IPL 2021: મોટો સ્કોર ખડકવા છતાં કેમ હાર્યા ? ચેન્નાઇના કેપ્ટન ધોનીએ બતાવ્યા આ મહત્વના કારણો

મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) ની સ્થિતી વર્તમાન સિઝનમાં થોડીક મુશ્કેલ જનક લાગી રહી હતી. પરંતુ ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) સામેની મેચમાં મુંબઇ એ વિજય મેળવ્યો એ જબરદસ્ત હતો. તેણે આઇપીએલ ની સૌથી સફળ ટીમ હોવાના પરિચય સમાન રમત રમી ને જીત મેળવી હતી.

IPL 2021: મોટો સ્કોર ખડકવા છતાં કેમ હાર્યા ? ચેન્નાઇના કેપ્ટન ધોનીએ બતાવ્યા આ મહત્વના કારણો
Mumbai vs Chennai
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 02, 2021 | 8:55 AM

મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) ની સ્થિતી વર્તમાન સિઝનમાં થોડીક મુશ્કેલ જનક લાગી રહી હતી. પરંતુ ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) સામેની મેચમાં મુંબઇ એ વિજય મેળવ્યો એ જબરદસ્ત હતો. તેણે આઇપીએલ ની સૌથી સફળ ટીમ હોવાના પરિચય સમાન રમત રમી ને જીત મેળવી હતી. શનિવારે રમાયેલી મેચમાં મુંબઇના ધુંઆધાર બેટ્સમેન કિયરોન પોલાર્ડ (Kieron Pollard) એ અણનમ 87 રન કર્યા હતા. તેણે જબરદસ્ત આતશી ઇનીંગ રમીને ચેન્નાઇને હરાવવાની મુખ્ય ભૂમિકા દાખવી હતી. મેચ બાદ ચેન્નાઇના કેપ્ટન ધોની (MS Dhoni) એ હારના કારણ દર્શાવ્યા હતા.

મેચ બાદ ધોનીએ કહ્યુ હતુ કે, તેમની ટીમની ખરાબ ફિલ્ડીંગ હારનુ કારણ બની છે. તેમણે કહ્યુ હતુ કે, બોલીંગની તુલનામાં અમારી ફિલ્ડીંગ ખૂબ ખરાબ રહી હતી. અમે મહત્વપૂર્ણ મોકા પર જ કેચ છોડ્યા હતા. બોલર પણ કેટલીક વાર યોજના મુજબ કામ નથી કરી શક્યા, તેમણે પણ અનેક ખરાબ બોલ ફેંક્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, જ્યારે યોજનાઓને લાગુ કરવાની વાત આવી તો અમે ભટકી ગયા હતા. જ્યારે ક્રિઝ પર સારા બેટ્સમેન હતા, જે મોટા શોટ લગાવે છે. તે વખતે અમારે જરુરીયાત હતી કે પ્લાનને સારી રીતે લાગુ કરવામાં આવે, જોકે એમ ના થઇ શક્યુ. આ રીતે ટુર્નામેન્ટમાં આપ જીતતા ચાલો છો, તો કેટલીક મેચ હારી પણ જાઓ છો.

આ મેચમાં ચેન્નાઇની ઇનીંગ દરમ્યાન અંબાતી રાયડૂએ 20 બોલમાં પોતાનુ અર્ધશતક પુરુ કર્યુ હતુ. તેણે પાંચમી વિકેટ માટે રવિન્દ્ર જાડેજા સાથએ મળી ને 102 રનની ભાગીદારી રમત રમી હતી. આ સાથે જ ચેન્નાઇ એ 2008 બાદ પ્રથમ વખત મુંબઇ સામે 200 થી વધારે રનનો સ્કોર ખડક્યો હતો. મોટા લક્ષ્ચનો પિછો કરતા કેપ્ટન રોહિત શર્મા અને ક્વિન્ટન ડીકોક એ 71 રન ની શાનદાર રમત રમી હતી. તેના બાદ ના 10 રનમાં જ મુંબઇ એ ત્રણ મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી.

આજનું રાશિફળ તારીખ : 19-03-2024
લગ્ન બાદ પહેલીવાર પત્ની સાથે જોવા મળ્યો આદિલ, જુઓ પત્ની સોમીની સુંદર તસવીર
જાહ્નવી-સારાથી લઈને અનન્યા-દિશા સુધી બોલિવુડ સુંદરીઓ સાડીમાં લાગી કમાલ, જુઓ તસવીર
ડાયાબિટીસના દર્દીઓએ આ 6 શાકભાજી ન ખાવા જોઈએ
Amazon પરથી ખરીદો ચેતક ઈ-સ્કૂટર, નો-કોસ્ટ EMI સાથે મળશે ફ્રી ડિલીવરી
વિરાટ કોહલી ખાસ ટી-શર્ટ પહેરીને RCBમાં પરત ફર્યો, કિંમત જાણીને ચોંકી જશો

ત્રણ વિકેટ 81 રનના સ્કોર પર જ ગુમાવવા બાદ કિયરોન પોલાર્ડ અને કૃણાલ પંડ્યાએ ચેન્નાઇના બોલરો પર હુમલો કરવા રુપ રમત રમી હતી. તેમણે ચોગ્ગા અને છગ્ગા વરસાવી દીધા હતા. પોલાર્ડે માત્ર 17 બોલમાં જ પોતાનુ અર્ધશતક પુરુ કર્યુ હતુ. તેણે સિઝનનુ સૌથી ઝડપી અર્ધશતક લગાવ્યુ હતુ. પોલાર્ડે આ દરમ્યાન 6 ઉંચા છગ્ગા લગાવ્યા હતા. ચેન્નાઇએ ચોથી વિકેટ 170 રન ના સ્કોર પર કૃણાલ પંડ્યાને આઉટ કરીને મેળવી હતી. કૃણાલ પંડ્યાએ 23 બોલમાં 32 રન કર્યા હતા. તેણે 2 ચોગ્ગા અને 2 છગ્ગા લગાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ પણ 7 બોલમાં 2 છગ્ગાની મદદ થી 16 રન કર્યા હતા.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">