IPL 2021 DC vs CSK: દિલ્હી કેપિટલ્સે CSKને રોમાંચક મેચમાં હરાવ્યું, પંતની પલટન ટોચ પર પહોંચી

ટોપ ઓર્ડરની નિષ્ફળતા બાદ રાયડુએ અણનમ 55 અને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 18 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા દિલ્હીએ પણ ટૂંક સમયમાં પૃથ્વી શો અને શ્રેયસ અય્યરની વિકેટ ગુમાવી દીધી હતી.

IPL 2021 DC vs CSK: દિલ્હી કેપિટલ્સે CSKને રોમાંચક મેચમાં હરાવ્યું, પંતની પલટન ટોચ પર પહોંચી
MS Dhoni And Rishabh Pant
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2021 | 11:22 PM

IPL 2021 : આજે આઈપીએલ 2021 (IPL 2021) સીઝનની 50મી મેચ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ (Dubai International Stadium)માં રમાઈ હતી આ મેચમાં દિલ્હી(Delhi Capitals)એ પ્રથમ બોલિંગ કરી હતી અને ચેન્નાઈને માત્ર 136 રનના સ્કોર સુધી મર્યાદિત રાખ્યું હતું.

ચેન્નાઈએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 136 રન બનાવ્યા હતા. 20મી ઓવરમાં આવેલા અવેશ ખાને જબરદસ્ત બોલિંગ કરી અને માત્ર 4 રન આપીને વિકેટ લીધી અને છેલ્લી ઓવરમાં ચેન્નાઈ (Chennai Super Kings)ને કોઈ મોટો શોટ રમવા દીધો નહીં, જેની મદદથી ચેન્નઈની ટીમ સરેરાશ સ્કોર પણ ઉભી કરી શકી નહીં.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021)ની 50મી મેચમાં દિલ્હી કેપિટલ્સે ચેન્નઈ સુપર કિંગ્સને 3 વિકેટે હરાવી હતી. પ્રથમ બેટિંગ કરતા CSKએ 20 ઓવરમાં પાંચ વિકેટે 136 રન બનાવ્યા હતા, જે દિલ્હીની ટીમે 19.4 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને હાંસલ કરી હતી.

અંબાતી રાયડુની અડધી સદીની મદદથી ચેન્નાઈ સુપર કિંગ્સે 136 રનના સ્કોર સુધી પહોંચ્યો હતો. ટોપ ઓર્ડરની નિષ્ફળતા બાદ રાયડુએ અણનમ 55 અને કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ 18 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા દિલ્હીએ પણ ટૂંક સમયમાં પૃથ્વી શો અને શ્રેયસ અય્યરની વિકેટ ગુમાવી દીધી હતી, જ્યારે કેપ્ટન રિષભ પંત પણ મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા.

આઈપીએલ (IPL 2021)માં પદાર્પણ કરનાર રિપલ પટેલે રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ની ઓવરમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા.દિલ્હી (Delhi Capitals)નો કેપ્ટન રિષભ પંત, જે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે, તેણે એક મોટી સિક્સ ફટકારી હતી.

આ પણ વાંચો : Lakhimpur Violence: ખેડૂતોની માગ પર વહીવટીતંત્રએ સંમતિ દર્શાવી, રાકેશ ટિકૈતે કહ્યું – જો કાર્યવહી કરવામાં નહીં આવે તો આંદોલન કરીશું

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">