IPL 2021: સૌથી મોંઘાદાટ ખેલાડીએ રાજસ્થાન રોયલ્સ સાથે જોડાતા જ કહ્યું, દબાણ તો છે જ

ઈન્ડીયન પ્રિમિયર લીગ (IPL 2021)ના ઓકશન દરમ્યાન સૌથી મોંઘા ખેલાડી રહેલા ક્રિસ મોરિસ (Chris Morris) રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)થી જોડાઈ ચુક્યો છે.

  • Avnish Goswami
  • Published On - 22:55 PM, 30 Mar 2021
IPL 2021: સૌથી મોંઘાદાટ ખેલાડીએ રાજસ્થાન રોયલ્સ સાથે જોડાતા જ કહ્યું, દબાણ તો છે જ
Chris Morris

ઈન્ડીયન પ્રિમિયર લીગ (IPL 2021)ના ઓકશન દરમ્યાન સૌથી મોંઘા ખેલાડી રહેલા ક્રિસ મોરિસ (Chris Morris) રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals)થી જોડાઈ ચુક્યો છે. તે ટીમના મુખ્ય ઝડપી બોલર તરીકે નિભાવવા તૈયાર છે. ક્રિસ મોરિસે કહ્યુ હતુ કે આગામી સિઝનમાં ઈજાગ્રસ્ત જોફ્રા આર્ચર (Jofra Archer)ની ગેરહાજરીમાં રાજસ્થાન રોયલ્સના ઝડપી બોલરની આગેવાની કરવાની જવાબદારી વધી જશે. ઝડપી બોલર આર્ચર હાલમાં જ ઈંગ્લેન્ડ (England)ના ભારત પ્રવાસ દરમ્યાન ઈજાને લઈને આઈપીએલના પ્રથમ હાફમાં રમી નહીં શકે, જે રાજસ્થાન માટે મોટા ઝટકા રુપ છે.

 

 

આર્ચરની ગેરહાજરીમાં ટીમમાં સામેલ થયેલા નવા ખેલાડી ક્રિસ મોરિસ ઝડપી બોલીંગની આગેવાની કરનાર છે. તેમણે વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ હતુ કે, હું આઈપીએલમાં જે ટીમ તરફથી રમ્યો છુ, તેમાં મારી ભૂમિકા નવા બોલ અને ડેથ ઓવરમાં બોલીંગ કરવાની રહી છે. જેમાં કોઈ બદલાવ થતો હોતો નથી. ટીમમાં હંમેશા ઝડપી બોલર તરીકે સહાયક ભૂમિકા પણ નિભાવી છે. જો બોલીંગ આક્રમણની આગેવાની કરીશ તો આ એક નવી ભૂમિકા નહીં હોય. જો હું સહાયકની ભૂમિકા નિભાવીશ તો પણ એ મારા માટે નવીનતા નહીં હોય. જોકે જ્યારે તમે આક્રમણની આગેવાની કરો છો, તેમાં થોડી જવાબદારી હોય છે. જોકે મેં જેમ કહ્યુ તેમ આ એક અલગ ચીજ નહીં હોય.

 

 

મોંઘાદાટ ખેલાડી હોવા અંગે બોલ્યા ક્રિસ મોરિસ

રાજસ્થાન રોયલ્સે ગયા મહિને દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડરને 16.25 કરોડ રુપિયામાં ખરીદવામાં આવ્યો હતો. આ પહેલા આઈપીએલ ઓકશનમાં ઈતિહાસમાં સૌથી વધારે રકમમાં વેચાનાર ખેલાડી બની ગયા હતા. જ્યારે મોંઘા ખેલાડી તરીકેના ટેગને લઈને થનારા દબાણને લઈને સવાલ પૂછવામાં આવતા કહ્યુ કે મને લાગે છે કે, આ એક સામાન્ય જ બાબત છે કે, જ્યારે પણ આવુ કંઈ હોય તો થોડુક તો દબાણ રહે છે. જો હું કહુ કે દબાણ નથી તો એ વાત જૂઠ હશે. જો કે વિતેલા સમયમાં હું ભાગ્યશાળી રહ્યો છુ કે, હું ખૂબ જ મોટી રકમમાં વેચાતો રહ્યો છુ. જોકે અંતમાં તમારે પ્રદર્શન કરવાનું રહે છે, ભલે આપ ગમે તેટલા રુપિયામાં ખરીદવામાં આવ્યા.

 

આ પણ વાંચો: IPL 2021: 90 મિનિટમાં પ્રત્યેક ઈનીંગ પૂરી કરવા ફોર્થ અંપાયરની ભૂમિકા મહત્વની રહેશે, BCCIની કડકાઈ