કપિલ દેવ માટે એ ખાસ દિવસ, જ્યારે તેણે રિચર્ડ હેડલીનો વિશ્વ વિક્રમ પોતાને નામે કર્યો હતો

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવ (Kapil Dev) ને 1983 ના વિશ્વકપ (World Cup) જીતીને ક્યારેય ના ભુલી શકાય એવી ઓળખ મળી હતી. કપિલ જ એ કેપ્ટન હતો જેણે પહેલી વાર ભારતને વિશ્વ ચેમ્પિયન બનાવ્યુ હતુ.

કપિલ દેવ માટે એ ખાસ દિવસ, જ્યારે તેણે રિચર્ડ હેડલીનો વિશ્વ વિક્રમ પોતાને નામે કર્યો હતો
Kapil Dev

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવ (Kapil Dev) ને 1983 ના વિશ્વકપ (World Cup) જીતીને ક્યારેય ના ભુલી શકાય એવી ઓળખ મળી હતી. કપિલ જ એ કેપ્ટન હતો જેણે પહેલી વાર ભારતને વિશ્વ ચેમ્પિયન બનાવ્યુ હતુ. 30 જાન્યુઆરી એક એવી તારીખ છે જે દિવસે કપિલ દેવે, ન્યુઝીલેન્ડ (New Zealand) ના દિગ્ગજ રિચર્ડ હેડલી (Richard Headley) ના વિશ્વ રેકોર્ડની બરાબરી કરી હતી.

વર્ષ 1994માં ભારતીય દિગ્ગજ કપિલ દેવ એ ન્યુઝીલેન્ડના ઝડપી બોલર, સર રિચર્ડ હેડલીનો રચેલો વિશ્વ રેકોર્ડ પોતાને નામે કર્યો હતો. તે દિવસે તેણે 431મી વિકેટ હાંસલ કરી દિગ્ગજ કિવી બોલરના રેકોર્ડની બરાબરી કરી લીધી હતી. કપિલ દેવનો આ રેકોર્ડ ખૂબ જ ખાસ હતો કારણ કે, ટેસ્ટ ક્રિકેટમાં ઓલરાઉન્ડરના રુપે કપિલ દેવ એ રન બનાવવાની સાથે વિકેટોની પણ લાઇન લગાવી દીધી હતી.

30, જાન્યુઆરી 1994 એ શ્રીલંકા સામે ટેસ્ટ મેચ રમતા કપિલ એ 431 મી વિકેટ હાંસલ કરી ન્યુઝીલેન્ડના દિગ્ગજની બરાબરી કરી હતી. બેંગ્લોંરમાં રમવામાં આવેલી આ ટેસ્ટમાં ડોન અરુણાશ્રીની વિકેટ હાંસલ કરીને કપિલ એ આ ખાસ ઉપલબ્ધી હાંસલ કરી હતી. કપિલ એ 134 ટેસ્ટ મેચ રમીને 434 વિકેટની સાથે પોતાના કેરિયરનો અંત કર્યો હતો.

શ્રીલંકાની સામે રમવામાં આવેલી આ મેચમાં ભારતે પ્રથમ પારીમાં 541 રનનો સ્કોર કર્યો હતો. શ્રીલંકાની ટીમ પ્રથમ દાવ રમતા 231 રન કરી શકી હતી અને ફોલોઓન કરતા બીજી પારીમાં 215 રન પર જ આઉટ થઇ ગઇ હતી. ભારતીય ટીમએ તે મેચને એકપારી અને 95 રનથી પોતાના નામે કરી લીધી હતી. પ્રથમ પારીમાં કપિલ દેવ એ 3 અને બીજી પારીમાં 2 વિકેટ હાંસલ કરી હતી.

બેંગ્લોરની સામે આ ટેસ્ટમાં કેપ્ટન મહંમદ અઝહરુદ્દીન એ શાનદાર 108 રન બનાવ્યા હતા. તે ઉપરાંત નવજોત સિંહ સિદ્ધુએ 99 તો સચિન તેંદુલકર એ 96 રનની રમત રમી હતી.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati