IPL 2020: સિઝનની બીજી મેચનો મુકાબલો થયો બરાબર, મેચ ટાઈ થતાં સુપર ઓવર પર મામલો પહોંચ્યો

છેલ્લા બોલ દરમ્યાન જ વિકેટ પડતા જ દિલ્હી અને પંજાબ વચ્ચેની આઈપીએલ મેચમાં ટાઈ પડી હતી. કિંગ્સ પંજાબ ઇલેવન દ્રારા ટોસ જીતી જતાં પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેણે દિલ્હીને પહેલા બેટીંગ માટે નિમંત્રણ આપવા રુપ બોલિંગ પસંદ કરતા દિલ્હીને અંતિમ ઓવરો સુધી ધીમી ઝડપના રણ માટે બાંધી રાખ્યુ હતુ. પરંતુ આખરી ઓવરોમાં સ્ટોયનિશે […]

IPL 2020: સિઝનની બીજી મેચનો મુકાબલો થયો બરાબર, મેચ ટાઈ થતાં સુપર ઓવર પર મામલો પહોંચ્યો
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 21, 2020 | 12:02 AM

છેલ્લા બોલ દરમ્યાન જ વિકેટ પડતા જ દિલ્હી અને પંજાબ વચ્ચેની આઈપીએલ મેચમાં ટાઈ પડી હતી. કિંગ્સ પંજાબ ઇલેવન દ્રારા ટોસ જીતી જતાં પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેણે દિલ્હીને પહેલા બેટીંગ માટે નિમંત્રણ આપવા રુપ બોલિંગ પસંદ કરતા દિલ્હીને અંતિમ ઓવરો સુધી ધીમી ઝડપના રણ માટે બાંધી રાખ્યુ હતુ. પરંતુ આખરી ઓવરોમાં સ્ટોયનિશે ધુંઆધાર 50 રન માત્ર 20 બોલમાં બનાવી લીધા હતા. જેને લઈને 150 પ્લસના સ્કોર સુધી દિલ્હી પહોંચી શક્યુ હતુ.

IPL 2020: season ni biji match no mukablo thayo barabar match tie thata super over par mamlo pohchyo

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

જોકે દિલ્હીએ 157 રન આઠ વિકેટે ખડક્યા હતા અને જેના જવાબમાં પંજાબે પીછો કર્યો હતો. પરંતુ મધ્ય ઓવરો દરમ્યાન પંજાબની પારી લડખડાવા લાગી હતી. જો કે ઓપનર મયંક અગ્રવાલે છેડો જાળવી રાખતા આખરે છેલ્લી ઓવર સુધી રમતને પકડી રાખી હતી. છેલ્લી ઓવરમાં 13 રન જરુરી હતા જેમાં પહેલા બોલે છગ્ગો, બીજા બોલે બે રન, ત્રીજા બોલે ચોગ્ગો ફટકારી સ્કોરને ત્રણ બોલમાં જ બરાબર કરી લીધો હતો. પરંતુ ચોથો બોલ ખાલી ગયો અને આગળના પાંચમાં બોલે મંયક અગ્રવાલ કેચ આઉટ થતાં બાજી ભીંસમાં મુકાઈ. જો કે અંતિમ એક બોલમાં એક રનની જરુરિયાત હતી, ત્યાં છેલ્લી વિકેટ પણ સ્ટોયનિશની ઓવરમાં પડી જતા પંજાબે આખરે ટાઈનો સ્વીકાર કરવો પડ્યો હતો.  મામલો સુપર ઓવરમાં પહોચ્યો હતો અને આમ આઈપીએલ 2020 ની  પ્રથમ ટાઈ મેચ હતી. દર્શકોને પણ છેક સુધી રોમાંચ આપનારી આ મેચે સુપર ઓવરને પણ જોવાનો મોકો આપ્યો હતો.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

———- YT

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">