IPL 2022 ફાઈનલ જોવા માટે આવી શકે છે અમિત શાહ, 6000 સુરક્ષા જવાનો તૈનાત સ્ટેડિયમ છાવણીમાં ફેરવાયું

IPL 2022 Final: મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમિત શાહ સ્ટેડિયમમાં હાજર રહેવાના સમાચાર છે. પરંતુ પીએમ મોદીની હાજરી પર શંકા યથાવત છે. IPL 2022ની ફાઇનલ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ (GT ​​vs RR) વચ્ચે રાત્રે 8 વાગ્યે રમાશે.

IPL 2022 ફાઈનલ જોવા માટે આવી શકે છે અમિત શાહ,  6000 સુરક્ષા જવાનો તૈનાત સ્ટેડિયમ છાવણીમાં ફેરવાયું
IPL 2022 ફાઈનલ જોવા માટે આવી શકે છે અમિત શાહ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2022 | 3:52 PM

IPL 2022 ની સફર આજે પૂરી થવા જઈ રહી છે. પરંતુ, અંત પહેલા રમાનારી ફાઈનલને લઈને ચાહકોમાં ઉત્સાહ વધ્યો છે. અમદાવાદના સ્ટેડિયમનું વાતાવરણ બદલાઈ ગયું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. કારણ છે ફાઈનલ જોવા અમદાવાદ (Ahmedabad) પહોંચેલા મુખ્ય મહેમાન. મેચ દરમિયાન સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં બોલિવૂડ અને હોલીવુડના કેટલાક સ્ટાર્સની હાજરીના સમાચાર છે. પરંતુ આ બધાની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમિત શાહ (Amit Shah) સ્ટેડિયમમાં હાજર રહેવાના ચોક્કસ સમાચાર છે. પરંતુ પીએમ મોદીની હાજરી પર શંકા યથાવત છે.

અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવનું નિવેદન અંગે ઈન્ડિયન એક્સપ્રેસે લખ્યું કે, “અમદાવાદ શહેરમાં 6000 સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે, જેમાં 5000 કોન્સ્ટેબલ છે જ્યારે 1000 હોમગાર્ડ છે. આ સિવાય 17 ડીસીપી, 4 ડીઆઈજી, 28 એસીપી, 51 પોલીસ ઈન્સ્પેક્ટર અને 268 સબ ઈન્સ્પેક્ટર તૈનાત કરવામાં આવ્યા છે.

અમિત શાહ IPL 2022 ફાઈનલ મેચ જોઈ શકે છે

28 મેના રોજ અમિત શાહ ગુજરાતમાં હતા, જ્યાં તેમણે તમામ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. રિપોર્ટ અનુસાર, IPL 2022ની ફાઈનલ દરમિયાન સ્ટેડિયમમાં ઘણા VVIPની સાથે 2 મોટા મંત્રીઓ અને બોલિવૂડ સ્ટાર્સની હાજરીના સમાચાર છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

રાજસ્થાન લીગનું પ્રથમ ચેમ્પિયન બન્યું

IPL 2022 ની હાઈ વોલ્ટેજ ફાઈનલ મેચમાં રવિવારે ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) અને રાજસ્થાન રોયલ્સ આમને-સામને થશે. સંજુ સેમસનની કેપ્ટન્સીમાં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ની ટીમ 2008 બાદ પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી છે. તે સમયે ટીમના કેપ્ટન શેન વોર્ન હતા અને રાજસ્થાન લીગનું પ્રથમ ચેમ્પિયન બન્યું હતું.

બીજી તરફ, ગુજરાત ટાઇટન્સની ટીમ પ્રથમ વખત આ લીગની બની છે. તેની પ્રથમ સિઝનમાં તેણે ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બે વર્ષની રાહ જોયા બાદ ભારતમાં આખી સીઝનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં, ચાહકો આ માટે ખૂબ જ ઉત્સાહિત છે. BCCI એ ચાહકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી પણ આપી છે, જેના કારણે દરેક મેચમાં સ્ટેન્ડ ખીચોખીચ ભરેલા જોવા મળે છે અને આ જ આઈપીએલની વાસ્તવિક સુંદરતા છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">