IPL 2021: આકાશ ચોપરાએ ભાખ્યું ભવિષ્ય, કહ્યું ‘IPL 2021ના પ્લેઓફમાં પણ RCB પહોંચી શકશે નહીં’

ટીમ ઈન્ડીયા (Team India)એ ભલે વિરાટ કોહલી (Virat Kohli)ની કેપ્ટનશીપમાં અનેક ઐતિહાસિક જીત મેળવી હોય, પરંતુ IPLમાં કોહલીની ટીમ હજુ સફળતાથી દુર છે.

IPL 2021: આકાશ ચોપરાએ ભાખ્યું ભવિષ્ય, કહ્યું 'IPL 2021ના પ્લેઓફમાં પણ RCB પહોંચી શકશે નહીં'
IPL 2021
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 04, 2021 | 7:20 PM

ટીમ ઈન્ડીયા (Team India)એ ભલે વિરાટ કોહલી (Virat Kohli)ની કેપ્ટનશીપમાં અનેક ઐતિહાસિક જીત મેળવી હોય, પરંતુ IPLમાં કોહલીની ટીમ હજુ સફળતાથી દુર છે. વિરાટ કોહલી જે ટીમનો કેપ્ટન છે, તે ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royals Challengers Banglore) હજુ સુધી એકપણ વાર આઈપીએલ ટાઈટલ વિજેતા થઈ શકી નથી. કેટલીક વાર તો તેમની ટીમને પ્લેઓફમાં પહોચતા પણ ફાંફા પડી ગયા છે. જોકે પ્લેઓફમાં પહોંચવા છતાં પણ ટીમ આરસીબી ટાઈટલ મેળવવા સુધી પહોંચવામાં સફળ નિવડી શકી નથી. આ દરમ્યાન હવે ટીમ ઈન્ડીયાના પૂર્વ ક્રિકેટર અને કોમેન્ટેટર આકાશ ચોપરા (Akash Chopra)એ કહ્યુ છે કે, તેના મુજબ IPL 2021ના પ્લેઓફમાં પણ RCB પહોંચી શકશે નહી.

આરસીબીએ 2016માં અંતિમવાર આઈપીએલની ફાઈનલ મેચ રમી હતી. ત્યારે ટીમના કેપ્ટન વિરાટ કોહલી હતા. ફાઈનલમાં સનરાઈઝર્સ હૈદરાબાદના હાથે તેણે હાર સહન કરવી પડી હતી. આરસીબી ત્રણ વખત આઇપીએલની ફાઈનલમાં પહોંચી શક્યુ છે. જોકે આમ છતાં ત્રણ માંથી એક પણ વાર તેને સફળતા મળી શકી નથી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ગઈ સિઝનનું પુનરાવર્તન નહીં કરી શકે ભારતના પૂર્વ બેટ્સમેન અને કોમેન્ટેટર આકાશ ચોપરાએ પોતાની યૂટ્યુબ ચેનલ પર વાત કરતા કહ્યુ હતુ કે, આરસીબી આ સિઝનમાં પોતાના પાછળની સિઝનના પ્રદર્શનનું પુનરાવર્તન નહીં કરી શકે. તેમણે કહ્યુ હતુ કે, મને લાગે છે કે, તે આ વખતે પ્લેઓફ માટે ક્વોલીફાઈ નહીં કરી શકે. વિતેલા ત્રણ-ચાર વર્ષ જોવામાં આવે તો તેમની પાછળની સિઝન સર્વશ્રેષ્ઠ હતી. જોકે અંતમાં લય ભટકી ગઈ હતી. અહીં જ મને સમસ્યા દેખાય છે. જો શરુઆત સારી નથી હોતી તો આ ટીમને સમસ્યા નડી શકે છે.

આરસીબીએ સંયુક્ત આરબ અમિરાતમાં રમાયેલી ગઈ સિઝનમાં શાનદાર શરુઆત કરી હતી. જોકે ટુર્નામેન્ટના બીજા હાફમાં ટીમ લય ચુકી ગઈ હતી. ટીમે ચોથા સ્થાન પર રહેતા પ્લેઓફ ક્વોલીફાઈ કર્યુ હતુ. સનરાઈઝર્સ હૈદરાબાદે આરસીબીને એલિમિનેટરમાં હાર આપી હતી અને તેને ફાઈનલમાં પહોંચવા દેવાઇ નહોતી.

આ પણ વાંચો: IPL 2021: આલ્કોહોલ બ્રાન્ડનો લોગો હટાવવાની શરત CSKએ સ્વીકારી, નહીં હોય મોઈન અલીની જર્સી પર લોગો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">