IPL 2021 CSKvsRCB: જાડેજાના આતશી 62 રન સાથે બેંગ્લોર સામે ચેન્નાઈએ 191 રન ફટકાર્યા

આઈપીએલ 2021ની 19મી મેચ આજે મુંબઈમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) વચ્ચે રમાઈ રહી છે.

IPL 2021 CSKvsRCB: જાડેજાના આતશી 62 રન સાથે બેંગ્લોર સામે ચેન્નાઈએ 191 રન ફટકાર્યા
Chennai vs Bangalore
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 25, 2021 | 5:43 PM

આઈપીએલ 2021ની 19મી મેચ આજે મુંબઈમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) વચ્ચે રમાઈ રહી છે. ટોસ જીતીને એમએસ ધોની (MS Dhoni)એ પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. ચેન્નાઈના બંને ઓપનરોએ શરુઆત સારી કરીને 74 રનની ભાગીદારી રમત રમી હતી. રવિન્દ્ર જાડેજાએ ધુંઆધાર 62 રન ફટકાર્યા હતા. અંતિમ ઓવરમાં 5 છગ્ગા અને એક ચોગ્ગા સાથે આકર્ષણ જમાવ્યુ હતુ. જ્યારે 20 ઓવરમાં ચેન્નાઈએ 4 વિકેટ ગુમાવીને 191 રન કર્યા હતા.

ચેન્નાઈ સુપર કિંગ્સની બેટીંગ

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરનારી ચેન્નાઈની ટીમે શરુઆત સારી કરી હતી. ઓપનર ઋુતુરાજ ગાયકવાડ અને ફાફ ડુ પ્લેસિસે 74 રનની પ્રથમ વિકેટ માટે ભાગીદારી રમત રમી હતી. ગાયકવાડે 25 બોલમાં 33 રન કર્યા હતા. પ્લેસિસે 41 બોલમાં 50 રન કર્યા હતા, તે હર્ષલ પટેલનો શિકાર બન્યો હતો. સુરેશ રૈનાએ 18 બોલમાં 24 રન કર્યા હતા. અંબાતી રાયડૂએ 7 બોલમાં 14 રન કર્યા હતા.

રવિન્દ્ર જાડેજાએ અંતિમ ઓવરમાં સળંગ ફોર સાથે પાંચ છગ્ગા હર્ષલ પટેલની ઓવરમાં લગાવી દીધા હતા. આમ કુલ પાંચ છગ્ગા અને એક ચોગ્ગા સાથે કુલ 37 રન મળ્યા હતા. આમ 19 ઓવરના અંતે ચેન્નાઈ 154 રન હતા, જે 20 ઓવરના અંતે 191 રનનો સ્કોર થઈ ગયો હતો.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બોલીંગ

બેંગ્લોરના બોલરોની બોલીંગની ધાર જાણે વિકેટ માટે ખાસ જણાઈ નહોતી. હર્ષલ પટેલે તેની પ્રથમ બે ઓવરમાં 9 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જ્યારે 4 ઓવરના અંતે તેણે 51 રન ગુમાવ્યા હતા. જાડેજા સામે ઓવર કરતા એક ફ્રિ હિટ સાથે તેણે 37 રન એક જ ઓવરમાં ગુમાવ્યા હતા. જ્યારે યુઝવેન્દ્ર ચહલે 3 ઓવરમાં 24 રન આપીને એક વિકેટ ઝડપી હતી.

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">