IPL 2021: આઇપીએલને લઇને ડેલ સ્ટેનના બયાન પર અજીંક્ય રહાણે એ કંઇક આ રીતે જવાબ આપ્યો

ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL) ને લઇને દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર ડેલ સ્ટેન (Dale Steyn) એ કંઇક એવુ નિવેદન આપ્યુ કે, જેને લઇને વિવાદ પેદા થયો છે. IPL માં ભારત જ નહી પરંતુ દુનિયાના અનેક અનકેપ્ડ અને યુવા ક્રિકેટરોને પોતાના ટેલેન્ટને પ્રદર્શીત કરવાનો મોકો મળ્યો છે.

  • Avnish Goswami
  • Published On - 10:41 AM, 3 Mar 2021
IPL 2021: આઇપીએલને લઇને ડેલ સ્ટેનના બયાન પર અજીંક્ય રહાણે એ કંઇક આ રીતે જવાબ આપ્યો
સ્ટેન એ કહ્યુ કે, પીએસએલ અને એલપીએલ ખેલાડીઓ માટે વધારે રિવાર્ડીંગ ટુર્નામેન્ટ છે.

ઇન્ડીયન પ્રિમીયર લીગ (IPL) ને લઇને દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર ડેલ સ્ટેન (Dale Steyn) એ કંઇક એવુ નિવેદન આપ્યુ કે, જેને લઇને વિવાદ પેદા થયો છે. IPL માં ભારત જ નહી પરંતુ દુનિયાના અનેક અનકેપ્ડ અને યુવા ક્રિકેટરોને પોતાના ટેલેન્ટને પ્રદર્શીત કરવાનો મોકો મળ્યો છે. આ વર્ષે IPL માં થી પોતાનુ નામ પરત લેનારા સ્ટેન આ દિવસોમાં હાલમાં પાકિસ્તાન સુપર લીગ (PSL) માં રમી રહ્યો છે. સ્ટેન એ કહ્યુ કે, પીએસએલ અને એલપીએલ ખેલાડીઓ માટે વધારે રિવાર્ડીંગ ટુર્નામેન્ટ છે. ટીમ ઇન્ડીયા (Team India) ના ટેસ્ટ વાઇસ કેપ્ટન અજીંક્ય રહાણે (Ajinkya Rahane) એ સ્ટેનના આ દાવાને લઇને કંઇક આવી પ્રતિક્રિયા આપી હતી.

રહાણે થી જ્યારે આ અંગે વાલ કરવામાં આવ્યો હતો, તેણે કહ્યુ કે, જુઓ હું અહી ચોથી ટેસ્ટ મેચને લઇને વાત કરવા માટે છુ. એલીએએલ અને પીએસએલના બાબતે વાત કરવા માટે નહી. આઇપીએલ એ અમને સૌને એવુ પ્લેટફોર્મ આપ્યુ છે કે, જેમાં ભારતીય ક્રિકેટરોને પોતાને એક્સપ્રેસ કરવાનો મોકો મળ્યો છે. મને પોતાને ખ્ચાલ નથી કે ડેલ સ્ટેન એ શુ કહ્યુ છે. હું અહી ટેસ્ટ મેચને લઇને વાત કરવા માટે છુ.

સ્ટેન આ દિવસોમાં ક્વેટા ગ્લેડિએટર્સના માટે રમી રહ્યો છે. આ દરમ્યાન રહાણેએ બતાવ્યુ કે, ઉમેશ યાદવ (Umesh Yadav) ચોથી ટેસ્ટ મેચ માટે પુરી રીતે ફીટ છે. તેમણે કહ્યુ હતુ કે, ઉમેશ યાદવ મેચ રમવા માટે તૈયાર છએ, તે ખૂબ સ્વસ્થ નજર આવી રહ્યો છે અને સારી બોલીંગ કરી રહ્યો છે. નેટ્સ પર તેનુ સેશન પણ પણ સારુ રહ્યુ હતુ. અમે ખુશ છીએ કે તે પરત ફરી રહ્યો છે. રહાણેએ આ ઉપરાંત કહ્યુ કે ટીમ ની નજર ડ્રો પર નહી પરંતુ ટેસ્ટ જીતવા પર જ હશે. ભારત ને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પહોંચવા માટે ઓછામાં ઓછુ આખરી ટેસ્ટને ડ્રો કરવી જરુરી બની રહેશે.