Inspiring: ચાના બગીચાના શ્રમિકની પુત્રીએ રગ્બીમાં બનાવ્યુ નામ, હવે ગ્લોબલ કેમ્પેઇન લીડ કરશે

બંગાળ (Bengal) ના ઉત્તરીય ક્ષેત્રના ચા ના બગીચા (Tea Gardens) માં કામ કરતા શ્રમીકનુ 20 વર્ષીય પુત્રીએ પોતાનુ શ્રેષ્ઠ ભવિષ્ય નિર્માણ કર્યુ છે. તે રગ્બી (Rugby) રમતને લઇને લોકો ને માટે મિશાલ થી કમ નથી. સંધ્યા રાય (Sandhya Rai) નુ નામ મહિલાઓને માટે રગ્બીને પ્રોત્સાહિત કરવા માટે એક ગ્લોબલ કેપેંન (Global campaign) ઇન્ડીયા અનસ્ટોપેબલ (India […]

Inspiring: ચાના બગીચાના શ્રમિકની પુત્રીએ રગ્બીમાં બનાવ્યુ નામ, હવે ગ્લોબલ કેમ્પેઇન લીડ કરશે
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Dec 30, 2020 | 5:38 PM

બંગાળ (Bengal) ના ઉત્તરીય ક્ષેત્રના ચા ના બગીચા (Tea Gardens) માં કામ કરતા શ્રમીકનુ 20 વર્ષીય પુત્રીએ પોતાનુ શ્રેષ્ઠ ભવિષ્ય નિર્માણ કર્યુ છે. તે રગ્બી (Rugby) રમતને લઇને લોકો ને માટે મિશાલ થી કમ નથી. સંધ્યા રાય (Sandhya Rai) નુ નામ મહિલાઓને માટે રગ્બીને પ્રોત્સાહિત કરવા માટે એક ગ્લોબલ કેપેંન (Global campaign) ઇન્ડીયા અનસ્ટોપેબલ (India Unstoppable) માટે જાહેર કરવામાં આવ્યુ છે.

અંગ્રેજી અખબારના એક રિપોર્ટ મુજબ, તે એશિયા રગ્બી અનસ્ટોપેબલ્સ પ્લેટફોર્મ પર દેશનુ પ્રતુનિધિત્વ કરવા વાળી ભારતની માત્ર ત્રણ મહિલાઓ પૈકી એક છે. એક યાદીમાં ટોચની 32 એશિયાઇ મહિલા રગ્બી ખેલાડીમાં સામેલ છે. વર્લ્ડ રગ્બી અનસ્ટોપેબલ અભિયાન એ ના માત્ર એશિયા અને ભારતમાં યુવતીઓ અને મહિલાઓને રમત માટે પ્રેરિત કરવાનુ છે, પરંતુ પ્રેરક ઉદાહરણ દર્શાવવા અને રજૂ કરવા માટે નુ એક મંચ પ્રદાન કર્યુ છે.

સંધ્યાનો જન્મ સિલીગુડીના પૂર્વમાં વૈકુંઠપુર જંગલ નજીકના ક્ષેત્રમાં થયો હતો. ચા ના બગીચાના મજૂરની પુત્રીએ ચાના બગીચામાં કામ કરવાને બદલે, પોતાના સપનાઓને પુરા કરવાનો નિર્ણય કર્યો હતો. તેની કહાની રગ્બી બોલની આસપાસમાં જ ફરતી હતી. તેનામાં ઝૂનુન છે તે ના કેવળ તેના જીવનને પરંતુ ગામના દૃષ્ટીકોણને પણ બદલી નાંખે છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

રિપોર્ટનુસાર ફાધર મેથ્યુએ જોયુ હતુ કે, કલકત્તામાં ડોન બોસ્કો આશાલ્યમના પ્રભારી રહેતા યુવાઓ માટે રગ્બી કેટલુ પ્રેરક રહી શકે છે. ગામમાં સમય વિતાવ્યા બાદ તેમણે વિચાર્યુ કે, રમત વિસ્તારના બાળકોનો પણ પ્રેરિત કરી શકે છે. 2013માં કલકત્તામાં એક રગ્બી ટીમને ખેલાડીઓને સિલીગુડી સેલ્સિયન કોલેજના સ્થાનિક પ્રમુખ દ્રારા રગ્બીમાં કેટલાક બાળકોને પ્રશિક્ષીત કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આમ આ સીલસીલો શરુ થયો હતો.

સંધ્યા અને તેના મિત્રોએ રગ્બીને પસંદ કરી અને તેમની મહેનત રંગ લાવી હતી. કારણ કે આ ગામની નવ યુવતીઓ ભારત માટે રગ્બી રમી ચુકી છે. સંધ્યાને હવે ભારતની અન્સ્ટોપેબલ ઘોષિત કરવામાં આવી છે. સંધ્યાએ પોતાના ખેલો રગ્બી પ્રોજેક્ટ માટે ધન એકઠુ કરવા માટે પણ એક અભિયાન પાસ ફોર પેશન પણ શરુ કર્યુ છે. જે તેના જેવા ખેલાડીઓને માટે અવસર પેદા કરી શકે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">