IPL 2021 RRvsSRH: રાજસ્થાનના વિશાળ સ્કોર સામે હૈદરાબાદનો 55 રને પરાજય, મોરિસ અને રહેમાનની 3-3 વિકેટ

IPL 2021 RRvsSRH: રાજસ્થાનના વિશાળ સ્કોર સામે હૈદરાબાદનો 55 રને પરાજય, મોરિસ અને રહેમાનની 3-3 વિકેટ
Rajasthan vs Hyderabad

જોસ બટલરે (Jos Buttler)ધમાકેદાર શતક લગાવ્યુ હતુ, તેણે સંજૂ સેમસન (Sanju Samson) સાથે મળીને મોટી ભાગીદારી રમત રમી હતી. 20 ઓવરના અંતે રાજસ્થાને 3 વિકેટ ગુમાવીને 220 રન ખડક્યા હતા. જવાબમાં હૈદરાબાદે 8 વિકેટ ગુમાવીને 165 રન કર્યા હતા. આમ રાજસ્થાનનો 55 રને વિજય થયો હતો.

Avnish Goswami

| Edited By: Kunjan Shukal

May 02, 2021 | 7:28 PM

આઈપીએલ 2021ની આજે રવિવારે પ્રથમ મેચ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) વચ્ચે રમાઈ હતી. રાજસ્થાને હૈદરાબાદને હરાવીને મેચ જીતી લીધી હતી. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં સનરાઇઝર્સના નવા કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી.

જોસ બટલરે (Jos Buttler)ધમાકેદાર શતક લગાવ્યુ હતુ, તેણે સંજૂ સેમસન (Sanju Samson) સાથે મળીને મોટી ભાગીદારી રમત રમી હતી. 20 ઓવરના અંતે રાજસ્થાને 3 વિકેટ ગુમાવીને 220 રન ખડક્યા હતા. જવાબમાં હૈદરાબાદે 8 વિકેટ ગુમાવીને 165 રન કર્યા હતા. આમ રાજસ્થાનનો 55 રને વિજય થયો હતો.

સનરાઈઝર્સ હૈદરાબાદની બેટીંગ

વિશાળ સ્કોરનો પીછો કરતા પ્રથમ વિકેટની ભાગીદારી 57 રનની નોંધાવી હતી. મનિષ પાંડેએ 20 બોલમાં 31 રન કર્યા હતા. જોની બેયરિસ્ટોએ 21 બોલમાં 30 રન કર્યા હતા. કેન વિલિયમસન 20 રન કરીને આઉટ થયો હતો. વિજય શંકરે 8 રન કર્યા હતા. મંહમદ નબીએ 5 બોલમાં 17 રન કરી હતી. કેદાર જાદવે 19 રન કર્યા હતા. રાશિદ ખાને શૂન્ય રને આઉટ થયો હતો. અબ્દુલ સમદે 10 રન કર્યા હતા.

રાજસ્થાન રોયલ્સની બોલીંગ

મુસ્તફીઝુર રહેમાને 4 ઓવર કરીને 20 રન આપીને 3 વિકેટ ઝડપીને જબરદસ્ત પ્રદર્શન કર્યુ હતુ. કાર્તિક ત્યાગીએ 4 ઓવર કરીને 32 રન આપી એક વિકેટ ઝડપી હતી. ક્રિસ મોરિસે 4 ઓવર કરીને 29 રન આપી 3 વિકેટ મેળવી હતી. ચેતન સાકરિયાએ 4 ઓવર કરીને 37 રન આપ્યા હતા. રાહુલ તેવટીયાએ 4 ઓવર કરીને 45 રન આપીને એક વિકેટ ઝડપી હતી.

રાજસ્થાન રોયલ્સની બેટીંગ

ટોસ હારીને મેદાને આવેલ રાજસ્થાનની ટીમે શરુઆતમાં જ 17 રનના સ્કોર પર ઓપનર યશસ્વી જયસ્વાલની વિકેટ ગુમાવી હતી. જોકે ત્યારબાદ ઓપનર જોસ બટલર અને કેપ્ટન સંજૂ સેમસને સ્કોર બોર્ડને આગળ ધપાવ્યુ હતુ. જોસ બટલરે આક્રમકતા પૂર્વક બેટીંગ કરીને સારી શરુઆત કરાવી હતી.

બટલરે આઈપીએલમાં પ્રથમ શતક લગાવ્યુ હતુ. 56 બોલમાં જ તેણે સદી પુરી કરી હતી. 64 બોલમાં 124 રન કરીને બટલર આઉટ થયો હતો. સંજૂ સેમસન 48 રન 33 બોલમાં કરીને પેવેલિયન પરત ફર્યો હતો. તેણે 2 છગ્ગા અને 4 ચોગ્ગા લગાવ્યા હતા. રિયાન પરાગે 15 રન અને ડેવિડ મિલરે 7 રન કર્યા હતા.

સનરાઇઝર્સ હૈદરાબાદની બોલીંગ

કેન વિલિયમસન માટે આજે સિઝનની પ્રથમ કસોટી રુપ સ્થિતી હતી. બોલર્સ વિકેટ મેળવવા સંઘર્ષ કરતા રહ્યા હતા તો જોસ બટલરને નિયંત્રિત થઈ શકતો નહોતો. રાશિદ ખાને 4 ઓવરમાં 24 રન આપીને જયસ્વાલની વિકેટ ઝડપી હતી.

બીજી તરફ અન્ય બોલરો રન લુટાવતા જઈ રહ્યા હતા. ખલિલ અહેમદે 4 ઓવરમાં 41 રન આપ્યા હતા. વિજય શંકરે 3 ઓવર કરીને 42 રન આપી એક વિકેટ ઝડપી હતી. મહંમદ નબીએ એક ઓવર કરીને 21 રન ગુમાવ્યા હતા. સંદિપ શર્માએ 4 ઓવર કરીને 50 રન આપી બટલરની વિકેટ ઝડપી હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati