ઈરફાન પઠાણે કુણાલ પંડયા અને દિપક હુડ્ડાના વિવાદ અંગે તપાસની માંગ કરી

ઈરફાન પઠાણે કુણાલ પંડયા અને દિપક હુડ્ડાના વિવાદ અંગે તપાસની માંગ કરી

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર ઈરફાન પઠાણ (Irfan Pathan)એ વડોદરા ક્રિકેટ ટીમના કેપ્ટન કુણાલ પંડયા અને દિપક હુડ્ડા વચ્ચે થયેલા વિવાદની  વડોદરા ક્રિકેટ સંઘ દ્વારા તપાસ કરવાની માંગ કરતા કહ્યું કે આવી ઘટનાઓ ખેલાડીઓ પર ખરાબ પ્રભાવ પાડે છે.

Chandrakant Kanoja

| Edited By: Kunjan Shukal

Jan 12, 2021 | 10:12 PM

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર ઈરફાન પઠાણ (Irfan Pathan)એ વડોદરા ક્રિકેટ ટીમના કેપ્ટન કુણાલ પંડયા અને દિપક હુડ્ડા વચ્ચે થયેલા વિવાદની  વડોદરા ક્રિકેટ સંઘ દ્વારા તપાસ કરવાની માંગ કરતા કહ્યું કે આવી ઘટનાઓ ખેલાડીઓ પર ખરાબ પ્રભાવ પાડે છે. પ્રથમ કક્ષાની 46 મેચોનો અનુભવ ધરાવતા હુડ્ડાએ પંડ્યા પર ખરાબ વર્તનનો આરોપ લગાવ્યો હતો અને સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ટી-20ની ટુર્નામેન્ટ શરૂ થવાના એક દિવસ પૂર્વે ટીમની શિબિર છોડીને જતો રહ્યો હતો.

પઠાણે ટ્વીટરના માધ્યમથી એક નિવેદનમાં જણાવ્યું હતું કે  મહામારીના આ વિકટ સમયમાં ખેલાડીના માનસિક સ્વાસ્થ્યની સૌથી વધારે જરૂર હોય છે. કારણ કે બાયો બબલમાં રહેતા રમત પર ધ્યાન આપવાનું હોય છે.  આવી ઘટનાઓ ખેલાડી પર વિપરીત અસર પાડે છે આનાથી બચવું જોઈએ.

પઠાણે ટુર્નામેન્ટ પૂર્વે બે સિનિયર ખેલાડીઓના મામલે પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમજ તેની બીસીએ દ્વારા તપાસની માંગ કરી હતી. તેમણે કહ્યું કે બીસીએના સભ્યોએ તેની તપાસ કરવાની અને આ કૃત્યની નિંદા કરવા અપીલ કરી છે. કારણ કે આ ક્રિકેટની રમત માટે યોગ્ય નથી.

આ પણ વાંચો: આત્મનિર્ભર ભારત તરફ અગ્રેસર OYE Kids, બાળકોનું ખાસ એજ્યુટેઈનમેન્ટ પ્લેટફોર્મ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati