IPL 2022 Orange Cap: હાર્દિક પંડ્યાએ કેપ્ટનશીપની ઇનિંગ રમી તો કેએલ રાહુલને નુકસાન થયું, જાણો ઓરેન્જ કેપમાં કોણ આગળ છે

કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમાયેલી મેચમાં હાર્દિક પંડ્યા (Hardik Pandya)એ શાનદાર અડધી સદી ફટકારીને પોતાની ટીમ ગુજરાત ટાઈટન્સને જીત અપાવી હતી. આનાથી તેને IPL ઓરેન્જ કેપ ( IPL Orange Cap)ની યાદીમાં પણ ફાયદો થયો છે.

IPL 2022 Orange Cap: હાર્દિક પંડ્યાએ કેપ્ટનશીપની ઇનિંગ રમી તો કેએલ રાહુલને નુકસાન થયું, જાણો ઓરેન્જ કેપમાં કોણ આગળ છે
હાર્દિક પંડ્યાએ કેપ્ટનશીપની ઇનિંગ રમી તો કેએલ રાહુલને નુકસાન થયુંImage Credit source: IPL
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2022 | 8:41 AM

IPL 2022 Orange Cap: IPL 2022માં બે નવી ટીમ આવી છે. આમાંથી એક ગુજરાત ટાઇટન્સ છે. આ ટીમે વર્તમાન સિઝનમાં હંગામો મચાવ્યો છે. ટીમ અત્યારે પોઈન્ટ ટેબલમાં નંબર વન પર છે. તેણે સાત મેચ રમી છે અને છમાં જીત મેળવી છે જ્યારે તે માત્ર એક મેચ હારી છે. શનિવાર આઈપીએલમાં ડબલ હેડરનો દિવસ હતો. ગુજરાતની સામે કોલકાતા નાઈટ રાઈડર્સ હતું. આ મેચમાં ગુજરાતનો આઠ રને વિજય થયો હતો. ટીમની આ જીતમાં કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) ચમક્યો હતો. પંડ્યાએ કોલકાતા સામે 67 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં પંડ્યાએ 49 બોલનો સામનો કર્યો અને ચાર ચોગ્ગા ઉપરાંત બે છગ્ગા ફટકાર્યા. આ ઇનિંગ બાદ પંડ્યા ઓરેન્જ કેપ (IPL Orange Cap) ની યાદીમાં ટોપ-5માં પ્રવેશી ગયો છે. અગાઉ તે ટોપ-10માં પણ નહોતો.

પંડ્યા હવે આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં બીજા ક્રમે આવી ગયો છે. તેણે બીજી નવી ટીમ લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલની જગ્યાએ બીજા સ્થાન પર આવ્યા છે. પંડ્યાના હવે છ મેચમાં 295 રન છે. અત્યાર સુધીમાં તેના બેટમાંથી ત્રણ અડધી સદી ફટકારી છે. જો કે રાજસ્થાન રોયલ્સના જોસ બટલર હજુ પણ નંબર વન પર બિરાજમાન છે. તેની આસપાસ હજુ સુધી કોઈ બેટ્સમેન નથી. બટલરના સાત મેચોમાં 491 રન છે જેમાં ત્રણ સદી અને બે અર્ધસદી સામેલ છે. કેએલ રાહુલ ત્રીજા સ્થાને છે. સાત મેચમાં તેના 265 રન છે.

શ્રેયસ દુબેને પાછળ છોડી દીધો

ચેન્નાઈ સુપર કિંગ્સના યુવા બેટ્સમેન શિવ દુબેને કોલકાતાના કેપ્ટન શ્રેયસ અય્યરે પાછળ રાખ્યો છે. ગઈકાલ સુધી દુબે ટોપ-5માં હતો પરંતુ પંડ્યાના આગમન બાદ તેને બહાર જવું પડ્યું અને શ્રેયસે તેને વધુ એક સ્થાને નીચે ધકેલી દીધો. દુબેના સાત મેચમાં 239 રન છે અને તે સાતમા નંબર પર છે. શ્રેયસના હવે આઠ મેચમાં 248 રન છે. તે છઠ્ઠા સ્થાને છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

IPL 2022 Orange Cap list

  1. જોસ બટલર -491
  2. હાર્દિક પંડ્યા -295
  3. કેએલ રાહુલ- 265
  4. ફાફ ડુ પ્લેસિસ- 255
  5. પૃથ્વી શૉ- 254

અભિષેક શર્માને ફાયદો થયો

દિવસની બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થયો હતો. આરસીબીનો કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ માત્ર પાંચ રન બનાવી શક્યો હતો, જોકે તે ટોપ-5માં તેનું સ્થાન લઈ શક્યો ન હતો. તે માત્ર એક સ્થાન નીચે આવ્યો. ડુ પ્લેસિસ હવે ચોથા સ્થાને છે. તેના હવે આઠ મેચમાં 255 રન છે. પૃથ્વી શૉ પાંચમા નંબર પર છે. શૉના સાત મેચમાં 254 રન છે. હૈદરાબાદે આરસીબીને નવ વિકેટે હરાવ્યું. આ જીતમાં હૈદરાબાદના યુવા બેટ્સમેન અભિષેક શર્માનું બેટ જોરદાર ચાલ્યું હતું. તેણે 28 બોલમાં 47 રનની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગમાં તેણે આઠ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. અભિષેક હવે 15મા નંબરે પહોંચી ગયો છે. તેણે સાત મેચમાં 220 રન બનાવ્યા છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો :

રાણા કપૂરનો આક્ષેપ, પ્રિયંકા ગાંધી પાસેથી 2 કરોડમાં પેઈન્ટિંગ ખરીદવા કરાયુ હતુ દબાણ, એ રૂપિયામાંથી સોનિયા ગાંધીની વિદેશમાં કરાઈ સારવાર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">