IPL 2021: ખેલાડીઓમાં કેવો વર્તાઇ રહ્યો હતો ડર, બહાર આવવા લાગી એક બાદ એક બાયોબબલની અંદરની જાણકારી

IPL 2021: ખેલાડીઓમાં કેવો વર્તાઇ રહ્યો હતો ડર, બહાર આવવા લાગી એક બાદ એક બાયોબબલની અંદરની જાણકારી
Chennai Super Kings team

આઇપીએલ 2021 ના સુરક્ષીત બાયોબબલની અંદર કોરોના વારયસ (Corona virus) ના પ્રવેશને લઇને ટુર્નામેન્ટને અધવચ્ચે જ સ્થગીત કરી દેવી પડી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) તમામ ખેલાડીઓને વતન પરત મોકલી દીધા છે.

Avnish Goswami

| Edited By: Pinak Shukla

May 07, 2021 | 9:31 AM

આઇપીએલ 2021 ના સુરક્ષીત બાયોબબલની અંદર કોરોના વારયસ (Corona virus) ના પ્રવેશને લઇને ટુર્નામેન્ટને અધવચ્ચે જ સ્થગીત કરી દેવી પડી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) તમામ ખેલાડીઓને વતન પરત મોકલી દીધા છે. હવે IPL ની અધૂરી સિઝન ક્યારે ફરી શરુ થશે તે બાબતે કોઇ જ સ્પષ્ટતા નથી.

જોકે આ દરમ્યાન જે પરિસ્થિતીઓમાં સિઝન રમાડવામાં આવી હતી, અને ત્યાર બાદ ટુર્નામેન્ટના અંદર જ સંક્રમણ જણાયા તેને લઇને ખેલાડીઓમાં ડર વ્યાપ્યો હતો. એક રિપોર્ટમાં ખેલાડીઓને ટાંકતા કહેવાયુ છે કે, દરેક ખેલાડી બબલની બહાર વાયરસની ઘાતકતાને લઇને વાકેફ હતા. ખાસ કરીને વિદેશી ખેલાડીઓ તેને લઇ ડરેલા હતા.

9 એપ્રિલે ચેન્નાઇમાં શરુ થયેલ આ સિઝનમાં પહેલા જ કોરોના સંક્રમણના કેટલાક મામલા સામે આવ્યા હતા. જોકે ત્યાર બાદ 2 મે સુધી ટુર્નામેન્ટ વિના કોઇ મુશ્કેલીએ ચાલતી રહી હતી. આ દરમ્યાન દેશમાં સંક્રમણની બીજી લહેરે ખૂબ જ તબાહી મચાવી રાખી હતી. પ્રતિદીન 4 લાખ કેસ અને 3 હજાર થી વધુના મોતના આંકડા આવવા લાગ્યા હતા. આવામાં બાયોબબલમાં પણ 3 અને 4 મે ના રોજ કોરોના સંક્રમણ સામે આવવાને લઇને અચાનક જ ટુર્નામેન્ટને અધવચ્ચે રોકી દેવાઇ હતી.

UAE ના પ્રમાણમાં નબળા હતા બાયોબબલ હવે ટુર્નામેન્ટની બહાર નિકળવા બાદ બાયોબબલની અંદરની જાણકારીઓ પણ બહાર આવવા લાગી છે. સમાચાર સંસ્થા ના એક રિપોર્ટનુસાર સંક્રમણ આવવાને લઇને કેટલાક ખેલાડીઓમાં ડરનો માહોલ હતો. તો કેટલાક ભારતીય ખેલાડીઓએ હાલમાં જ સ્થગીત થયેલી લીગને પાછળની લીગના બબલ સામે નબળા ગણાવ્યા હતા.

ટુર્નામેન્ટનો હિસ્સો રહેલા કેટલાક ખેલાડીઓ એ આ અંગે વાત કરતા કહ્યુ હતુ કે, યુએઇના પ્રમાણમાં બબલ અહી સુરક્ષીત નહોતા. નામ નહી જણાવવાની શરતે કહી રહેલા એ ખેલાડીએ કહ્યુ હતુ, બોર્ડે પૂરી કોશિષ કરી હતી, જો કે બબલ તેટલો ચુસ્ત નહોતો.

તે ખેલાડીએ કહ્યુ હતુ કે, બીસીસીઆઇ અને ટીમોએ પોતાના તરફ થી પુરી કોશિષ કરી હતી. જોકે બાયોબબલ એટલો મજબૂત નહોતો. અહી તમે લોકોને આવતા જતા જોઇ શકતા હતા. ભલે તે અલગ અલગ માળ પર હોય. મેં કેટલાક લોકોને પુલ નો ઉપયોગ કરતા પણ જોયા હતા. અભ્યાસ કરવાની સુવિધા પણ દુર હતી.

કોરોના સંક્રમણને કારણે વધ્યો ડર, વિદેશી ખેલાડીઓ અસહજ સનરાઇઝર્સ હૈદરાબાદનો હિસ્સો રહેલા શ્રીવત્સ ગોસ્વામીએ કહ્યુ હતુ કે, કોઇ પણ ખેલાડી દ્રારા કોરોના એસઓપીના ઉલ્લંઘનની આશા નહોતી. જોકે સંક્રમણના બાદ ડર જરુર વધી ગયો હતો. ગોસ્વામીએ કહ્યુ હતુ કે, બબલની અંદર અમારી સારી દેખભાળ થઇ રહી હતી. કોઇ પણ ખેલાડી કે સહયોગી દ્રારા તેનુ ઉલ્લંઘન નહોતુ કર્યુ. જોકે હું એ વાત થી ઇન્કાર નહી કરુ કે વાયરસના બબલમાં પ્રવેશ બાદ દરેક લોકો અસહજ થઇ ગયા હતા. ખાસ કરીને વિદેશી ખેલાડી.

ગોસ્વામી એ કહ્યુ હતુ કે, બાયોબબલ થી દેશમાં જે પરિસ્થિતી હતી તેના થી કોઇ બેખબર નહોતુ. દરેકને તેના થી દુખ થઇ રહ્યુ હતુ. ગોસ્વામી મુજબ ખાસ કરીને વિદેશી ખેલાડી તેના અંગે ટ્વિટર પર વાંચીને ડરી ગયા હતા. ભારતીય ખેલાડી ના રુપે અમે તેમને સમજાવતા હતા કે, પરિસ્થિતી ઠીક થઇ જશે.

આઇપીએલ આયોજનને લઇને ખેલાડીઓમાં મતભેદ કોરોના વાયરસની સ્થિતી દરમ્યાન દેશમાં આઇપીએલ ના આયોજનને લઇને સતત આલોચના કરવામાં આવી રહી હતી. કેટલાક વિદેશી ખેલાડી સિઝનને અધવચ્ચે જ છોડીને પરત ફરી ગયા હતા. આ દરમ્યાન ઓસ્ટ્રેલીયાના એન્ડ્યુ ટાય એ તો સવાલ ઉઠાવ્યા હતા કે, આવી પરિસ્થિતી વચ્ચે ફેન્ચાઇઝી કેવી રીતે આયોજન પર આટલો ખર્ચ કરી શકે છે.

જોકે આઇપીએલ ના બબલમાં રહેલા જ ખેલાડીઓ વચ્ચે મતભેદ હતો. એક ખેલાડીએ ગોપનિયતાની શર્તે કહ્યુ હતુ કે, બહારની સ્થિતી પર ખેલાડીઓ અને સહયોગીઓના વિચાર એક સરખા નહોતા. કેચલાક ઇચ્છતા હતા કે આઇપીએલ જારી રહે, તો કેટલાક ઇચ્છતા હતા તેને રોકી દેવામાં આવે. બબલમાં વાયરસ આવ્યા બાદ બધાને બેચેન થવા લાગ્યુ હતુ.

શુ કહ્યુ હતુ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ હાલમાં ટુર્નામેન્ટ રોકી દેવાયેલી છે. સાથે જ બીસીસીઆઇ ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી સ્પષ્ટ કરી ચુક્યા છે કે, તેમને ટુર્નામેન્ટના આયોજનને લઇને કંઇ પણ ખોટુ નથી જણાયુ. કારણ કે આયોડનના સમયે દેશમાં કોરોના ના પ્રમાણમાં ઘટાડો હતો. સાથે કહ્યુ હતુ કે, બાયોબબલ નુ ઉલ્લંઘન નહોતુ થયુ અને તે ચુસ્ત બબલ હતો. દરેકની માફક ગાંગુલીએ પણ એ વાત પર અજ્ઞાનતા જાહેર કરી હતી કે, બબલની અંદર સંક્રમણ કેવી રીતે આવ્યુ.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati