
http://tv9gujarati.com/ipl-2020-kon-che…li-agtya-ni-vaat/
IPLમાં મુંબઈ ઈન્ડિયન્સનો રેકોર્ડ
મુંબઈ ઈન્ડિયન્સ 2008માં પહેલી સીઝનથી જ સતત આઈપીએલનો હિસ્સો છે. 2007માં લીગ માટે ફ્રેન્ચાઈઝીની બોલી લાગી હતી ત્યારે સૌથી વધારે બોલી આ ટીમ પર લાગી હતી. પહેલી સીઝનની ટીમની કેપ્ટન્સી સચિન તેંદુલકરનાં ખભા પર હતી. જો કે 2 સીઝનમાં ટીમનું પ્રદર્શન સારૂ નોહતું રહ્યું, જોકે 2010 પછી ટીમનાં પ્રદર્શનમાં સુધારો આવવા લાગ્યો અને ટીમ પહેલી વાર ફાઈનલમાં પહોચી હતી પરંતુ ચેન્નાઈનાં હાથે તેની હાર થઈ હતી.
તે પછી ટીમનું પ્રદર્શન ઘણું સારૂ થતું ગયું અને અત્યાર સુધી આ ટીમ 4 વાર ચેમ્પિયન પણ બની જે લીગમાં કોઈ પણ ટીમનાં મુકાબલામાં સૌથી વધારે છે. ટીમે 2013માં પહેલી વાર આ ખિતાબ જીત્યો હતો, ત્યારબાદ 2015,2017 અને 2019માં પણ મુંબઈ ઈન્ડિયન્સ ચેમ્પિયન બની હતી. આ ટીમે અત્યાર સુદીમાં સૌથી વધારે 107 મેચ જીતી. મુંબઈ જ પહેલી ટીમ હતી જેણે 100 જીતનો આંકડો પાર કર્યો હતો.
ટીમનાં કેપ્ટન રોહિત શર્મા
હાલનાં સમયમાં લિમીટેડ ઓવરનાં ફોર્મેટમાં સૌથી શ્રેષ્ઠ બેટ્સમેનમાંથી એક રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સનાં કેપ્ટન છે. રોહિતને 2013માં ચાલુ સીઝનમાંજ વચ્ચેથી જ રીકી પોન્ટીંગની જગ્યા એ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને સાથે જ ટીમની કિસ્મત પણ બદલાઈ ગઈ. રોહિતની આગેવાનીમાં પહેલો ખિતાબ મેળવ્યો હતો અને તેની જ કેપ્ટન્સીમાં 4 ખિતાબ મેળવવાનું પણ બહુમાન મેળવ્યું હતું. રોહિતનાં નામે લીગમાં 188 મેચમાં 4,818 રન છે અને IPL ઈતિહાસમાં સૌથી વધારે રન બનાવવામાં પણ તેમનો નંબર ત્રીજો છે. રોહિતે પાછલી બે ત્રણ સિઝનમાં તેમના સ્તર પ્રમાણેનું પરફોર્મ નતી કરી શક્યા જો કે નવી સિઝનમાં ફરી એકવાર તેમના પર સૌ કોઈની નજર રહેશે.
મુંબઈ ઈન્ડિયન્સનાં સૌથી મોંઘા ખેલાડી
મુંબઈ ઈન્ડિયન્સ એ ટીમમાંથી છે કે જેનાં ઘણા ખેલાડીઓનાં વેતનનું સ્તર મોટું છે. કેપ્ટન રોહિત શર્મા ટીમનાં સૌથી મોંઘા ખેલાડી છે કે જેમને દરેક સિઝનમાં 15 કરોડ રૂપિયા મળે છે, તેના પછી ઓલરાઉન્ડર પંડ્યા ભાઈઓનો આવે છે. હાર્દિક અને કૃણાલ પંડ્યા કે જેમને 11 કરોડ અને 8.8 કરોડ રૂપિયા મળે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો