IND vs ENG 2nd Test, Day 1 LIVE Score: રોહિત બાદ ઇંગ્લેન્ડ પર પ્રંતનો પ્રહાર, પહેલા દિવસે ભારત 300/6

| Updated on: Feb 13, 2021 | 5:08 PM

IND vs ENG 2nd Test, Day 1 LIVE Score: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ ચેન્નઈ ખાતે આજથી શરૂ થઇ છે. ભારતે ટોસ જીતીને પહેલી બેટીંગ કરવાનો ફેસલો કર્યો હતો. IND vs ENG, 2nd Test, Day 1, LIVE Score: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ ચેન્નઈ ખાતે આજથી શરુ. ભારતે ટોસ જીતીને પહેલી બેટીંગ કરવાનો ફેસલો કર્યો. આ ટેસ્ટમાં અક્ષર પટેલ કરશે ડેબ્યું.

IND vs ENG 2nd Test, Day 1 LIVE Score: રોહિત બાદ ઇંગ્લેન્ડ પર પ્રંતનો પ્રહાર, પહેલા દિવસે ભારત 300/6

IND vs ENG 2nd Test, Day 1 LIVE Score: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ ચેન્નઈ ખાતે આજથી શરૂ થઇ છે. ભારતે ટોસ જીતીને પહેલી બેટીંગ કરવાનો ફેસલો કર્યો હતો. ભારતીય ઓપનર રોહિત શર્માએ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સમાં 161 રન બનાવ્યા હતા. તેણે 231 બોલમાં આ રન બનાવ્યા. રોહિતની વિકેટ પ્રથમ દાવમાં ભારતની ચોથી વિકેટ રહી હતી. આ સાથે, રહાણે સાથે ચોથી વિકેટ માટે તેની 162 રનની ભાગીદારી પણ પૂરી કરી હતી.

Key Events

રોહિત 161 રન બનાવીને આઉટ

રોહિત શર્માની મેરેથોન ઇનિંગ બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં પૂરી થઈ હતી. તેણે 161 રન બનાવ્યા હતા. રોહિતે 231 બોલમાં 18 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી આ રન બનાવ્યા હતા.

રોહિત-રહાણે વચ્ચે સદીની ભાગીદારી

ચેન્નાઇમાં રમવામાં આવી રહેલા બીજી ટેસ્ટ મેચની પહેલા દિવસે રોહિત અને રહાણે વચ્ચે વિકેટ માટે સદીની ભાગીદારી કરી છે. આ ભાગીદારીએ ભારતને મજબૂત સ્થિતિમાં લાવી દીધા છે.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 13 Feb 2021 05:01 PM (IST)

    ઇંગ્લેન્ડએ લીધો નવો બોલ અને લાગી ગયો ચોગ્ગો

    ઇંગ્લેન્ડએ નવો બોલ લીધો હતો અને ઓલી સ્ટોનએ અટેક પર લગાવી દીધો હતો. ભારત ટેસ્ટ પ્લેયર નંબર 302એ તેની બેટિંગ કરીને શાનદાર ચોગ્ગો મારી દીધો હતો. ભારતનો સ્કોર 300 પર પહોંચ્યો હતો.

  • 13 Feb 2021 04:54 PM (IST)

    અક્ષર પટેલે ટેસ્ટ ક્રિકેટમાં ખોલ્યું ખાતું

    બીજી ટેસ્ટથી ડેબ્યૂ કરનારો અક્ષર પટેલે સિંગલથી તેમનું ખાતું ખોલ્યું. આ રન તેણે ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટના બોલ પર બનાવ્યો હતો. આ માટે તેણે 4 બોલનો સામનો કર્યો હતો. ભારતનો સ્કોર 6 વિકેટે 290 રહ્યો છે.

  • 13 Feb 2021 04:47 PM (IST)

    અશ્વિન બન્યો જો રૂટનો શિકાર

    ચેન્નાઇમાં રમાઈ રહેલા બીજા ટેસ્ટ મેચમાં ભારતના 6 બેટ્સમેન આઉટ થઇ ગયા છે. ભારતને છઠ્ઠો ઝટકો અશ્વિનમાં લાગ્યો છે. જો રૂટે અશ્વિનને આઉટ કર્યો છે.

  • 13 Feb 2021 04:31 PM (IST)

    પંતની પાવરફુલ સિક્સ, બોલ પહોંચ્યો દર્શકો વચ્ચે

    ઋષભ પંતે ભારતીય ઈનિંગની 79મી ઓવર લગાવી રહેલા જેક લીચના બોલ પર જબરદસ્ત છગ્ગા ફટકાર્યા હતા. આ સિક્સ એટલી લાંબી હતી કે બોલ પ્રેક્ષકોની વચ્ચે પડ્યો. હતો. ભારતનો સ્કોર હવે 5 વિકેટે 265 ને પાર કરી ગયો છે.

  • 13 Feb 2021 04:23 PM (IST)

    મોઇનના પ્રદર્શનથી ખુશ છે ઇંગ્લેન્ડનો આ દિગ્ગ્જ

    ઇંગ્લેન્ડના દિગ્ગજ ક્રિકેટર ઇયાન બેલ બીજી ટેસ્ટમાં મોઇન અલીના પ્રદર્શનથી ખુશ છે. મોઈને પ્રથમ દાવમાં વિરાટ કોહલી અને રહાણેની વિકેટ બોલ્ડ કરી છે. બેલે કહ્યું કે ઇંગ્લેન્ડનો તેમના દિવસનો અદભૂત અંત હતો.

  • 13 Feb 2021 04:21 PM (IST)

    અલીએ રહાણેને કર્યો ક્લીન બોલ્ડ

    ભારતને બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં પાંચમો ઝટકો લાગ્યો છે. ટીમ ઇન્ડિયાના વાઇસ કેપ્ટન રહાણે 67 રને આઉટ થઈ ગયા છે. તેને મોઇન અલીએ ક્લીન બોલ્ડ કર્યો હતો. આઉટ થયા પહેલા રહાણેએ રોહિત સાથે ચોથી વિકેટ માટે 162 રનની ભાગીદારી કરી હતી.

  • 13 Feb 2021 04:11 PM (IST)

    વોનને રોહિતની ઇનિંગને બતાવી મેચની જીત

    રોહિત શર્માએ ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગ્સમાં 161 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ્સને ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને મેચ-વિનિંગ ગણાવી હતી. વોને ટ્વિટ કરીને રોહિતની સદીની પ્રશંસા કરી હતી.

  • 13 Feb 2021 04:05 PM (IST)

    રોહિત 161 રન બનાવીને થયો આઉટ

    રોહિત શર્મા બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં 161 રન બનાવીને આઉટ થયો હતો. મોઇન અલીએ આઉટ કર્યો હતો. રોહિતની ઇનિંગ્સમાં 18 ચોગ્ગા અને 2 છગ્ગા શામેલ છે. આઉટ થયા પહેલા તેણે રહાણે સાથે મળીને ભારતના સ્કોર બોર્ડમાં ચોથી વિકેટ માટે 162 રન જોડ્યા. રોહિતની વિકેટ ભારતનો ચોથો ફટકો છે.

  • 13 Feb 2021 03:51 PM (IST)

    રોહિત-રહાણેની જોડીએ ચોગ્ગા સાથે 150+ રન કર્યા પૂર્ણ

    ભારતની પહેલી ઇનિંગની 71 મી ઓવરમાં રોહિત શર્માએ જેક લીચની બોલિંગ ચોગ્ગો ફટકાર્યો હતો. આ સાથે રહાણેએ ચોથી વિકેટની ભાગીદારી કરીને 150 રનથી વધુ પહોંચી ગયા છે.

  • 13 Feb 2021 03:35 PM (IST)

    રોહિત શર્માના 150 રન પુરા

    રોહિત શર્માએ ચેન્નઈમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં 150 રન પૂરા કર્યા છે. ટેસ્ટ કરિયરમાં ચોથી વખત રોહિતે 150 થી વધુ રનનો આંક પાર કર્યો છે. રોહિત 207 બોલમાં 150 રન પૂરા કર્યા છે. આ સાથે રહાણે સાથે તેની ભાગીદારી પણ વધતી ગઈ છે. ભારતનો સ્કોર પણ 225 રનનો આંકડો પાર કરી ગયો છે.

  • 13 Feb 2021 03:05 PM (IST)

    રહાણેની 25મી અડધી સદી

    રોહિત શર્માએ મોઇન અલીની ઓવરમાં સદી પૂરી કરી હતી અને હવે અજિંક્ય રહાણેએ પણ ટી-બ્રેક બાદ મોઇનની પોતાની ઓવરમાં પોતાની અડધી સદી પૂરી કરી છે. રહાણેએ ઓવરના છેલ્લા બોલ પર ઝડપી સિંગલ મિડ સાથે તેની 25 મી અર્ધસદી પૂરી કરી. જોકે, આ ઓવરમાં રહાણેને મોઈનએ પરેશાન કર્યો હતો.

  • 13 Feb 2021 02:57 PM (IST)

    રહાણેનો જબરદસ્ત પુલ શોટ, અડધી સદીની નજીક

    અજિંક્ય રહાણેએ ધમાલ કરવાનું શરૂ કરી દીધું છે અને તે અડધી સદીથી માત્ર એક રન દૂર છે. ઓલ્લી સ્ટોન તરફથી શોર્ટ પિચ બોલ પર રહાણે બેકફૂટ પર ગયો અને એક ઉત્તમ પુલ શોટ બનાવ્યો. આ શોટને ડીપ સ્ક્વેર લેગ પર જવાની ફીલ્ડરને કોઈ તક નહોતી અને રહાણેને એક ફોર મળ્યો.

  • 13 Feb 2021 02:51 PM (IST)

    રોહિત શર્મા 150 રન તરફ આગળ વધ્યા

    ચેન્નાઇમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં સદી ફટકાર્યા બાદ રોહિત શર્મા હવે પોતાના 150 રન તરફ આગળ વધી રહ્યો છે. રોહિત હાલમાં 134 રને બનાવી ચુક્યો છે. રહાણે સાથે ભારતની રોહિત ઇનિંગ્સ આગળ વધારવાનો વિચાર કરી રહ્યો છે.

  • 13 Feb 2021 02:39 PM (IST)

    મેડન ઓવરથી ત્રીજા સેશનની શરૂઆત

    ચેન્નઈમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચ પ્રથમ દિવસના છેલ્લા સેશનની રમત શરૂ થઈ ગઈ છે. ઇંગ્લેન્ડ વિકેટ માટે તરસી રહ્યું છે. ત્રીજા સત્રમાં બોલિંગની શરૂઆત ઝડપી બોલર ઓલી સ્ટોન સાથે થઈ હતી. જેનો સામનો અજિંક્ય રહાણેએ કર્યો હતો.

  • 13 Feb 2021 02:29 PM (IST)

    બીજુ સેશન ખતમ, ટી બ્રેક સુધી ભારતનો સ્કોર 189/3

    ચેન્નાઇમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે ટી બ્રેક સુધી 3 વિકેટ પર 189 રન બનાવ્યા છે. બીજા સેશનમાં 28 ઓવર રમી હતી અને ભારતે કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 83 રન બનાવ્યા હતા. આ પહેલા લંચ સુધીમાં ભારતે 3 વિકેટે 106 રન બનાવ્યા હતા. બીજા સત્રમાં ભારત માટે રોહિત શર્માની સદી સારી રહી હતી.

  • 13 Feb 2021 02:06 PM (IST)

    ચેન્નાઈની પીચ, મુંબઇકારોની સદીની ભાગીદારી

    ભારત-ઇંગ્લેંડની બીજી ટેસ્ટ મેચ ચેન્નાઈની પીચ પર રમાઈ રહી છે. પરંતુ આ ધમાલ મુંબઈના 2 બેટ્સમેન રોહિત શર્મા અને રહાણે ધમાલ કરતા જોવા મળે છે. બંને વચ્ચે ચોથી વિકેટ માટે સદીની ભાગીદારી રહી છે. પરિણામ એ આવ્યું છે કે ઇંગ્લેન્ડના બોલરો વિકેટ માટે તરસી રહ્યા છે.

  • 13 Feb 2021 02:00 PM (IST)

    રોહિતની સદીથી આશ્ચર્યમાં ઇંગ્લેન્ડવાલા

    ચેન્નઈમાં રમાયેલી બીજી ટેસ્ટમાં રોહિતની સદી જોઈને ઇંગ્લેન્ડના દિગ્ગજ ક્રિકેટર ઇયાન બેલ આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેમણે ટ્વીટ કરીને સદીની પ્રશંસા કરી અને લખ્યું કે તેણે પોતાની સદીની ઇનિંગ્સની એક સરળ સ્ક્રિપ્ટ લખી છે. બેલે એમ પણ કહ્યું હતું કે જો ભારત મેચમાં આગળ વધવા માંગે છે તો રોહિત માટે રમવાનું ચાલુ રાખવું મહત્વપૂર્ણ છે.

  • 13 Feb 2021 01:44 PM (IST)

    રોહિતની સદી પર રૈનાએ આપી શુભેચ્છા

    રોહિત શર્માએ ઇંગ્લેન્ડ સામે સદી ફટકારી હતી. તો સુરેશ રૈનાએ અભિનંદન પણ આપ્યા હતા. રૈનાએ ટ્વિટ કરીને લખ્યું- મારા ભાઈ રોહિત શર્માના બેટથી વધુ એક શાનદાર સદી. વન્ડરફુલ.

  • 13 Feb 2021 12:59 PM (IST)

    રહાણે રોહિતને આપી રહ્યો છે ભરપૂર સાથ

    બીજા ટેસ્ટમાં રોહિત અને રહાણે સંભાળીને રમી રહ્યા છે. આ વચ્ચે એક ભાગીદારી બનતી જોવા મળે છે. જે ભારતીય ટિમ માટે કામની સાબિત થઇ શકે છે. હાલ તો રોહિત તેની સદીની નજીક પહોંચ્યો છે. જો તે સદી કરે છે તો ટેસ્ટ કરિયરની 7મી સદી હશે.

  • 13 Feb 2021 12:38 PM (IST)

    વોનએ પહેલી ઇનિંગના ટોટલ પર કર્યો મોટો ઈશારો

    ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર માઇકલ વોનએ બીજી ટેસ્ટ મેચની પહેલી ઇનિંગ્સમાં 300ના કુલ સ્કોર કીધો છે. ગત સપ્તાહે ચેન્નાઇમાં ઇંગ્લેન્ડ દ્વારા 500થ વધુ રન બનાવ્યા હતા.

  • 13 Feb 2021 12:36 PM (IST)

    બીજા સેશનમાં ભારતની ધીમી શરૂઆત

    ટિમ ઇન્ડિયાની બીજી ટેસ્ટમાં પહેલા દિવસની બીજી સેશનની શરૂઆત ધીમી થઇ છે. રોહિત શર્માએ હાલ તેની બેટિંગ ઓર લગામ રાખી છે. લંચ સુધી 78 બોલમાં 80 રન બનાવનાર રોહિતે બીજા સેશનમાં 15 બોલમાં ફક્ત 2 રન જ બનાવી શક્યો છે. તો રહાણેએ ફક્ત 3 રન બનાવ્યા છે.

  • 13 Feb 2021 12:20 PM (IST)

    બીજા સેશનની રમત શરૂ

    ચેન્નાઇમાં રમાઈ રહેલા બીજા ટેસ્ટના પહેલા દિવસે લંચ પછીની રમત શરૂ થઇ ગઈ છે. રોહિત અને રહાણે ક્રિઝ પર ઉતર્યા છે. લંચ સુધીમાં ભારતે 3 વિકેટ પર 106 રન બનાવ્યા હતા. જેમાં 80 રન તો એકલા રોહિતના હતા.

  • 13 Feb 2021 11:35 AM (IST)

    ભારતના 100 રન થયા પુરા

    ચેન્નાઇમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટના પહેલા દિવસે ભારતે પહેલા સેશનમાં 100 રન બનાવ્યા છે. જેમાં એકલા રોહિત શર્માના 75 રન છે. રોહિત સતત ઇંગ્લેન્ડના બોલરોને થાપ આપતો જોવા મળે છે. આ સાથે જ ભારતને 3 ઝટકા લાગી ચુક્યા છે.

  • 13 Feb 2021 11:18 AM (IST)

    ભારતને લાગ્યો ત્રીજો ઝટકો, વિરાટ કોહલી થયો આઉટ

    ભારતને ત્રીજી ઝટકો લાગ્યો છે. વિરાટ કોહલી ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઇ ગયો છે. વિરાટ કોહલી મોઇન અલીનીએક શાનદાર બોલીગથી જ ક્લીન બોલ્ડ થઇ ગયો છે. કોહલીપહેલા સેશનમાં કોઈ રન બનાવી શક્યો ના હતો. આ સાથે જ ભારતનો સ્કોર 3 વિકેટ પર 90 રનએ પહોંચ્યો છે.

  • 13 Feb 2021 11:13 AM (IST)

    ભારતને લાગ્યો બીજો ઝટકો, પુજારા થયો આઉટ

    ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતને બીજો ઝટકો લાગ્યો છે. તેને આ ફટકો પૂજારાને લાગ્યો છે, જે 21 રનના સ્કોર પર જેક લીચનો શિકાર બન્યો હતો. પુજારાએ બીજી વિકેટ માટે રોહિત સાથે 85 રનની ભાગીદારી કરી હતી.

  • 13 Feb 2021 11:04 AM (IST)

    ચોગ્ગા સાથે મોઇન અલીની બીજી ઓવરનો અંત

    રોહિત શર્માની સામે જે પણ ઇંગ્લેન્ડનો બોલર આવે છે તે હારી જ જાય છે. રોહિત બીજી ટેસ્ટમાં અલગ જ સ્ટાઇલમાં જોવા મળી રહ્યો છે. તેણે પ્રથમ ઓવરમાં મોઇન અલીની બીજી ઓવરને ચોગ્ગાથી પૂરી કરી. ભારતને અલીની આ ઓવરથી કુલ 8 રન મળ્યા હતા. રોહિત શર્માએ બીજી ટેસ્ટની પહેલી ઇનિંગમાં અડધી સદી ફટકારી છે.

  • 13 Feb 2021 10:51 AM (IST)

    રોહિતે ચોગ્ગા સાથે પુરી કરી અડધી સદી

    રોહિત શર્માએ ચેન્નઈ ટેસ્ટની પહેલી ઇનિંગમાં 50 રન પૂરા કર્યા છે. તેણે આ અડધી સદી જેક લીચના બોલ પર ચોગ્ગા ફટકારીને પૂર્ણ કરી હતી. અડધી સદી સુધી પહોંચવા માટે તેણે 47 બોલ રમ્યા હતા. ભારતનો સ્કોર 60 રનથી વધી ગયો છે. રોહિતે પુજારા સાથે મળીને બીજી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી નોંધાવી હતી.

  • 13 Feb 2021 10:48 AM (IST)

    રોહિત-પુજારાએ અડધી સદીમાં નોંધાવી ભાગીદારી

    ચેન્નાઈમાં રમાઈ રહેલા બીજા ટેસ્ટ મેચમાં રોહિત અને પુજારા વચ્ચે બીજી વિકેટ માટે અડધી સાડીની ભાગીદારી નોંધાવી છે. આ સાથે જ ભારતના રન 50 થઇ ગયા છે.

  • 13 Feb 2021 10:37 AM (IST)

    રોહિત શર્મા ટેસ્ટ મેચમાં કંઈક અલગ જ મૂડમાં

    રોહિત શર્મા ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં અલગ જ મૂડમાં જોવા મળી રહ્યો છે. રોહિત શર્મા ઇંગ્લેન્ડના બોલરો પર ભારે પડી રહ્યો છે. બ્રોડ અને સ્ટોન આનો ભોગ બનતા હતા, હવે તેઓ સ્ટોક્સને પણ ધોવા લાગ્યા છે. સ્ટોક્સની ઓવરમાં જે ભારતની પ્રથમ ઇનિંગની 12 મી ઓવર હતી, રોહિતે બેક-ટુ-બેક સિક્સર અને એક ચોગ્ગા ફટકાર્યો હતો. આ રીતે 11 રનની કરી લીધા હતા.

  • 13 Feb 2021 10:27 AM (IST)

    ઇંગ્લેન્ડે ગુમાવ્યો રીવ્યુ

    ચેન્નાઇમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં ઇંગ્લેન્ડની રીવ્યુ ગુમાવી દીધું છે. રોહિત એક બોલ પર સ્વીપ શોટ રમવા માંગતો હતો. જો કે, DRS લીધા પછી પણ નિર્ણય બદલાયો નહીં અને ઇંગ્લેન્ડ રીવ્યુ ગુમાવ્યું હતું.

  • 13 Feb 2021 10:20 AM (IST)

    રોહિત એક બાદ એક મારી રહ્યો છે ચોગ્ગો

    રોહિત શર્મા બીજી ટેસ્ટમાં સારો રંગ દેખાડવા લાગ્યો છે. તેના માટે શોટ લગાડવો આસાન થઇ ગયો છે. ભારતનો સ્કોર 8 ઓવર બાદ 1 વિકેટ અને 29 રન થઇ ગયા છે. એકલા રોહિતના 23 રન છે.

  • 13 Feb 2021 10:14 AM (IST)

    રોહિતે ચોગ્ગો મારીને બ્રોડની પુરી કરી ઓવર

    ચેન્નઈમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં રોહિત શર્મા સારા મૂડમાં જોવા મળી રહ્યો છે. સ્ટુઅર્ટ બ્રોડે તેની ચોથી ઓવરમાં તેને મુશ્કેલીમાં મુકવાનો પ્રયાસ કર્યો પરંતુ તેણે છેલ્લી બોલ પર ચોગ્ગાથી શાનદાર જવાબ આપ્યો. બ્રોડ હજી સુધી તેની 4 ઓવરમાં 21 રન આપી ચૂક્યો છે અને તેને કોઈ વિકેટ મળી નથી. આ સાથે જ રોહિત પણ ધીરે ધીરે પોતાની ઇનિંગ્સ પૂરો કરતો જોવા મળી રહ્યો છે.

  • 13 Feb 2021 10:07 AM (IST)

    6 ઓવર બાદ ભારતનો સ્કોર

    ચેન્નાઈમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ભારતે 6 ઓવર બાદ 1 વિકટ અને 18નો સ્કોર બનાવી લીધો છે. ભારતને પહેલો ઝટકો શુભમન ગિલથી લાગ્યો છે.

  • 13 Feb 2021 09:53 AM (IST)

    બ્રોડની બીજી ઓવર... માર્યો ચોગ્ગો

    ચેન્નઈમાં રમાનારી બીજી ટેસ્ટની પહેલી સેશનમાં બ્રોડની બીજી ઓવરમાં ચોગ્ગો માર્યો છે. આ ઓવરમાં બ્રોડએ કુલ 9 રન આપ્યા છે.

  • 13 Feb 2021 09:45 AM (IST)

     મેડન ઓવર અને ગિલની વિકેટ... શરુ થઈ બીજી ટેસ્ટ

    ચેન્નઈમાં ભારત અને ઈગ્લેન્ડની વચ્ચે બીજી ટેસ્ટ રમવામાં આવી રહી છે. ભારત ટોસ જીતીને પહેલા બેટીગ કરી રહ્યા છે. ગીલએ ખાતું ખોલ્યા વગર આઉટ થઈ ગયો હતો.

  • 13 Feb 2021 09:38 AM (IST)

    વિરાટ કોહલીએ અક્ષર પટેલને ટેસ્ટ કેપ આપી

    અક્ષર પટેલ ભારત માટે ટેસ્ટ ડેબ્યું કરવાવાળો 302 નો ક્રિકેટર છે. તેમને કેપ્ટન કોહલીએ ટેસ્ટ કેપ આપી છે. અક્ષરને ટીમમાં શહબાઝ નદીમની જગ્યાએ ઉતાર્યો છે.

  • 13 Feb 2021 09:29 AM (IST)

    બીજી ટેસ્ટમાં બૂમરાહ થયો બહાર, અક્ષર પટેલ કરશે ડેબ્યૂ

    ભારતીય ટીમમાં બીજા ટેસ્ટમાં 3 બદલાવ આવ્યા છે. સૌથી પહેલો બદલાવ જસપ્રીતને બહાર કરવામાં આવ્યો છે. સિરાજને જગ્યા મળી છે. તો અક્ષર પટેલ ડેબ્યૂ કરશે.

Published On - Feb 13,2021 5:01 PM

Follow Us:
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">