IPL 2021: BCCI એ ટુર્નામેન્ટને રોકી દેવા માટેનો મહત્વનો નિર્ણય લેવામાં માત્ર આટલી મીનિટની વાર લગાડી

હાલમાં ભારતમાં ફેલાયેલા કોરોના વાયરસ (Cornovirus) દરમ્યાન એકદમ સુરક્ષીત માનવામા આવેલા બાયોબબલ (Bio Bubble) માં પણ સંક્રમણ ફેલાવ્યુ છે. જેને લઇને BCCI અને આઇપીએલ ગવર્નીંગ કાઉન્સિલ એ IPL ની સિઝનને સ્થગીત કરી દેવાનો નિર્ણય કરવો પડ્યો હતો.

IPL 2021: BCCI એ ટુર્નામેન્ટને રોકી દેવા માટેનો મહત્વનો નિર્ણય લેવામાં માત્ર આટલી મીનિટની વાર લગાડી
BCCI
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: May 05, 2021 | 2:45 PM

હાલમાં ભારતમાં ફેલાયેલા કોરોના વાયરસ (Cornovirus) દરમ્યાન એકદમ સુરક્ષીત માનવામા આવેલા બાયોબબલ (Bio Bubble) માં પણ સંક્રમણ ફેલાવ્યુ છે. જેને લઇને BCCI અને આઇપીએલ ગવર્નીંગ કાઉન્સિલ એ IPL ની સિઝનને સ્થગીત કરી દેવાનો નિર્ણય કરવો પડ્યો હતો.

સોમવારે અને મંગળવારે ખેલાડીઓના ટેસ્ટ પોઝિટીવ આવ્યા હતા. ત્યાર બાદ BCCI એ મંગળવારે મોટો નિર્ણય લેતા આઇપીએલને રોકી દીધી હતી. આ નિર્ણય લેવા માટે BCCI ને માત્ર 10 જ મિનીટનો સમય લાગ્યો હતો. મીડિયા રિપોર્ટનુસાર બીસીસીઆઇ સચિવ જય શાહે (Jay Shah) ઓનલાઇન બેઠકમાં હાજર તમામ લોકોને કહ્યુ હતુ કે આઇપીએલ બાયોબબલના ઉલ્લંઘનને લઇને ટુર્નામેન્ટને આયોજીત કરવી હવે ખૂબ મુશ્કેલ છે.

જય શાહે આઇપીએલ ગવર્નિગ કાઉન્સિલના સભ્યોને કહ્યુ હતુ કે, હાલના સમયમાં ખેલાડીઓની સુરક્ષા વધારે પ્રાથમિકતા છે. આ માટે ટુર્નામેન્ટને સ્થગીત કરી દેવી જોઇએ. બેઠકમાં ઉપસ્થિત કેટલાક લોકો ઇચ્છતા હતા કે, આઇપીએલ ટુર્નામેન્ટ જારી રાખવામાં આવે. જોકે સામે મહત્તમ સભ્યો ઇચ્છતા હતા કે ટુર્નામેન્ટને સ્થગીત કરી દેવી જોઇએ.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

કલકત્તા નાઇટ રાઇડર્સ ના બે ખેલાડી ઓ સોમવારે સંક્રમિત જણાયા હતા. ત્યાર બાદ ચેન્નાઇ સુપર કિંગ્સના સપોર્ટ સ્ટાફ ના પણ ત્રણ સભ્યો કોરોના પોઝિટીવ જણાયા હતા. તો મંગળવારે સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સના એક એક પ્લેયર કોરોના વાયરસ સંક્રમિત સામે આવ્યા હતા.

અન્ય કોઇ વિકલ્પ નહોતો બીસીસીઆઇ પાસે લીગને સ્થગીત કરવા સિવાય અન્ય કોઇ જ વિકલ્પ નહોતો. એટલા માટે જ આયોજકોએ 29 મેચ બાદ લીગને સ્થગીત કરી દેવા માટેનો નિર્ણય કર્યો હતો. દિલ્હી અને અમદાવાદ બાદ લીગનુ આયોજન કલકત્તા અને બેંગ્લોરમાં કરવામાં આવ્યુ હતુ. જ્યાં કોરોનાનુ પ્રમાણ વધારે હતુ. બીસીસીઆઇ ના એક અધિકારી એ મીડિયા સાથે વાતચીત દરમ્યાન કહ્યુ હતુ કે, તમામ ટીમોને એક જ શહેરમાં રાખીને નવુ બાયોબબલ બનાવવુ મુશ્કેલ હતુ.

બેઠકનો હિસ્સો રહેલા એક અધિકારી એ કહ્યુ હતુ કે, ઇમાનદારી થી કહુ તો એક પોઝિટીવ કેસ સામે આવવા બાદ, તેનુ સામે આવવુ શરુ થઇ ગયુ હતુ. અમને નહોતી ખબર કે કેટલા ખેલાડી, કોચ, સપોર્ટ સ્ટાફ આવનારા દિવસોમાં પોઝિટીવ નિકળશે.સુરક્ષીત બાયોબબલ નહોતુ રહ્યુ અને તેના થી દરેક ચિંતીત હતા. આ ઉપરાંત કોઇ અન્ય વિકલ્પ નહોતો. અમે ટુર્નામેન્ટ જારી રાખી શકતા નહોતા.

Latest News Updates

ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
g clip-path="url(#clip0_868_265)">