INDvsENG: ઉતાર ચઢાવ સાથેની રોમાંચક મેચમાં ભારતનો 8 રને વિજય, શ્રેણી 2-2થી બરાબર

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England ) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં ચોથી T20 મેચ રમાઈ હતી. મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને કેપ્ટન ઈયોન મોર્ગન (Eoin Morgan)એ પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી.

INDvsENG: ઉતાર ચઢાવ સાથેની રોમાંચક મેચમાં ભારતનો 8 રને વિજય, શ્રેણી 2-2થી બરાબર
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 18, 2021 | 11:28 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England ) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં ચોથી T20 મેચ રમાઈ હતી. મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને કેપ્ટન ઈયોન મોર્ગન (Eoin Morgan)એ પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)એ શાનદાર રમત રમી અર્ધશતક લગાવ્યુ હતુ. ઉતાર અને ચઢાવવાળી મેચમાં આખરે રોમાંચકતા વચ્ચે ભારતે જીત મેળવી હતી. 186 રનના લક્ષ્યાંકની સામે ઈંગ્લેન્ડ વળતા જવાબમાં 20 ઓવરના અંતે 8 વિકેટ ગુમાવીને 177 રન કર્યા હતા. આમ ઈંગ્લેન્ડની 8 રને હાર થઈ હતી. આ સાથે જ શ્રેણી 2-2થી બરાબર પર આવી ગઈ હતી. આમ અંતિમ અને પાંચમી T20 મેચ શ્રેણી માટે નિર્ણાયક રહેશે.

ઈંગ્લેન્ડ બેટીંગ

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

ભારતીય બોલરો સામે શરુઆતની બે ઓવર સુધી નિયંત્રણમાં રહેલા ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ આક્રમતા લાવવાનો પ્રયાસ શરુ કર્યો હતો. જોકે ઈંગ્લેન્ડે 15 રનના સ્કોર પર જ જોસ બટલરની વિકેટ ગુમાવી હતી. બટલરે 9 રન કરીને ભૂવનેશ્વર કુમારની ઓવરમાં કેચ આઉટ થયો હતો. ડેવિડ મલાન પણ બીજી વિકેટના સ્વરુપમાં 14 રન કરીને આઉટ થયો હતો. તેને રાહુલ ચાહરે ક્લીન બોલ્ડ કર્યો હતો. જેસન રોયે 40 રનની રમત રમી હતી, તેણે 27 બોલની રમતમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગો લગાવ્યો હતો. જોની બેયરસ્ટોએ 19 બોલમાં 25 રન કર્યા હતા. બેયરસ્ટો અને બેન સ્ટોકની ભાગીદીરી પીચ પર જામી રહી હતી એ દરમ્યાન જ રાહુલ ચાહરે તેની તોડી પાડી હતી. ત્યારબાદ શાર્દુલ ઠાકરે આક્રમણ કરતા 17મી ઓવરમાં સળંગ બે વિકેટ ઝડપી લેતા મુશ્કેલીમાં મુકાઈ ગયુ હતુ.

શાર્દુલ ઠાકુરના બોલ પર 17મી ઓવરના પ્રથમ બોલ પર બેન સ્ટોક્સ આઉટ થયો હતો. સ્ટોક્સે 23 બોલમાં 46 રનની રમત રમી હતી. તેણે 3 છગ્ગા અને 4 ચોગ્ગા લગાવ્યા હતા. જ્યારે તેના બીજા જ બોલ પર ઈયોન મોર્ગનની વિકેટ ઈંગ્લેન્ડે ગુમાવી હતી, કેપ્ટન મોર્ગન 4 રન કરીને જ પેવેલિયન પરત ફર્યો હતો. સેમ કુરને 3 રન કર્યા હતા. જોફ્રા આર્ચરે અંતિમ ઓવરમાં ચોગ્ગા અને છગ્ગાની રમત દર્શાવીને મેચને અંત સુધી રોમાંચક બનાવી દીધી હતી. જોફ્રાનું રમત દરમ્યાન અંતિમ ઓવર દરમ્યાન બેટ તુટ્યુ હતુ.

ભારતની બોલીંગ

શાર્દુલ ઠાકુરે 3 વિકેટ ઝડપી હતી. શાર્દુલ ઠાકુરે 17મી ઓવરમાં મેચને રોમાંચક સ્થિતીમાં લાવી દીધી હતી. શાર્દુલે બે સળંગ વિકેટ ઝડપીને બેન સ્ટોક અને ઈયોન મોર્ગનને પેવેલિયન મોકલીને મેચમાં ભારતને પરત લાવી દીધુ હતુ. રાહુલ ચાહરે 4 ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી. તેણે 35 રન આપ્યા હતા. વોશિંગ્ટન સુંદર ખૂબ ખર્ચાળ બોલર ભારત માટે સાબિત થયો હતો. એક પણ વિકેટ નહીં મેળવીને સુંદરે 4 ઓવરમાં 52 રન આપ્યા હતા. હાર્દિક પંડ્યાએ ખૂબ કસીને બોલીંગ કરી હતી. હાર્દિક પંડ્યાએ 2 વિકેટ ઝડપી હતી. હાર્દિકે 4 ઓવરમાં માત્ર 16 રન જ આપ્યા હતા. ભૂવનેશ્વર કુમાર એક વિકેટ મેળવીને 30 રન આપ્યા હતા.

ભારતની બેટીંગ

સૂર્યાકુમારે આજે સુંદર રમતનું પ્રદર્શન કર્યુ હતુ. તેણે પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ઈનીગની શરુઆત જ સિક્સર લગાવીને કરી હતી. સૂર્યાએ શાનદાર અર્ધશતક ફટકાર્યુ હતુ. તેણે 31 બોલમાં 57 રનની ઈનીંગ રમી હતી. સૂર્યાએ 6 ચોગ્ગા અને 3 સિક્સર લગાવી હતી. શ્રેયસ ઐયરે 18 બોલમાં 37 રનની ઈનીંગ રમી હતી. છગ્ગો લગાવવાના પ્રયાસમાં તે અંતિમ ઓવરમાં કેચ આઉટ થયો હતો. ટીમ ઈન્ડીયાએ શરુઆતમાં જ રોહિત શર્માની વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્માને જોફ્રા આર્ચરે પોતાના જ બોલ પર કેચ આઉટ કર્યો હતો. કેએલ રાહુલે 14 રન કર્યા હતા. તે બેન સ્ટોક્સના બોલ પર જોફ્રા આર્ચરે કેચ ઝડપી આઉટ કર્યો હતો.

કેપ્ટન વિરાટ કોહલી આજે રન બનાવવામાં નિષ્ફળ નિવડ્યો હતો. અગાઉની બે મેચમાં અર્ધ શતક ફટકાર્યા હતા. કોહલીએ 5 બોલમાં 1 રન કરીને આદિલ રાશીદની ઓવરમાં સ્ટંપિંગ આઉટ થયો હતો. ઋષભ પંતે 23 બોલમાં 30 રન કર્યા હતા. તેણે 4 ચોગ્ગા ફટકાર્યા હતા. હાર્દિક પંડ્યા 8 બોલમાં 11 રન કરીને બેન સ્ટોક્સના હાથમાં એક જબરદસ્ત કેચ દ્વારા આઉટ થયો હતો.

ઈંગ્લેન્ડની બોલીંગ

જ્યારે જોફ્રા આર્ચરે 4 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવર કરીને 39 રન આપ્યા હતા. તેણે અંતિમ ઓવર દરમ્યાન 2 વિકેટ ઝડપી હતી. સેમ કુરન, આદિલ રાશિદ અને ક્રિસ જોર્ડન ખર્ચાળ બોલર સાબિત થયા હતા. ઈંગ્લેન્ડ આમ તો સમયાંતરે વિકેટ ઝડપવામાં સફળ રહ્યુ હતુ, પરંતુ રનને અટકાવી શક્યા નહોતા. ક્રિસ જોર્ડનનની ચોથી ઓવરમાં 18 રન લુટાવ્યા હતા, જ્યારે સેમ કુરનની એક જ ઓવરમાં 16 રન ખર્ચાયા હતા. આદિલે એક વિકેટ ઝડપી હતી. માર્ક વુડ વિકેટની બાબતમાં આજે ખાસ સફળ રહ્યો નહોતો, તેને એક જ વિકેટ નસીબ થઈ હતી. પરંતુ તેણે બોલીંગ રનની બાબતમાં કસીને નાંખી હતી. તેણે એક ઓવર મેઈડન કરી 4 ઓવરમાં 25 રન આપ્યા હતા.

આ પણ વાંચો: INDvsENG: ધુંઆધાર રમત દર્શાવનાર સુર્યાકુમારને કેચ આઉટ આપવાના મામલે સહેવાગે રોષ ઠાલવ્યો

Latest News Updates

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
g clip-path="url(#clip0_868_265)">