IPL 2021: ભાવનગરના ચેતન સાકરિયાએ ડેબ્યૂમાં પંજાબ સામે બોલીંગ ઓપનીંગની જવાબદારી સાથે 3 વિકેટ ઝડપી

IPL 2021ની સીઝનની ચોથી મેચ રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ (Rajasthan Royals vs Punjab Kings) વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં અનેક ખેલાડીઓએ રાજસ્થાન અને પંજાબ કિંગ્સ માટે ડેબ્યુ કર્યુ છે.

IPL 2021: ભાવનગરના ચેતન સાકરિયાએ ડેબ્યૂમાં પંજાબ સામે બોલીંગ ઓપનીંગની જવાબદારી સાથે 3 વિકેટ ઝડપી
Chetan Sakaria
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 12, 2021 | 10:00 PM

IPL 2021ની સીઝનની ચોથી મેચ રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ (Rajasthan Royals vs Punjab Kings) વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં અનેક ખેલાડીઓએ રાજસ્થાન અને પંજાબ કિંગ્સ માટે ડેબ્યુ કર્યુ છે. જેમાંથી એક ખેલાડી છે. ચેતન સાકરીયા (Chetan Sakariya). તેણે રાજસ્થાન રોયલ્સની ટીમ તરફથી ડેબ્યૂ કર્યુ છે. તે ડાબા હાથનો ઝડપી બોલર છે. તેને આઈપીએલ ઓકશન દરમ્યાન રાજસ્થાન રોયલ્સે 1.20 કરોડ રુપિયામાં ખરીદ કર્યો હતો. તે સૌરાષ્ટ્ર તરફથી ઘરેલુ ક્રિકેટમાં રમી રહ્યો છે.

દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?

તેણે તાજેતરમાં જ રમાયેલી મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. જે દરમ્યાન તેણે પાંચ મેચમાં 12 વિકેટ ઝડપી હતી. જેમાં તેની ઈકોનોમી 5ની આસપાસ રહી હતી. સૌરાષ્ટ્ર માટે ગત વર્ષે રણજી ટ્રોફી જીતવામાં પણ તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી. ગુજરાતના ભાવનગર (Bhavnagar)નો 23 વર્ષીય સાકરિયા ખૂબ સંઘર્ષનો સામનો કરીને ક્રિકેટમાં કેરિયર બનવામાં સફળ રહ્યો છે.

ચેતન સાકરિયાએ અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર માટે 15 ફર્સ્ટ ક્લાસ અને 16 T20 મેચ રમી છે. જેમાં 41 અને 28 અનુક્રમે વિકેટ ઝડપી ચુક્યો છે. 7 લિસ્ટ મેચમાં પણ તે 10 વિકેટ ઝડપી ચુક્યો છે. તેણે 2018-19ની સિઝનથી ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યુ હતુ. જ્યારે સૌરાષ્ટ્રની ટીમમાં જોડાયો, ત્યારે તેની પાસે ક્રિકેટ રમવા માટે ખાસ શૂઝ પણ નહોતા. ત્યારે તેના ટીમ સાથી શેલ્ડન જેક્સને તેની મદદ કરી હતી. જેક્સનએ નેટ પ્રેકટીશ દરમ્યાન કહ્યુ હતુ કે, જો તે તેને આઉટ કરી શકે છે તો તેને શૂઝ ગીફ્ટ કરીશ. સાકરિયાએ જેક્સનને આઉટ કરી દીધો હતો અને બાદમાં તેને ગીફ્ટ સ્વરુપે ક્રિકેટ શૂઝ મળ્યા હતા.

ડેબ્યૂમાં ધમાકેદાર બોલીંગ ચેતન સાકરિયાએ ઈનિંગની પ્રથમ અને અંતિમ ઓવર કરી હતી. તેણે ત્રણ વિકેટ પોતાની ડેબ્યૂ મેચમાં મહત્વની બોલીંગ ભૂમિકા ભજવવા સાથે નિભાવી હતી. તેણે 4 ઓવરમાં 31 રન આપ્યા હતા. આમ વિકેટ ઝડપવા સાથે અન્ય બોલરોના પ્રમાણમાં કરકસર ભરી બોલીંગ પણ કરી હતી. તેની બીજી ઓવરને કરવા દરમ્યાન તેની પ્રથમ આઈપીએલ વિકેટ ઝડપવા સાથે એક જ રન ઓવરમાં આપ્યો હતો. આમ રાજસ્થાન રોયલ્સે જોફ્રા આર્ચરની ગેરહાજરીમાં મુકેલો મોટો ભરસો પાર પાડવામાં સફળ નિવડ્યો હતો.

IPL 2020માં આરસીબીનો નેટ બોલર હતો ચેતન સાકરિયા

ચેતન સાકરિયા આઈપીએલ 2020 દરમ્યાન તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ માટે નેટ બોલર હતો. આમ તે ટીમ RCB સાથે UAE ગયો હતો. આરસીબીના કોચ માઈક હેસન અને સાઈમન કેટીચે તેના ખૂબ વખાણ કર્યા હતા. આઈપીએલ 2021ના ઓક્શન દરમ્યાન આરસીબીએ પણ તેની પર દાવ લગાવ્યો હતો, પરંતુ રાજસ્થાન રોયલ્સે બાજી મારી લીધી હતી. ડાબોડી ઝડપી બોલર ચેતન ખૂબ જ સાધારણ બેકગ્રાઉન્ડ ધરાવતા પરિવારમાંથી આવે છે.

બે વર્ષ પહેલા સુધી તેના પિતા ટેમ્પો ચલાવતા હતા. 5 વર્ષ પહેલા સુધી તેના ઘરમાં ટીવી પણ નહોતુ. નબળી આર્થિક સ્થિતીને લઈને તેના પિતા ઈચ્છતા હતા કે ચેતન અભ્યાસ કરીને સારી નોકરી તરફ વળે. પરંતુ તેના કાકાએ ચેતનને પોતાની સ્ટેશનરીની દુકાન પર રાખીને અભ્યાસ કરવા તેમજ રમતનો ખર્ચ ઉઠાવ્યો હતો.

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમ્યાન ભાઈએ કરી હતી આત્મહત્યા

ચેતન સાકરિયા જાન્યુઆરી 2021માં જ્યારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં જ્યારે સૌરાષ્ટ્ર તરફથી રમી રહ્યો હતો, એ દરમ્યાન ઘરે તેના નાના ભાઈએ આત્મહત્યા કરી લીધી હતી. તે સમયે ચેતન બાયોબબલમાં હતો. આવામાં તેના પરિવારજનોએ તેને આ અંગેની કોઈ જાણકારી આપી નહોતી. આઈપીએલ 2021ના ઓકશન દરમ્યાન રાજસ્થાન રોયલ્સ સાથે જોડાવા બાદ ચેતને કહ્યુ હતુ કે, તેનો નાનો ભાઈ હોત તો ખુબ ખૂશ થયો હોત.

આ પણ વાંચો: IPL 2021 RR vs PBKS: રાહુલ અને હુડ્ડાની ધમાકેદાર રમત વડે પંજાબે રાજસ્થાન સામે 6 વિકેટે 221 રનનો સ્કોર ખડક્યો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">