IPL 2021: કોરોના કહેર વધવાને લઇને BCCI હવે વેક્સીનના પ્લાનમાં, કેન્દ્ર સરકારથી માંગશે મદદ

આગામી 9મી એપ્રિલ થી IPL 2021 ની શરુઆત થઇ રહી છે. પરંતુ વધતા જતા કોરોના વાયરસના પ્રમાણને લઇને BCCI ની ચિંતા વધારી દીધી છે. કેટલીક ટીમોના ખેલાડી પણ આ વાયરસની ઝપેટમાં આવી ચુક્યા છે.

IPL 2021: કોરોના કહેર વધવાને લઇને BCCI હવે વેક્સીનના પ્લાનમાં, કેન્દ્ર સરકારથી માંગશે મદદ
IPL 2021
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 04, 2021 | 7:00 PM

આગામી 9મી એપ્રિલથી IPL 2021 ની શરુઆત થઇ રહી છે. પરંતુ વધતા જતા કોરોના વાયરસના પ્રમાણને લઇને BCCI ની ચિંતા વધારી દીધી છે. કેટલીક ટીમોના ખેલાડી પણ આ વાયરસની ઝપેટમાં આવી ચુક્યા છે. આવામાં હવે BCCI ખેલાડીઓને વેક્સિન (Corona Vaccine) લગાવવા અંગે વિચારી રહ્યુ છે. ભારતીય ક્રિકેટ બોર્ડના ઉપાધ્યક્ષ રાજીવ શુકલા (Rajeev Shukla) એ આ અંગે કહ્યુ હતુ કે, આ સંદર્ભમાં સ્વાસ્થ મંત્રાલય (Ministry of Health) સાથે વાત કરવામાં આવશે. સમાચાર એજન્સી એએનઆઇ સાથેની વાતચીત દરમ્યાન શુકલાએ કહ્યુ હતુ કે, બીસીસીઆઇ વેક્સીનેશન અંગે વિચાર કરી રહી છે. આવામાં સ્વાસ્થ્ય મંત્રાલય નો સંપર્ક કરવામાં આવશે, જેના થી ખેલાડીઓને વેક્સીન લગાવી શકાય.

આ પહેલા પાછળના મહિને બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ કહ્યુ હતુ કે, ખેલાડીઓને કોરોના વેક્સીન લગાવવાને લઇને કોઇ યોજના નથી. જોકે હાલની પરિસ્થિતીને જોતા ભારતીય બોર્ડે પોતાના વ્યવહારના બદલાવ કરવો પડી શકે છે. રાજીવ શુકલાએ આઇપીએલના આયોજનની તૈયારીઓના સંદર્ભે કહ્યુ હતુ કે, ભારતીય બોર્ડ આઇપીએલ ને લઇને તમામ જરુરી પગલા અપનાવી રહ્યુ છે. કોરોના કેસ વધતા જઇ રહ્યા છે તો, બીસીસીઆઇ એ પણ આઇપીએલને લઇને તમામ પગલા ભર્યા છે. ટુર્નામેન્ટને માટે માત્ર છ જગ્યાઓ જ પસંદ કરવામાં આવી છે. જેના માટે બાયોબબલ બનાવવામાં આવ્યા છે. ટીમોના સદસ્યોની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. ટુર્નામેન્ટ દર્શકો વિનાજ આયોજીત કરવામાં આવી છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

ત્રણ ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આઇપીએલ ની સિઝન શરુ થવા અગાઉ જ ત્રણ ટીમોના ખેલાડીઓ કોરોના સંક્રમિત થઇ ચુક્યા છએ. જેમાં સૌ પ્રથમ કલકત્તા નાઇટ રાઇડર્સના નિતીશ રાણા, દિલ્હી કેપિટલ્સના અક્ષર પટેલ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના દેવદત્ત પડિક્કલ કોરોના પોઝિટીવ જણાઇ આવ્યા હતા. આ ઉપરાંત વાનખેડે સ્ટેડિયમનો ગ્રાઉન્ડ સ્ટાફ, ચેન્નાઇ સુપર કિંગ્સના એક કર્મચારી અને આઇપીએલ સાથે જોડાયેલી ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના સભ્યને પણ કોરોના સંક્રમણ જણાયુ હતુ.

પ્રતિદીન કોરોના રિપોર્ટ કરાવી શકે છે, BCCI હાલમાં આઠ માંથી પાંચ ટીમો મુંબઇમાં રોકાયેલી છે. દેશમાં અત્યારે કોરોનાનુ સંક્રમણ પણ આ શહેરમાં જ વધારે પ્રમાણમાં છે. સુત્રો મુજબ અધિકારીઓએ કહ્યુ છે કે, આગળના 48 કલાક જોઇએ છે, ત્યાર બાદ જ તેના અંગે કોઇ નિર્ણય લેવામાં આવી શકે છે. ત્યાં સુધી તમામ ખેલાડીઓને સખત પ્રોટોકોલ ફોલો કરવાનુ કહેવામાં આવ્યુ છે. સાથે જ કોઇ પણ સ્થિતીમાં બાયોબબલ નહી તોડવા પણ અપિલ કરવામાં આવી છે. બીસીસીઆઇ પ્રતિદીવસના ધોરણે ટેસ્ટ કરવાનુ અનિવાર્ય કરી શકે છે. હાલમાં પ્રત્યેક ત્રણ દિવસે કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. જોકે બીસીસીઆઇ સુરક્ષા સ્તરને વધારવા માટે પ્રતિદિનના ધોરણે ટેસ્ટ કરવાની યોજના પણ બનાવી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">