IPL 2021: અડધી સિઝનમાં પણ આ ત્રણ વિદેશી ખેલાડીઓ સુપર ફ્લોપ રહ્યા, પૂરને શૂન્યનો રેકોર્ડ સર્જયો

આઇપીએલ 2021 બાયોબબલ માં કોરોના સંક્રમણ ફેલાવાને લઇને ટુર્નામેન્ટને અધવચ્ચે જ સ્થગીત કરી દેવી પડી છે. જોકે હવે તેના ફરી થી આગળ વધવાને લઇને આયોજન અંગે હાલમાં કોઇ જ સ્પષ્ટતા નથી. તો તેને લઇને હવે ખેલાડીઓ ને પણ સ્વદેશ મોકલવા માટે ની વ્યવસ્થા હાલમાં ચાલી રહી છે.

IPL 2021: અડધી સિઝનમાં પણ આ ત્રણ વિદેશી ખેલાડીઓ સુપર ફ્લોપ રહ્યા, પૂરને શૂન્યનો રેકોર્ડ સર્જયો
Super flops foreign players
Avnish Goswami

| Edited By: Pinak Shukla

May 08, 2021 | 1:44 PM

આઇપીએલ 2021 બાયોબબલ માં કોરોના સંક્રમણ ફેલાવાને લઇને ટુર્નામેન્ટને અધવચ્ચે જ સ્થગીત કરી દેવી પડી છે. જોકે હવે તેના ફરી થી આગળ વધવાને લઇને આયોજન અંગે હાલમાં કોઇ જ સ્પષ્ટતા નથી. તો તેને લઇને હવે ખેલાડીઓ ને પણ સ્વદેશ મોકલવા માટે ની વ્યવસ્થા હાલમાં ચાલી રહી છે.

સિઝન સ્થગીત કરવા સુધીમાં 29 મેચ રમાઇ ચુકી હતી અને 31 મેચ રમવાની બાકી રહી છે. જોકે અડધી સિઝનમાં પણ એવા ધુંઆધાર બેટ્સમેનો પણ સામે આવ્યા છે કે, જેઓ નામ મોટા ધરાવે છે અને સિઝનમાં સુપર ફ્લોપ (Super Flop) રહ્યા છે. આવા ત્રણ ખેલાડીઓ સિઝનમાં સુપર ફ્લોપ રહ્યા છે.

સુપર ફ્લોપમાં સૌથી પહેલુ નામ જો કોઇ લેવામાં આવે તો, નિકોલસ પૂરન (Nicholas Pooran) છે, જે ફેન્સ માટે એપેક્ષા સામે નિરાશા જનક પ્રદર્શન તેણે સિઝનમાં દર્શાવ્યુ હતુ. આ ઉપરાંત સુનિલ નરેન (Sunil Narine) અને સ્ટીવ સ્મિથ (Steve Smith) પણ સુપર ફ્લોપમાં સામેલ થયા છે. તેઓ પણ તેમના નામ પ્રમાણે ની રમત સિઝનમાં દર્શાવી નથી.

નિકોલસ પૂરનઃ પંજાબ કિંગ્સનો આ સ્ફોટક ગણાતો બે્ટમેન જ્યારે ક્રિઝ પર હોય ત્યારે તેનો અંદાજ કંઇક અલગ જ જોવા મળતો રહેતો હતો. પરંતુ તે હાલમાં સિઝન 2021 માં જાણે કે ખાસ કંઇ જ ઉકાળી શક્યો નથી. તેણે 7 મેચમાં 4 વખત તો શૂન્ય રને જ પેવેલિયન પરત ફરવુ પડ્યુ છે. જે તેની આઇપીએલ કારકિર્દીની સૌથી શરમજનક સ્થિતી છે. તેના બેટ થી સિઝનમાં માત્ર 28 રન જ નિકળી શક્યા છે. આખરે 8મી મેચમાં એક સમયના મહત્વના આ બેટ્સમેનને ટીમ દ્રારા બહારનો રસ્તો દેખાડ્યો હતો અને ડેવિડ મલાનને સ્થાન તેની જગ્યાએ આપ્યુ હતુ.

સુનિલ નરેનઃ કલકત્તા નાઇટ રાઇડર્સ નો ઓલરાઉન્ડર ખેલાડીઓ એક સમયે ચાહકોને મઝા પાડી દેતી રમત રમતો હતો. બેટીંગ અને બોલીંગ બંને રીતે કમાલ કરનારા ખેલાડીનો જાદૂ આઇપીએલ ની 2021 સિઝનમાં સહેજ પણ ચાલ્યો નથી. સિઝનમાં તે 4 મેચોમાં બેટીંગ કરીને માત્ર 10 જ રન બનાવી શક્યો હતો. આ ઉપરાંત બોલીંગમાં એક સમયે ટીમમાં ખરા સમયે એક્કો સાબિત થનારો સુનિલ માત્ર 3 જ વિકેટ મેળવી શક્યો છે.

સ્ટીવ સ્મિથઃ ઓસ્ટ્રેલીયાનો આ ખેલાડી આઇપીએલ 2021 ની સિઝનમાં દિલ્હી કેપિટલ્સનો હિસ્સો રહ્યો છે. તેને દિલ્હી એ 2.20 કરોડમાં ખરિદ્યો હતો. જોકે તે સિઝનમાં 6 મેચ રમવા દરમ્યાન બેટીંગ દરમ્યાના રન શોધતો નજર આવ્યો હતો. આશા હતી કે શ્રેયસ ઐયરની ગેરહાજરીમાં સ્મિથ જવાબદાર બનશે અને અનુભવને આગળ કરશે. પરંતુ ઉલ્ટા નો તે ફ્લોપ લીસ્ટમાં સામેલ થઇ ગયો. દિલ્હી ની ટીમમાં ત્રીજા સ્થાને બેટીંગ કરતો સ્મિથ ફક્ત 104 રન જ કરી શક્યો છે અને તે પણ નબળા સ્ટ્રાઇક રેટ થી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati