IPL 2021: ટુર્નામેન્ટનુ આયોજન આ સ્થળ પર હવે મુશ્કેલ બની શકે છે? કેમ થઇ શકે છે મુશ્કેલી જાણો કારણ

હાલમાં કોરોનાનો કહેર પુરા દેશમાં વર્તાઇ રહ્યો છે. લોકો અનેક પ્રકારે સારવાર મેળવવા મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. આ દરમ્યાન IPL ના બાયોબબલમાં રહેલા ખેલાડીઓ અને સ્ટાફ પણ કોરોના સંક્રમિત હોવાનુ જણાઇ આવ્યુ છે. જેને લઇને હવે આઇપીએલ ને દિલ્હીમાં આયોજીત કરવા પર પણ સંકટ તોળાઇ ગયુ છે.

IPL 2021: ટુર્નામેન્ટનુ આયોજન આ સ્થળ પર હવે મુશ્કેલ બની શકે છે? કેમ થઇ શકે છે મુશ્કેલી જાણો કારણ
IPL 2021
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 04, 2021 | 12:33 PM

હાલમાં કોરોનાનો કહેર પુરા દેશમાં વર્તાઇ રહ્યો છે. લોકો અનેક પ્રકારે સારવાર મેળવવા મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. આ દરમ્યાન IPL ના બાયોબબલમાં રહેલા ખેલાડીઓ અને સ્ટાફ પણ કોરોના સંક્રમિત હોવાનુ જણાઇ આવ્યુ છે. જેને લઇને હવે આઇપીએલ ને દિલ્હીમાં આયોજીત કરવા પર પણ સંકટ તોળાઇ ગયુ છે.

દિલ્હી હાઇકોર્ટ (Delhi High Court) માં એક વકિલ દ્રારા આઇપીએલ ના આયોજન સામે અરજી અરજી કરવામાં આવી છે. જેમાં દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ (Arun Jaitley Stadium) પર મેચ નહી રમાડવા અંગે માંગ કરવામાં આવી છે. તો વળી સ્ટેડિયમના ઉપયોગ ને લઇને પણ કોર્ટ સમક્ષ માંગ કરી છે કે, આઇપીએલની મેચના બદલે સ્ટેડિયમનો ઉપયોગ કોરોના સામેની લડાઇ માટે કરવામા આવે.

હાઇકોર્ટમાં આઇપીએલ 2021 વિરુદ્ધ અરજી એક વકિલ દ્રારા કરવામાં આવી છે. જેમણે કહ્યુ છે કે, આઇપીએલની મેચ એવા સમયે આયોજીત કરવામાં આવી રહી છે કે, જ્યારે શહેરમાં બેડ, ઓક્સીજન અને જરુરી દવાઓ સામે સંઘર્ષ ચાલી રહ્યો છે. લોકો પોતાના સ્વજનોને ગુમાવી રહ્યા છે.

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

અરજકર્તા વકિલે કહ્યુ છે કે, દિલ્હી માં આયોજન કરવામાં આવી રહેલી તમામ આઇપીએલ મેચ રદ કરી દેવી જોઇએ. મેચના સ્થાને સ્ટેડિયમમાં કોરોના સેન્ટર નિર્માણ કરવુ જોઇએ, જેના દ્રારા લોકોને સારવાર આપી શકાય. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ પર આઇપીએલ 2021 ની કેટલીક મેચો રમાડવામાં આવી છે, તો કેટલીક મેચ રમાનારી છે. દિલ્હીમાં કુલ 8 મેચ રમાનારી છે. જોકે વકિલે અરજ દરમ્યાન કહ્યુ લોકો હોસ્પીટલમાં બેડ ઉપલબ્ધ નહી હોવાને લઇને લોકો મરી રહ્યા છે. બીજી તરફ જે રિસોર્સઝ નો ઉપયોગ હાલમાં સારવાર માટે કરવો જોઇએ તેના સ્થાને ત્યાં આઇપીએલ યોજવામાં આવી રહી છે.

IPL 2021 ની અડધી સિઝન પૂર્ણ આઇપીએલ 2021 નો પ્રથમ તબક્કો પૂર્ણ થઇ ચુક્યો છે. જેમાં તમામ ટીમો ની ગૃપ સ્ટેજ ની અડધી મેચ રમાઇ ચુકી છે. જોકે બીજો તબક્કો શરુ થવાના પહેલા જ કલકત્તા નાઇટ રાઇડર્સ ની ટીમના 2 ખેલાડીઓ કોરોના સંક્રમીત જણાયા હતા. ત્યાર બાદ ચેન્નાઇ સુપર કિંગ્સના સપોર્ટ અને DDCA ના ગ્રાઉન્ડ સ્ટાફને કોરોના પોઝિટીવ જણતા પરિસ્થતી વિકટ બની હતી.

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">