IPL 2021: છેલ્લી ઘડીએ વિદેશી ખેલાડીઓ હટી જતા, અકળાયો ઇરફાન પઠાણ, કર્યો તીખો સવાલ

ઇન્ડીયન પ્રિમિયર લીગ (IPL) ની આગામી સિઝનને લઇને વિદેશી ખેલાડીઓના નામ પરત લેવાનો સીલસીલો શરુ થયો છે. ગુરુવારે ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) સાથે જોડાયેલા જોશ હેઝલવુડ (Josh Hazlewood) એ પોતાનુ નામ IPL 2021 સિઝનમાંથી હટાવી લીધુ હતુ.

IPL 2021: છેલ્લી ઘડીએ વિદેશી ખેલાડીઓ હટી જતા, અકળાયો ઇરફાન પઠાણ, કર્યો તીખો સવાલ
Irfan Pathan
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 02, 2021 | 9:24 AM

ઇન્ડીયન પ્રિમિયર લીગ (IPL) ની આગામી સિઝનને લઇને વિદેશી ખેલાડીઓના નામ પરત લેવાનો સીલસીલો શરુ થયો છે. ગુરુવારે ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) સાથે જોડાયેલા જોશ હેઝલવુડ (Josh Hazlewood) એ પોતાનુ નામ IPL 2021 સિઝનમાંથી હટાવી લીધુ હતુ. ક્રિકેટ વ્યસ્તતાને બહાને તેણે પોતાના નામને IPL થી અલગ કરી લીધુ હતુ. આ દરમ્યાન હવે ટીમ ઇન્ડીયા (Team India) ના પૂર્વ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણે (Irfan Pathan) ટુર્નામેન્ટમાંથી નામ પરત લેનારાઓને લઇને તીખા તેવર દર્શાવ્યા હતા.

તેમણે લખ્યુ હતુ કે, ખેલાડીઓના માનસિક થાકને હું સમજી શકુ છું. જોકે ટુર્નામેન્ટમાં આટલા નજીક આવ્યા બાદ નામ પરત લેવાનુ ? હાલમાં ઇરફાન પઠાણ કોરોના પોઝિટીવ હોવાને લઇને હોમ ક્વોરન્ટાઇન હેઠળ છે. આઇપીએલ 2021 માટે જોશ હેઝલવુડ એ ઓસ્ટ્ર્લીયાના અન્ય ખેલાડીઓ સાથે ભારત આવવા માટે રવાના થવાનુ હતુ, પરંતુ અંત સમયે જ તેણે પોતાનુ નામ પરત ખેંચી લીધુ હતુ. તેના સિવાય મિશેલ માર્શ (Mitchell Marsh) એ પણ પોતાનુ નામ પરત ખેંચ્યુ હતુ. આઇપીએલની શરુઆત 9 એપ્રિલે મુંબઇ ઇન્ડીયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) વચ્ચેની મેચ સાથે ચેન્નાઇમાં થનાર છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ફાઇનલ મેચ 30 મે એ રમાનારી છે. આઇપીએલ ની પાછળની સિઝન યુનાઇટેડ આરબ અમિરાત (UAE) માં રમાઇ હતી. જેમાં મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) આઇપીએલ ટાઇટલ પોતાના નામે કર્યુ હતુ. આ વર્ષે આઇપીએલ ભારતમાં જ આયોજીત કરવામાં આવી રહી છે. આઇપીએલમાં મોટાભાગના વિદેશી ક્રિકેટર પોત પોતાની ટીમ સાથે જોડાઇ ચુક્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">