IPL 2021: ટુર્નામેન્ટ પહેલા કોરોનાનો વધતો ફફડાટ, વાનખેડે સ્ટેડિયમના વધુ ત્રણ કર્મચારીઓ સંક્રમિત

ઇન્ડીયન પ્રિમિયર લીગ (IPL) ની 14 મી સિઝન શરુ થવા પહલા જ કોરોના સંક્રમણ ટુર્નામેન્ટ ની ચિંતાઓ ઓછી કરતુ નથી. વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium) માં પણ પહેલા જ 10 કર્મચારીઓને કોરોના સંક્રમણ લાગ્યા બાદ હવે બે ગ્રાઉન્ડ સ્ટાફ અને એક પ્લબર કોવિડ 19 ટેસ્ટમાં પોઝિટીવ આવ્યો છે.

IPL 2021: ટુર્નામેન્ટ પહેલા કોરોનાનો વધતો ફફડાટ, વાનખેડે સ્ટેડિયમના વધુ ત્રણ કર્મચારીઓ સંક્રમિત
IPL 2021
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 06, 2021 | 3:56 PM

ઇન્ડીયન પ્રિમિયર લીગ (IPL) ની 14 મી સિઝન શરુ થવા પહલા જ કોરોના સંક્રમણ ટુર્નામેન્ટ ની ચિંતાઓ ઓછી કરતુ નથી. વાનખેડે સ્ટેડિયમ (Wankhede Stadium) માં પણ પહેલા જ 10 કર્મચારીઓને કોરોના સંક્રમણ લાગ્યા બાદ હવે બે ગ્રાઉન્ડ સ્ટાફ અને એક પ્લબર કોવિડ 19 ટેસ્ટમાં પોઝિટીવ આવ્યો છે. મુંબઇ ક્રિકેટ એસોસિએશન (Mumbai Cricket Association) ના સુત્ર મુજબ મંગળવારે આ વાતની પુષ્ટી કરી છે. હવે જાણકારી સામે આવી છે કે, વાનખેડે સ્ટેડિમયમમાં સુરક્ષિત રુપથી IPL નુ સંચાલન કરવા માટે ગ્રાઉન્ડસ્ટાફના સભ્યો હવે આવન જાવન નહી કરી શકે. તેઓએ હવે સ્ટેડિયમમાં જ રોકાણ કરવુ પડશે.

મંગળવારે MCA ના સુત્રો દ્રારા કહેવામાં આવ્યુ હતુ કે, બે અન્ય ગ્રાઉન્ડ સ્ટાફ અને એક પ્લંબર સોમવારે કોવિડ-19 ટેસ્ટમાં પોઝિટીવ જણાયો હતો. આ પહેલા પણ વાનખેડેનો ગ્રાઉન્ડ સ્ટાફ ના સભ્યો કોરોના સંક્રમિત જણાયા હતા. વાનખેડે સ્ટેડિયમમાં એક ક્લબ હાઉસ છે, IPL ના સુચારુ રુપ થી સંચાલન કરવા માટે મુંબઇમાં લીગ ખતમ થવા લગી સ્ટાફને ત્યાં જ રોકાણ કરવુ પડશે.

પાછળના સપ્તાહમાં વાનખેડે સ્ટેડિયમના ગ્રાઉન્ડ સ્ટાફને કોરોના સંક્રમણને લઇને કેટલીક ફેંન્ચાઇઝીમાં ડર વ્યાપ્યો હતો. જે ખાસ કરીને મુંબઇમાં રોકામ કરી રહી હતી. સમાચાર સંસ્થા સાથે વાત કરતા એક ફેંન્ચાઇઝી એક અધિકારીએ કહ્યુ હતુ કે, આ સ્થિતીને બદી હતી અને હવે સખત પ્રોટોકોલ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ગ્રાઉન્ડ સ્ટાફ ના સદસ્યો કામકાજ માટે ઘરે થી આવન જાવન કરતા હતા. તેઓની આ આવ-જા ને અટકાવી દીધી છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

આ અગાઉ કલકત્તા નાઇટ રાઇડર્સ ના બેટ્સમેન નિતીશ રાણા કોરોના સંક્રમિત જણાયો હતો. જે મુંબઇમાં જ હતો. ત્યાર બાદ દિલ્હી કેપિટલ્સનો અક્ષર પટેલ પણ કોરોના પોઝિટીવ જણાયો હતો. સંજોગો વસાત તે પણ મુંબઇમાં જ હતો. ત્યાર બાદ RCB ના ઓપનર દેવદત્ત પડિક્કલ પણ કોરોનાની ઝપેટમાં આવ્યો હતો, જો કે તે ચેન્નાઇમાં હતો. આમ આઇપીએલ ની ટુર્નામેન્ટ પહેલા જ કોરોનાએ ડર ઉભો કર્યો હતો. જેને લઇને હવે BCCI એ કોરોના પ્રોટોકોલને વધુ ઝીણવટ ભર્યો બનાવ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">