IPL 2021: વન ડે શ્રેણીમાં સેમ કરનના અનોખા અંદાજને ચેન્નાઇ સુપર કિંગ્સે તસ્વીર શેર કરી વખાણ્યો, જુઓ

ઇંગ્લેંડ અને ભારત (India vs England) વચ્ચે પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાયેલી વન ડે શ્રેણી (ODI Series) ની ત્રીજી મેચમાં 7 રન થી ટીમ ઇન્ડીયાએ જીત મેળવી હતી. ભારત એક સમયે આસાન જીત તરફ આગળ વધી રહ્યુ હતુ, ત્યારે ઇંગ્લેંડ 7 વિકેટ પર 200 રનનો સ્કોર ધરાવતુ હતુ.

IPL 2021: વન ડે શ્રેણીમાં સેમ કરનના અનોખા અંદાજને ચેન્નાઇ સુપર કિંગ્સે તસ્વીર શેર કરી વખાણ્યો, જુઓ
MS Dhoni-Sam Curran
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 30, 2021 | 10:33 AM

ઇંગ્લેંડ અને ભારત ( India vs England ) વચ્ચે પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાયેલી વન ડે શ્રેણી (ODI Series ) ની ત્રીજી મેચમાં 7 રન થી ટીમ ઇન્ડીયાએ જીત મેળવી હતી. ભારત એક સમયે આસાન જીત તરફ આગળ વધી રહ્યુ હતુ, ત્યારે ઇંગ્લેંડ 7 વિકેટ પર 200 રનનો સ્કોર ધરાવતુ હતુ. જોકે ઇંગ્લેંડના પૂંછડીયા ખેલાડીઓમાંથી એક સેમ કરન  (Sam Curran) એ ભારતની આસાન જીતના ઉત્સાહને વિખેરી નાંખ્યો હતો. તેણે ઇંગ્લેંડની ટીમને જીત ની આશાનો જીવ પૂરીને મેચને અંત સુધી જીવંત બનાવી દીધી હતી. કરન એ 83 બોલમાં 95 રની અણનમ રમત રમી હતી તેની આ સ્પેશિયલ રમતને લઇને હવે IPL ની તેની ફેન્ચાઇઝી ચેન્નાઇ સુપર કિંગ્સે (Chennai Super Kings) તેના ખૂબ વખાણ કર્યા છે.

ચેન્નાઇ સુપર કિંગ્સ ( CSK) એ એક ફોટો શેર કર્યો હતો. જેમાં તે જમીન પર એક પગે એટલે કે એક પગના ઘુંટણ ટેકવીને બેઠો છે. જ્યારે સામે ચેન્નાઇ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) નજર આવી રહ્યો છે. આ ફોટો એડીટ કરીને તૈયાર કરવામાં આવેલો ફોટો છે. જેની કેપ્શનમાં સીએસકે એ લખ્યુ છે કે, પ્રોસેસ ખૂબ જરુરી છે અમે તેને શેર ની ભાવના કહીએ છીએ.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

શ્રેણીની અંતિમ બંને વન ડેમાં ઇયોન મોર્ગન ની ગેરહાજરીમાં ઇંગ્લેંડની કેપ્ટનશીપ જોસ બટલર સંભાળી રહ્યા હતા. બટલરને ત્રીજી અને અંતિમ વન ડેમાં સેમ કરનની રમત જોઇને તેનામાં, ભારતના મેચ ફિનિશર મહેન્દ્રસિંહ ધોનીનો અંદાજ દેખાયો હતો. બટલરે મેચ બાદ પણ કહ્યુ હતુ કે, સેમ એ બેજોડ ઇનીંગ રમી હતી. ભલે મેચ ગુમાવવાની નિરાશા હોય, પરંતુ આના વડે આગળ વધવામાં ખૂબ મદદ મળશે. તેમણે કહ્યુ હતુ કે, જે રીતે ધોની આવી સ્થિતીમાં મેચને અંતિમ પળોમાં રોમાંચક સ્થિતીમાં લાવી મૂકે છે, તેવો જ અંદાજ સેમમાં જોવા મળ્યો હતો. મહેન્દ્રસિંહ ધોની દિગ્ગજ ખેલાડી છે અને સેમ કરનને આઇપીએલ દરમ્યાન તેમની પાસે થી ઘણું બધુ શિખવા મળ્યુ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">