ચેન્નાઈ સુપર કિંગ્સે 3 વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. ગત સીઝનની અંતિમ મેચમાં ટીમને મુંબઈ ઈન્ડિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ બંને ટીમો વચ્ચે આઈપીએલ 2020ની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરના રોજ રમાશે. ચેન્નાઈ સુપર કિંગ્સની પૂરી ટીમ દુબઈમાં ICC એકેડમીમાં ડેરા તંબુ તાણીને બેઠી છે અને આ ટીમ પોતાની ટ્રેનીંગ સાથે પ્રેકટીસ મેચમાં […]
ચેન્નાઈ સુપર કિંગ્સે 3 વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. ગત સીઝનની અંતિમ મેચમાં ટીમને મુંબઈ ઈન્ડિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ બંને ટીમો વચ્ચે આઈપીએલ 2020ની પ્રથમ મેચ 19 સપ્ટેમ્બરના રોજ રમાશે.
ચેન્નાઈ સુપર કિંગ્સની પૂરી ટીમ દુબઈમાં ICC એકેડમીમાં ડેરા તંબુ તાણીને બેઠી છે અને આ ટીમ પોતાની ટ્રેનીંગ સાથે પ્રેકટીસ મેચમાં જોતરાયેલી છે
CSK માટે રાહતનાં સમાચાર એ છે કે ટીમનાં ફાસ્ટ બોલર દીપક ચહર કોરોનાં સંક્રમણમાંથી ઉભરીને બહાર આવી ગયા છે અને ક્વોરન્ટાઈનનો સમય પણ પુરો કરી દીધો છે.
CSKની સફળતા પાછળ આ બંને મગજનું યોગદાન વધારે છે. મુખ્ય કોચ સ્ટીફમ ફ્લેમિંગ અને કેપ્ટન ધોની પ્રેકટીસ મેચ દરમિયાન સાથે જોવા મળ્યા
CSKનાં અનુભવી ઓલરાઉન્ડર શેન વોટસન ઘણું મહત્વ ધરાવે છે. ટુર્નામેન્ટ શરૂ થવા પહેલા વોટ્સન પ્રેકટીસ મેચમાં ફોર્મ મેળવવાની કોશિશમાં લાગ્યા
માત્ર ટ્રેનીંગ અને પ્રેકટીસ જ નહી, અલગ અલગ શુટીંગમાં પણ તે વ્યસ્ત દેખાયા. ટીમનાં કેપ્ટન ધોની સાથે રવીન્દ્ર જાડેજા અને કેદાર જાધવ જોવા મળ્યા
મેદાનની અંદર અને મેદાનની બહાર દરેક જગ્યા પર એમ એસ ધોની પોતાના ખાસ અંદાજમાં દેખાય છે. આ તસવીર ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા શેર કરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો