IPL 2021 Auction: આ પાંચ નવા વિદેશી ચહેરા પર થશે શકે છે પૈસાની લ્હાણી, જાણો કયા છે આ ચહેરા

આઇપીએલ 2021 ને લઇને ઓકશન (IPL 2021 Auction) યોજાનાર છે. આ માટે ચેન્નાઇ (Chennai) માં આઇપીએલને લઇને તમામ ફેન્ચાઇઝીઓ પોતાની શ્રેષ્ઠ ટીમ રચવા માટેનો પ્રયાસોની પૂર્વ તૈયારીઓમાં મંથન કરી રહી છે. BCCI એ 292 ખેલાડીઓની લીસ્ટ યાદી જાહેર કર્યા બાદ સ્પષ્ટ થઇ ચુક્યુ છે કે, કેટલા અને કયા વિદેશી અને ઘરેલુ ખેલાડીઓ હરાજી યાદીમાં સામેલ છે.

IPL 2021 Auction: આ પાંચ નવા વિદેશી ચહેરા પર થશે શકે છે પૈસાની લ્હાણી, જાણો કયા છે આ ચહેરા
પ્રથમવાર જ આઇપીએલમાં રમતા જબરદસ્ત પૈસા મેળવી શકે છે આ વિદેશી નવા ચહેરાઓ.
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 18, 2021 | 9:35 AM

આઇપીએલ 2021 ને લઇને ઓકશન (IPL 2021 Auction) યોજાનાર છે. આ માટે ચેન્નાઇ (Chennai) માં આઇપીએલને લઇને તમામ ફેન્ચાઇઝીઓ પોતાની શ્રેષ્ઠ ટીમ રચવા માટેનો પ્રયાસોની પૂર્વ તૈયારીઓમાં મંથન કરી રહી છે. BCCI એ 292 ખેલાડીઓની લીસ્ટ યાદી જાહેર કર્યા બાદ સ્પષ્ટ થઇ ચુક્યુ છે કે, કેટલા અને કયા વિદેશી અને ઘરેલુ ખેલાડીઓ હરાજી યાદીમાં સામેલ છે. જોકે ઓકશન પહેલા એ વિદેશી ખેલાડીઓની લિસ્ટ તૈયાર કરવામાં આવી છે. જે પ્રથમ વાર જ આઇપીએલમાં રમતા જોવા મળી શકે છે. જે ખેલાડીઓ પર આ વખતની સિઝન માટે લખલૂટ પૈસા વરસાવાઇ શકે છે. જે ખેલાડીઓએ ક્રિકેટમાં અલગ અલગ લીગમાં પોતાના પ્રદર્શન થી ખૂબ નામ કમાયુ છે. આવામાં તેમની પર સારી બોલી બોલાઇ શકે છે. જાણો આવા જ કેટલાક મહત્વના નામ.

ડેવિડ મલાન, ઇંગ્લેંડઃ 33 વર્ષિય આ ખેલાડીએ 2017માં ઇંગ્લેંડ માટે T20 માં ડેબ્યુ કર્યુ હતુ. પરંતું ઇંગ્લેંડની T20 ટીમમાં એક થી એક ચઢીયાતા ખેલાડીઓ હોવાને બહાને તેને લગાતાર મોકો મળી નથી રહ્યો. ટીમમાં મોકો નહી મળતા મલાન એ અલગ અલગ લીગમાં રમીને એટલા બધા રન બનાવ્યા કે, ઇંગ્લેંડ ની ટીમ તેને વધારે નજર અંદાજ ના કરી શકી. હવે સ્થિતી એ છે કે, જો રુટ જેવા દિગ્ગજ બેટ્સમેનને મલાનની હાજરીને લઇને T20 ટીમમાં સ્થાન નથી મળી રહ્યુ. મલાને 19 T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 53.44 ની સરેરાશ થી 855 રન બનાવ્યા છે. વર્તમાનમાં આઇસીસી T20 રેન્કીંગમાં ડેવિડ મલાન પ્રથમ સ્થાન પર છે.

માર્નસ લાબુશેન, ઓસ્ટ્રેલીયાઃ ટેસ્ટ ક્રિકેટમાં ધૂમ મચાવનારા આ ઓસ્ટ્રેલીયાઇ ખેલાડીને T20 માં ઓછો આંકવો એ પણ ભુલ છે. લાબુશેન હાલમાં ઓસ્ટ્રેલીયામાં રમાયેલી બિગબેશ લીગમાં દમદાર પ્રદર્શન કર્યુ હતુ. 26 વર્ષીય આ ખેલાડીએ છ મેચમાં જ 176 રન બનાવ્યા હતા. બેટીંગની સાથે સાથે લાબુશેને લેગ સ્પિનથી પણ મેચના પાસાને પલટી શકે છે. જે છ મેચોમાં તેણે 10 વિકેટ પણ ઝડપી હતી. લાબુશેન એ પોતાની બેઝ પ્રાઇઝ એક કરોડ રુપિયા રાખી છે. હવે જોવાનુ એ રહે છે કે, લાબુશેન પર કઇ ટીમ દાવ લગાવે છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

ઝાય રિચર્ડસન, ઓસ્ટ્રેલીયાઃ આઇપીએલ ઓકશનમાં આ વખતે ઘણીબઘી ટીમો એક ઝડપી ફાસ્ટ બોલર ઇચ્છી રહી છે. આ કારણ થી જોવામા આવે તો 24 વર્ષનો ઓસ્ટ્રેલીયન બોલર ઝાય રિચાર્ડસન નુ નામ ઓકશનમાં ગુંજી શકે છે. રિચર્ડસન એ પર્થ સ્કોચર્સ ની ટીમ તરફ થી રમતા બિગબેશ લીગમાં ચાલુ વર્ષે સૌથી વધુ 29 વિકેટ ઝડપી છે. ન્યુઝીલેન્ડની સામે રમાનારી T20 સિરીઝ માટે પણ તેનુ નામ ઓસ્ટ્રેલીયાની ટીમમાં સામેલ કરવામાં આવ્યુ છે. ઓકશનમાં તેના નામ પર પણ મોટી બોલી બોલાઇ શકે છે. રિચર્ડસન એ પોતાની બેઝ પ્રાઇઝ દોઢ કરોડ રુપિયા રાખી છે.

રહમનુલ્લાહ ગુરબાઝ઼, અફઘાનિસ્તાનઃ રાશિદ ખાન, મહંમદ નબી અને મુજીબ ઉર રહેમાન બાદ હવે વધુ એક અફઘાની નામ સામે આવ્યુ છે. જે આઇપીએલ માં ધૂમ મચાવવા માટે જાણે કે બેકરાર છે. 19 વર્ષનો આ આક્રમક બેટ્સમેન યુએઇમા રમાયેલી T10 લીગમાં પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો. ગુરબાઝ઼ એ 177 ની સ્ટ્રાઇક રેટ થી 177 રન બનાવ્યા હતા. અફઘાનીસ્તાન તરફ થી રમતા આ યુવા બેટ્સમેન એ 10 T20 મેચમાં 33 રની સરેરાશ તી 332 રન બનાવ્યા છે. આશા છે કે, ચેન્નાઇમાં થનારી આઇપીએલ 2021 ના ઓક્શનમાં આ બેટ્સમેન પર ભરોસો દાખવવામા આવે.

જેમ્સ વિંસ, ઇંગ્લેંડઃ ઇંગ્લેંડનો આ સ્ટાઇલીશ બેટ્સમેન પોતાના દમ પર સિડની સિક્સર્સને આ વખતની ફાઇનલ મેચ બીબીએલ માં જીતાડી બતાવી હતી. બિગબેશ લીગ ફાઇનલમાં વિંસ એ 60 બોલમાં 95 રનની શાનદાર રમત રમી હતી. વિંસ આ વખતની સિઝનમાં કમાલના ફોર્મમાં જોવા મળ્યો હતો. બીબીએલ10 માં વિંસ એ 143.58 ના સ્ટ્રાઇક રેટ સાથે 537 રન બનાવ્યા હતા. આ કમાલના સ્ટેટસને કોઇ પણ આઇપીએલ ટીમ નજર અંદાજ કરી શકે નહી. બીબીએલ અને પીએસએલ માં ધૂમ મચાવી મુકનાર વિંસ આ વર્ષે આઇપીએલ માં પણ આગ લગાવી શકે છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">