IPL 2021: bio bubbleમા રહેલા ખેલાડીઓ અને મેમ્બરને લગાવેલ ટ્રેકીંગ ડિવાઇસમાં જ હતા લોચા

મંગળવારે IPLની 14 મી સિઝનને સ્થગીત કરી દેવાનો નિર્ણય BCCI દ્રારા લેવામાં આવ્યો હતો. સોમવારે કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ના બે ખેલાડી અને મંગળવારે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ના બે ખેલાડીઓ કોરોના સંક્રમિત જણાયા બાદ BCCI એ આ નિર્ણય લીધો હતો.

IPL 2021: bio bubbleમા રહેલા ખેલાડીઓ અને મેમ્બરને લગાવેલ ટ્રેકીંગ ડિવાઇસમાં જ હતા લોચા
IPL
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 04, 2021 | 6:16 PM

મંગળવારે IPL ની 14 મી સિઝનને સ્થગીત કરી દેવાનો નિર્ણય BCCI દ્રારા લેવામાં આવ્યો હતો. સોમવારે કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ના બે ખેલાડી અને મંગળવારે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ના બે ખેલાડીઓ કોરોના સંક્રમિત જણાયા બાદ BCCI એ આ નિર્ણય લીધો હતો. સુરક્ષીત ગણાતા બાયોબબલમાં કોરોના સંક્રમણ ઘૂસવાને લઇને આ ચોંકાવનારી બાબત છે. તો સાથે જ બીસીસીઆઇ ની તૈયારીઓને લઇને પણ સવાલો પેદા થવા લાગ્યા છે.

BCCI એ ગત વર્ષે UAE માં ટુર્નામેન્ટનુ આયોજન કર્યુ હતુ. જે સમયે બાયોબબલમાં રહેલા ખેલાડીઓની ગતિવિધી ને ટ્રેક કરવા માટે GPS ડિવાઇસ (FOB) ફરજીયાત કરવામાં આવી હતી. જે ખેલાડીઓ પહેરવાની હતી. આ વખતે પણ આ જ પ્રકારેન બાયોબબલ હેઠળના તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સહીતના સભ્યોને માટે GPS ડીવાઇસ ફરજીયાત બનાવાઇ હતી. જોકે જાણકારી મુજબ આ ડિવાઇસ ખૂબ નિમ્ન કક્ષાની સાબિત થઇ રહી છે અને ફેન્ચાઇઝીઓની ફરીયાદ છે કે, એક થી બીજા સ્થાને જવા જેવી મુવમેન્ટ પણ યોગ્ય રીતે ટ્રેકીંગ નહોતી કરતી.

યોગ્ય રીતે ડેટા નહોતુ આપી રહ્યુ GPS ડીવાઇસ મિડીયા રિપોર્ટનુસાર રિસ્ટ બેન્ડ જેવી આ ડિવાઇસ બ્લુટૂથ દ્રારા મોબાઇલ ફોન સાથે એક એપથી જોડાયેલા રહેતી હતી. જેને લઇને કોઇ પણ ખેલાડી કે અન્ય કોઇ પણ સદસ્ય ક્યા જઇ રહ્યો છે, તેનો પૂરો રેકોર્ડ નોંધાતો રહેતો હતો. જેનો ઉપયોગ પણ એટલા માટે જ કરવામાં આવ્યો હતો કે, કોઇ પણ બાયોબબલ મેમ્બર બહાર નિકળેતો તેની તરત જાણકારી મળી જાય છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

બોર્ડ એ ચેન્નાઇ ની એક કંપની થી FOB ડિવાઇસ મેળવી હતી. જો કે તે ફેન્ચાઇઝીઓને પસંદ નહોતી આવી. તેને નિમ્નસ્તરની ગણાવી હતી. રિપોર્ટમાં એક ફેન્ચાઇઝી ના હવાલા થી જણાવાયુ છે કે, તે એક શહેર થી બીજા શહેરમાં પહોંચી ગયા હતા, પરંતુ ડીવાઇસમાં તેનો ડેટા નહોતો આવ્યો. તેમાં પાછળના શહેરની ગતિવિધીની જાણકારી રહી હતી. બીજા શહેરમાં જવા બાદ ડેટા તેમાં ટ્રેક નહોતો થઇ શક્યો. જાણકારી મુજબ, ડીવાઇસની બેટરી ખતમ થઇ ગઇ હતી અને તેને બદલવી પડી હતી.

BCCI ની તૈયારીઓ પર સવાલ ટ્રેકીંગ ડિવાઇસમાં આ પ્રકારની ક્ષતીઓ BCCI ની તૈયારીઓ પર સવાલો ઉભા કરે છે. એટલા માટે આશ્વર્ય કરવા વાળી બાબત છે, કે પાછળની સિઝનમાં આવી ડીવાઇસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે તેની કોઇ ફરિયાદ નહોતી વર્તાઇ. હાલમાં બીસીસીઆઇ ની મુશ્કેલીઓ વધી ચુકી છે, કારણ કે સિઝન સ્થગિત થવાને લઇને હવે તેને પુરી કરવી ખૂબ મુશ્કેલ છે. હવે સતત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમાનારી છે અને આ વચ્ચે ટુર્નામેન્ટનુ આયોજન કરવુ ખૂબ જ મુશ્કેલ બની જશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">