર સૂઈ ગયો. બુમરાહ દર્દથી પીડાઈ રહ્યો હતો. બુમરાહને પીડામાં જોઈને ભારતીય ટીમનો ફિઝિયો તરત જ મેદાનમાં દોડી ગયો અને બુમરાહને બહાર લઈ જવામાં આવ્યો.

બુમરાહ ભારતનો સૌથી મોટો મેચ વિનર બોલર જસપ્રીત બુમરાહ દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર ભારતના સૌથી મોટા મેચ વિનર બોલર છે. દક્ષિણ આફ્રિકાની પીચ પર તેની બોલિંગ વિરોધી બેટ્સમેનો માટે એક મોટા પડકાર સમાન છે. આવી સ્થિતિમાં જો બુમરાહની ઈજા ગંભીર હશે તો તે ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકા સમાન હશે. અત્રે ઉલ્લેખનીય છે કે, બુમરાહે 3 વર્ષ પહેલા સાઉથ આફ્રિકાના પ્રવાસથી પોતાની ટેસ્ટ કરિયરની શરૂઆત કરી હતી અને તેણે ડેબ્યૂ સિરીઝમાં જ 14 વિકેટ ઝડપી હતી. બુમરાહને સાઉથ આફ્રિકા સીરીઝ પહેલા ઘણો આરામ આપવામાં આવ્યો હતો, તે ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ અને ટી20 સીરીઝમાં રમ્યો ન હતો. બીસીસીઆઈએ જસપ્રીત બુમરાહની ઈજા અંગે અપડેટ પણ આપી હતી. BCCI અનુસાર, જસપ્રિત બુમરાહના પગની ઘૂંટી વળી ગઈ છે. બુમરાહ મેડિકલ ટીમની દેખરેખમાં છે અને તેની જગ્યાએ શ્રેયસ અય્યર ફિલ્ડિંગ કરી રહ્યો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

સેન્ચુરિયનમાં ભારતીય ફાસ્ટ બોલરો ઝળક્યા સેન્ચુરિયન ટેસ્ટના પ્રથમ દાવની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાની પ્રથમ 4 વિકેટ માત્ર 32 રનમાં પડી ગઈ હતી. બુમરાહ સિવાય મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજે પણ ટોપ બોલિંગ કરી હતી. શમીએ કીગન પીટરસન અને એડન માર્કરામને શાનદાર બોલ પર આઉટ કર્યા જ્યારે સિરાજે રાસી વાન ડેર દુસાનની વિકેટ લીધી.

આ પણ વાંચોઃ

ભાજપ સરકાર ઓમિક્રોનના નામે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી મોકૂફ રાખવાનું ષડયંત્ર કરી રહી છે: છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ

આ પણ વાંચોઃ

NEET PG કાઉન્સેલિંગ ટૂંક સમયમાં શરૂ થશે, હડતાળ સમેટવા મનસુખ માંડવિયાની રેસિડન્ટ ડોકટરોને અપીલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">