IPL 2020: દુબાઈમાં આજે રમાશે બીજી મેચ, દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબના યુવા કેપ્ટનોનો સીધો મુકાબલો

પ્રથમ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ દ્રારા મુંબઇ ઇન્ડીયન્સ ટીમ સામે અબુધાબીમાં ખુબ સારા પ્રદર્શન બાદ હવે બીજી મેચ દુબાઇમાં દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ સામે યોજાશે. બંને ટીમો ડ્રીમ ઇલેવન આઇપીએલ 2020ના પોતાના અભિયાન નો પ્રારંભ કરશે. રવિવારે સાંજે યોજાશે બંને વચ્ચે મુકાબલો. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ […]

IPL 2020: દુબાઈમાં આજે રમાશે બીજી મેચ, દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબના યુવા કેપ્ટનોનો સીધો મુકાબલો
Avnish Goswami

| Edited By: TV9 Webdesk11

Sep 20, 2020 | 7:26 AM

પ્રથમ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ દ્રારા મુંબઇ ઇન્ડીયન્સ ટીમ સામે અબુધાબીમાં ખુબ સારા પ્રદર્શન બાદ હવે બીજી મેચ દુબાઇમાં દિલ્હી કેપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ સામે યોજાશે. બંને ટીમો ડ્રીમ ઇલેવન આઇપીએલ 2020ના પોતાના અભિયાન નો પ્રારંભ કરશે. રવિવારે સાંજે યોજાશે બંને વચ્ચે મુકાબલો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જો ટીમો પર નજર કરવામાં આવે તો દિલ્હી કેપીટલના શ્રેયસ ઐયર અને કિંગ્સ ઈલેવન પંજાબનાના કેએલ રાહુલ વચ્ચે સામ સામે રમત લડવાની જબરદસ્ત તક છે. આઇપીએલના 2019 દરમિયાન કેપ્ટન તરીકે ઐયર માટે કેુપ્ટન તરીકે પુર્ણ સિઝન હતી. તો સિઝન 2020 રાહુલ માટે પ્રથમ સિઝન કે તે તેની આગેવાનીમાં રમાશે. આમ બંને માટે યુવા લીડર ખેલાડી તરીકે ઉભરવાનો મોકો છે. તેમ છતાં બંનેની બેટીંગને નજીક થી જોવામાં આવશે, તેમના રમતના પ્રદર્શન પર પણ ચાહકોની નજર પણ રહેનારી છે. જોકે બંને યુવા કેપ્ટનોની નજર ટાઇટલ પર હશે. બંને ટીમો તરફથી મેચની દીશા પલટી શકે તેવા ખેલાડીઓ છે પરંતુ આવા ખેલા઼ડીઓની યાદીમાં પાંચ મુખ્ય ખેલાડીઓ પર સતત નજર રહેશે. કારણ કે આ ખેલાડીઓ ગમે ત્યારે મેચનુ પલટી શકે છે પાસુ.

કેએલ રાહુલઃ

આ એક એવો ખેલાડી છે કે તેની છેલ્લી બે સીઝનમાં સારુ પ્રદર્શન રહ્યુ હતુ. તેણે કિંગ્સ ઇલેવન પંજાબ તરફ થી છેલ્લી બે સિઝન દરમ્યાન 12 અડદી સદી અને એક સદી લગાવી હતી. આ ઉપરાંત તેમે 1250 રન પણ તેના બેચના દમ થી છેલ્લી બે સિઝન દરમ્યાન ફટકાર્યા છે. 23 રન બનાવવા સાથે જ તે તેના 2000 રન આઇપીએલમાં પુરા કરશે.

ક્રિસ ગેઇલ

જો રાહુલ તેની ટીમ માટે કુશળતા પુર્વક ગેઇલનો ઉપયોગ કરે છે, તો ગેઇલ સામેની ટીમ માટે ઘાતક પુરવાર થઇ શકે છે. ગેઇલ પંજાબ માટે પાવર માનવામાં આવે છે. યુનિવર્સ બોસ તરીકે જાણીતા ગેઇલ ના ખાતામાં સૌથી વધુ છ સદીઓનો રેકોર્ડ છે. 28 અડધી સદી અને 4500 રન પણ તેના નામે થવામાં 16 રન બાકી છે. એકદમ ઝડપી ગતીએ અને સરળતા થી રન કરવાની તેનવી ક્ષમતા છે.

શ્રેયસ ઐયર

ટીમ દિલ્હીનો કેપ્ટન ગત સિઝન દરમ્યાન દિલ્હી કેપીટલને અંતિમ ચારમાં પહોંચાડી દીધી હતી. આ સિઝનમાં એક પગથીયુ આગળ વધવા રુપ તે તૈયારી કરી રહ્યો છે.

રુષભ પંત

એકદમ સ્ટ્રોંગ અને પાવરફુલ અસરકારક બેટ્સમેન છે. તે દિલ્હીનો વિકેટકિપર પણ છે. રમતને પોતાના ખભા પર જવાબદારી લઇને પ્રદર્શન દાખવી શકે છે. તે વધુ છ સિક્સર લગાવતા તે આઇપીએલની 100 સિક્સર ફટકારનારા ખેલાડીઓની યાદીમાં સામેલ થશે.

કાગીસો રબાડા

ઝડપી અને બોલીંગમાં વિવિધતા દાખવનારો બોલર છે, તે રમતના કોઇ પણ તબક્કે અસરકારક બોલર પણ ગણવામાં આવે છે. સામેની ટીમને દબાણ હેઠળ લાવી દેવાની ક્ષમતા તે ધરાવે છે. કાગિસો રબાડા  2019 ની સિઝનમાં ખુબ પ્રભાવ શાળી બોલર રહ્યો હતો. તેણે 12 મેચમાં 25 વિકેટ ઝડપી હતી. તેને જોતા દિલ્હી માટે જો પ્રથમ મેચ થી જ દેખાવ દાખવશે તો ટીમ માટે સારી તકો ઉભી કરશે

આશાસ્પદ ખેલાડીઃ

મુજીબ-ઉર-રહેમાન, તે અફઘાનિસ્તાનનો યુવાન સ્પિનબોલર છે. તેની બોલીંગમાં તે વિવિધતા ધરાવે છે અને તે યુએએની પીચો પર અસરકારક સ્પિનર નિવડી શકે છે. જો તે અસરકારક નિવડશે તો પાવર પ્લેમાં તે ઉપયોગી અને સારા પ્રદર્શન દાખવનારો બોલર ઉભરી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati