IPL Auction 2021: હરભજન સિંહનુ સ્વપ્ન રોળાયુ, કોઇ ખરીદદાર ના મળ્યો, 2 કરોડ હતી બેઝ પ્રાઇઝ

IPL Auction 2021: આઇપીએલ (IPL Auction) ની આગામી સિઝન માટે ચેન્નાઇમાં મીની ઓકશન યોજાઇ રહી છે. હરભજન સિંહ (Harbhajan Singh) ને આમ તો આઇપીએલમાં રમવા માટે અનેક આશાઓ હતી. 40 વર્ષીય હરભજન આ અગાઉ ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) સાથે હતો. પરંતુ ગત જાન્યુઆરી માસ દરમ્યાન તેણે ચેન્નાઇ સાથેથી સંબંધ તોડ્યાની ટ્વીટ કરીને જાણકારી આપી હતી.

IPL Auction 2021: હરભજન સિંહનુ સ્વપ્ન રોળાયુ, કોઇ ખરીદદાર ના મળ્યો, 2 કરોડ હતી બેઝ પ્રાઇઝ
Harbhajan Singh
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 18, 2021 | 5:37 PM

IPL Auction 2021: આઇપીએલ (IPL Auction) ની આગામી સિઝન માટે ચેન્નાઇમાં મીની ઓકશન યોજાઇ રહી છે. હરભજન સિંહ (Harbhajan Singh) ને આમ તો આઇપીએલમાં રમવા માટે અનેક આશાઓ હતી. 40 વર્ષીય હરભજન આ અગાઉ ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) સાથે હતો. પરંતુ ગત જાન્યુઆરી માસ દરમ્યાન તેણે ચેન્નાઇ સાથે સંબંધ તોડ્યાની ટ્વીટ કરીને જાણકારી આપી હતી. 2 કરોડની બેઝ પ્રાઇઝ સાથે આઇપીએલ ઓકશનમાં રજીસ્ટ્રેશન કરાવી ચુક્યો હતો. તેના માટે મનાતુ હતુ કે તે હવે ચેન્નાઇનો સાથ છોડી તેની અંતિમ સિઝનને પંજાબ કિંગ્સ સાથે રમશે.

પોતાની કેરિયરમાં ત્રીજી વાર ઓકશન (IPL Auction) માં હિસ્સો થઇ રહ્યો છે. હરભજન સિંહ 2008 થી લઇને 2017 સુધી આઇપીએલમાં મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) નો હિસ્સો રહ્યો હતો. પાછળના ત્રણ વર્ષ થી તે ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) સાથે જોડાયેલો રહ્યો હતો. 40 વર્ષીય આ બોલર પાછળના વર્ષે યુએઇ માં આઇપીએલની 13 મી સિઝન થી દુર રહ્યો હતો. તેણે તે વખતે વ્યક્તિગત કારણોસર હટી જવાનો નિર્ણય દર્શાવ્યો હતો. હરભજને આઇપીએલમાં અત્યાર સુધીમાં 150 વિકેટ ઝડપી છે. આઇપીએલ ઇતિહાસમાં ભજ્જી સૌથી વધુ વિકેટ ઝડપવાની યાદીમાં પાંચમો ખેલાડી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">