IPL 2021: આજે કોનો વિજય રથ અટકશે, વિરાટ કોહલી કે એમએસ ધોનીનો, બંને સળંગ મેચ જીતી આગળ વધી રહ્યા છે

IPL 2021 માં આજે ફરી એકવાર ડબલ હેડર મેચ નો દિવસ છે. આજે સુપર સંડે માં એક જ દિવસમાં આઇપીએલ ની બે ડબલ ડોઝ મેચ જોવા મળશે. જેમં પ્રથમ મેચ આજે ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royals Challenger Banglore) વચ્ચે રમાનારી છે.

IPL 2021: આજે કોનો વિજય રથ અટકશે, વિરાટ કોહલી કે એમએસ ધોનીનો, બંને સળંગ મેચ જીતી આગળ વધી રહ્યા છે
Bangalore vs Chennai
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 25, 2021 | 12:05 PM

IPL 2021 માં આજે ફરી એકવાર ડબલ હેડર મેચ નો દિવસ છે. આજે સુપર સંડે માં એક જ દિવસમાં આઇપીએલ ની બે ડબલ ડોઝ મેચ જોવા મળશે. જેમં પ્રથમ મેચ આજે ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royals Challenger Banglore) વચ્ચે રમાનારી છે.

જોકે સૌની નજર આ મેચમાં એમએસ ધોની અને વિરાટ કોહલી (Virat Kohli) પર જ રહેશે. કારણ કે, આજે એમએસ ધોની (MS Dhoni)એ કરતા જોઇ શકાશે જે અત્યાર સુધી આ સિઝનમાં જોવા નહી મળ્યુ હોય. આજે ધોની વિરાટ કોહલીને હરાવી પણ શકે છે અને પાડી પણ શકે છે. મતલબ એક તીર થી વિરાટ પર ધોની આજે બે નિશાન સાધી ને તેને મોટો ઝટકો આપવાના પ્રયાસમાં જોઇ શકાશે. બંને ટીમો વચ્ચે આજે રવિવારની પ્રથમ મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાનાર છે.

એનુ કારણ એ પણ છે કે, હકીકતમાં આ સિઝન વિરાટ કોહલીની ટીમ અત્યાર સુધી હારી નથી. આરસીબીએ સિઝનમાં રમેલી પોતાની તમામ ચારેય મેચમાં જીત હાંસલ કરી છે. આમ કરીને તે પોઇન્ટ ટેબલમાં ટોપ પર છે. તો બીજી તરફ ચેન્નાઇ સુપર કિંગ્સ પણ જીતની હેટ્રીક લગાવી ચુકી છે. પ્રથમ ચાર મેચમાં ફક્ત પ્રથમ મેચ હારવા બાદ તેણે આગળની ત્રણેય મેચ જીતી લીધી છે. જેને લઇને ચેન્નાઇ પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાન પર ની ટીમ છે.

ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત

સિઝનમાં વિરાટ સાથે પહેલી વાર ઘટી શકે છે ઘટના વિરાટ કોહલી હોય કે પછી મહેન્દ્રસિંહ ધોની, બંનેની ગાડી જીતના માર્ગે ચાલી રહી છે. જોકે આજે બંનેમાંથી એક એ તો હારવાનુ છે. ધોનીએ લાગલગાટ ચોથી મેચ જીતવા થી અટકવાનુ છે અથવા કોહલી એ પાંચમી સળંગ મેચ જીતવા થી અટકવાનુ છે એ નક્કિ છે. આંકડાના હિસાબ થી જોવામાં આવે તો, ધોનીનુ પલડુ ભારે જોવા મળી રહ્યુ છે. એ પણ થોડુ નહી પણ વધારે. મતલબ પ્રથમ 4 મેચોમાં બેંગ્લોરની સાથે સિઝનમાં નથી થયુ એ આજે પહેલી વાર થઇ શકે છે.

વિરાટ થી જીતના મામલે ખૂબ આગળ છે ધોની ધોની આજે વિરાટ કોહલીના લગાતાર 4 મેચ થી ચાલી રહેલા વિજય અભિયાનને રોકીને તેને હરાવી પણ શકે છે. આવુ કરવા થી કોહલીની ટીમ પોઇન્ટ ટેબલમાં ટોપનુ સ્થાન ગુમાવી શકે છે. આઇપીએલની પિચ પર 28 મી વખત આજે બંને ટીમો એક બીજાની સામે ટકરાશે. આ પહેલા રમાયેલી બંને વચ્ચેની 27 મેચમાં 17 વખત ચેન્નાઇની જીત થઇ છે. જ્યારે ફક્ત 9 મેચમાં જ બેંગ્લોરની જીત થઇ હતી. બંને ટીમો વચ્ચે જીતનો આ ફર્ક જ આજની મેચમાં મોટુ અંતર પેદા કરતા જોઇ શકાય છે.

આજે ધોની અને કોહલીની કેપ્ટનશીપ વચ્ચેની ટક્કર જ્યાં સુધી બંને ટીમોની વાત છે, તો ચેન્નાઇ સુપર કિંગ્સની સૌથી મોટી તાકાત તેના કેપ્ટન છે. ધોની પોતાની સૂઝબુઝ ભરી કેપ્ટનશીપ વડે મેચના પાસાને પલટવાની ક્ષમતા ધરાવે છે. વિરાટ કોહલી માટે સારી વાત એ છે કે, તેના ટોપ ઓર્ડર બેટ્સમેનો જબરદસ્ત ફોર્મ ધરાવે છે. જેને રોકવા માટે આજે ધોની કમરકસતો જોઇ શકાશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">