IPL Auction 2021: કરોડો રૂપિયાની બોલી લાગે છે, જાણો કેટલો ટેક્સ કાપવામાં આવે છે?

IPL 2021ની સિઝન માટે ખેલાડીઓની હરાજી કરવામાં આવી રહી છે. એક-એક ખેલાડી પર કરોડો રૂપિયાની બોલી લગાવવામાં આવી રહી છે

IPL Auction 2021: કરોડો રૂપિયાની બોલી લાગે છે, જાણો કેટલો ટેક્સ કાપવામાં આવે છે?
Follow Us:
| Updated on: Feb 18, 2021 | 8:55 PM

IPL 2021ની સિઝન માટે ખેલાડીઓની હરાજી કરવામાં આવી રહી છે. એક-એક ખેલાડી પર કરોડો રૂપિયાની બોલી લગાવવામાં આવી રહી છે, ચેન્નાઈમાં દુનિયાભરના 298 ક્રિકેટર્સ પર તમામ 8 ફ્રેન્ચાઈઝી બોલી લગાવી રહી છે. અત્યાર સુધી ઘણા ખેલાડીઓને 5 કરોડથી વધારેની રકમ પર ખરીદવામાં આવ્યા છે તો ઘણા ખેલાડી હજુ સુધી અનસોલ્ડ રહ્યા છે.

જો હરાજીની વાત કરીએ તો ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઈન અલીને ચેન્નાઈ સુપર કિંગ્સે 7 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ત્યારે રિચર્ડસનને 14 કરોડ રૂપિયામાં પંજાબે અને ક્રિસ મોરિસને 16.25 કરોડમાં રાજસ્થાન રોયલ્સે ખરીદ્યો છે.  ત્યારે કેદાર જાધવ, હરભજનસિંહ જેવા ખેલાડીઓ પર કોઈને બોલી લગાવી નથી પણ શું તમે જાણો છે કે ક્રિકેટર્સ પર ભલે કરોડો રૂપિયાની બોલી લગાવવામાં આવી હોય પણ તેમને બોલી લગાવ્યા હોય એટલા પૈસા મળતા નથી. તેમને પણ અન્ય લોકોની જેમ ટેક્સ આપવો પડે છે. એટલે કે ઓક્શન પછી મળનારા પૈસામાં TDS કાપવામાં આવે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

ભારતીય ખેલાડીઓને કેટલો ટેક્સ?

તમને જણાવી દઈએ કે ઓક્શન થાય છે તો ભારતીય ખેલાડીઓને ઓક્શન તરીકે જેટલા પણ રૂપિયા મળે છે, તેમાં TDSનો ચાર્જ પણ કપાય છે. ભારતીય ખેલાડીઓને જેટલું પણ પેમેન્ટ મળે છે, તેનું 10 ટકા TDS કપાય છે. ત્યારબાદ તેમને ITR ફાઈલ કરવાનું હોય છે અને તેમાં ઈન્કમ અને ખર્ચાનો હિસાબ હોય છે, તે પછીની કમાણી પર ટેક્સ આપવો પડે છે. નેટ ઈન્કમ પછી પણ તેમાં ટેક્સ આપવો પડી શકે છે. TDSની ગણતરી માત્ર ઓક્શન મનીના આધાર પર હોય છે.

નિષ્ણાંતના જણાવ્યા મુજબ ટેક્સ કાપ્યા બાદ કેટલા પૈસા મળે છે તે કહેવું થોડુ મુશ્કેલ છે. ઓક્શન એક બેઝ પ્રાઈઝ હોય છે, ત્યારબાદ કંપનીઓના ખેલાડીઓને અલગ-અલગ કોન્ટ્રાક્ટ હોય છે. તે કોન્ટ્રાક્ટના આધાર પર તેમને પૈસા મળે છે અને ત્યારબાદ તેમની આવક અને ખર્ચાને લઈ ટેક્સની ગણતરી કરવામાં આવી શકે છે, સામાન્ય રીતે તેમની ઓક્શન પ્રાઈઝથી 10 ટકા TDS કાપવામાં આવે છે.

વિદેશી ખેલાડીઓને કેટલો ટેક્સ?

ત્યારે વિદેશ ખેલાડીઓને ભારતમાં મળનારી આવકનો 20 ટકા TDS આપવાનો હોય છે, ત્યારે વિદેશી ખેલાડીઓને TDS સિવાય અન્ય કોઈપણ ટેક્સ આપવાનો હોતો નથી. જો તેમને ભારતમાં કોઈ વધુ કમાણી નથી કરી તો તેમને કોઈ પ્રકારનો ટેક્સ ચૂકવવાનો રહેતો નથી. તેમને ભારતમાં કરેલી કમાણી પર જ ટેક્સ આપવાનો હોય છે. તેમને ITR ભરવાની પણ કોઈ જરૂર રહેતી નથી. આ ખેલાડીઓને પૈસા પણ અલગ અલગ રીતે મળે છે.

તેમાં જો કોઈ ખેલાડી પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં નથી આવતો તો તેમને અલગ રીતે પૈસા મળે છે. આ ખેલાડીઓની સાથે થતાં કોન્ટ્રાક્ટ પર નિર્ભર કરે છે. ત્યારે જો કોઈ ખેલાડી IPL રમવા માટે હાજર નથી હોતો તો તેમની ફી કાપી લેવામાં આવે છે, સીધા શબ્દોમાં કહેવામાં આવે તો ખેલાડીઓની હરાજી પછી પણ તેમને કોન્ટ્રાક્ટના આધાર પર પૈસા મળે છે.

આ પણ વાંચો: IPL Auction 2021: ટેમ્પોચાલકના પુત્રની બોલબાલા, Chetanને રાજસ્થાન રોયલ્સે 1.2 કરોડમાં ખરીદ્યો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">