IPL Auction 2021: વિહારી, ફિંચ, જેસન રોય ઉપર ના લાગી શકી બોલી, ફિંચ 1 અને રોય 2 કરોડની બેઝ પ્રાઇઝ

આજે ચેન્નાઇમાં આઇપીએલ ની 14 મી સિઝન માટે ઓકશન યોજવામાં આવ્યું છે. દેશ અને વિદેશના ક્રિકેટરો આઇપીએલમાં રમવા માટે આતુર છે. આ દરમ્યાન અનેક ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થવા લાગ્યો છે, તો કેટલાક ખેલાડીઓએ નિરાશ થવુ પડ્યુ છે.

IPL Auction 2021: વિહારી, ફિંચ, જેસન રોય ઉપર ના લાગી શકી બોલી, ફિંચ 1 અને રોય 2 કરોડની બેઝ પ્રાઇઝ
આરોન ફિંચ અત્યાર સુધી રમાયેલી આઇપીએલમાં તમામ ટીમો તરફથી રમનાર ખેલાડી છે.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 19, 2021 | 1:24 PM

આજે ચેન્નાઇમાં આઇપીએલ ની 14 મી સિઝન માટે ઓકશન યોજવામાં આવ્યું છે. દેશ અને વિદેશના ક્રિકેટરો આઇપીએલમાં રમવા માટે આતુર છે. આ દરમ્યાન અનેક ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થવા લાગ્યો છે, તો કેટલાક ખેલાડીઓએ નિરાશ થવુ પડ્યુ છે. આવી જ નિરાશા શરુઆતમાં ઇંગ્લેંડના તોફાની ઓપનર પર જેસન રોય (Jason Roy) અને ઓસ્ટ્રેલીયાના T20 કેપ્ટન આરોન ફિંચને (Aaron Finch) એક પણ ટીમ એ બોલી બોલી નહોતી. જેસન રોયની બેઝ પ્રાઇઝ 2 કરોડ હતી. જ્યારે આરોન ફિંચ એક કરોડ રુપિયા બેઝ પ્રાઇઝ હતી. હનુમા વિહારી પણ અનસોલ્ડ રહ્યો છે.

આરોન ફિંચ અત્યાર સુધી રમાયેલી આઇપીએલમાં તમામ ટીમો તરફથી રમનાર ખેલાડી છે. ગત સિઝનમાં તે રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) તરફ થી મેદાન પર ઉતરીને એરોન ફિંચે આ એક અદભૂત રેકોર્ડ બનાવ્યો હતો. જેસન રોય પણ દિલ્હી કેપિટલ્સ સાથે આ અગાઉ રમી ચુક્યો છે. જોકે તેને આ વખતે ઓકશનની શરુઆતમાં કોઇ ખરિદદાર નહોતો મળ્યો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">