IPL 2021: રોહિત શર્માની ઇજાને લઇને આવ્યુ અપડેટ, દિલ્હી સામે ઇજાને લઇ ફિલ્ડીંગથી દુર રહ્યો હતો રોહિત

IPL 2021 ની મંગળવારે રમાયેલી દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians vs Delhi Capitals) વચ્ચેની મેચ ને દિલ્હીએ 6 વિકેટે જીતી લીધી હતી. રોહિત શર્મા (Rohit Sharma) દિલ્હી કેપિટલ્સની બેટીંગ ઇનીંગ દરમ્યાન લાંબો સમય સુધી મેદાનની બહાર રહ્યો હતો.

IPL 2021: રોહિત શર્માની ઇજાને લઇને આવ્યુ અપડેટ, દિલ્હી સામે ઇજાને લઇ ફિલ્ડીંગથી દુર રહ્યો હતો રોહિત
Rohit Sharma
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 21, 2021 | 12:04 PM

IPL 2021 ની મંગળવારે રમાયેલી દિલ્હી કેપિટલ્સ અને મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians vs Delhi Capitals) વચ્ચેની મેચ ને દિલ્હીએ 6 વિકેટે જીતી લીધી હતી. રોહિત શર્મા (Rohit Sharma) દિલ્હી કેપિટલ્સની બેટીંગ ઇનીંગ દરમ્યાન લાંબો સમય સુધી મેદાનની બહાર રહ્યો હતો. કેપ્ટન રોહિત શર્માની ગેરહાજરી દરમ્યાન કિયરોન પોલાર્ડે (Kieron Pollard) ટીમની આગેવાની સંભાળી હતી. મેચ બાદ રોહિત શર્માનુ બહાર રહેવાનુ કારણ ઇજા દર્શાવવામાં આવ્યુ હતુ. જોકે તેની ઇજાને લઇને અપડેટ આપવામાં આવ્યુ હતુ કે, ચિંતાનુ કોઇ કારણ નથી. પાંચ વખત આઇપીએલ ટાઇટલ વિજેતા મુંબઇ આઇપીએલ ની સિઝન 14 ની ચાર માંથી બીજી વખત મેચ હાર્યુ છે. આમ ટીમ હવે ચાર પોઇન્ટ સાથે ચોથા નંબર પર છે.

રોહિત શર્માં મેચ બાદ ટીમની હારને લઇને કહ્યુ હતુ કે, અમને જે રીતે શરુઆત મળી હતી, મને લાગે છે કે, અમે વચ્ચેની ઓવરો દરમ્યાન સારી બેટીંગ કરી શક્યા હોત જે અમે ના કરી. અમે પાવર પ્લેમાં મળેલી શરુઆતનો ફાયદો ઉઠાવી શક્યા નહી. અમે એકવાર ફરી થી આમ કરવાાં નિષ્ફળ રહ્યા હતા. તેણે દિલ્હીના બોલરોને ક્રેડિટ આપતા કહ્યુ હતુ કે, અમાર પર દબાણ બનાવી રાખ્યુ અને વિકેટ મેળવતા રહ્યા. રોહિત શર્મા એ ઇજાને લઇને જાણકારી આપી હતી કે તેમની ઇજા સામાન્ય છે અને હવે બધુ ઠીક છે. રોહિત શર્મા ઇજાને લઇને લાંબો સમય ફિલ્ડીંગ થી દૂર રહ્યો હતો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મંગળવારે રમાયેલી મેચમાં ટોસ જીતીને મુંબઇ એ પ્રથમ વાર બેટીંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 137 રન બનાવ્યા હતા. મુંબઇ તરફ થી રોહિત શર્માએ સૌથી વધુ 33 રન ની ઇનીંગ રમી હતી. દિલ્હી તરફ થી અમિત મિશ્રાએ શાનદાર બોલીંગ પ્રદર્શન કરતા 24 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. મિશ્રા ઉપરાંત આવેશ ખાને બે અને લલિત યાદવ એ એક વિકેટ મેળવી હતી. પંતની આગેવાનીમાં દિલ્હી ની ટીમ 138 રન 19.1 ઓવરમાં જ કરી લીધા હતા. ઓપનર શિખર ધવને 45 રનની ઇનીંગ રમી હતી. સ્ટીવ સ્મિથ એ પણ 33 રન નુ યોગદાન આપ્યુ હતુ.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">