INDvsENG: સૂર્યકુમારની શાનદાર ફિફટીની મદદથી ઈંગ્લેન્ડ સામે ભારતનો સ્કોર 8 વિકેટે 185 રન

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England ) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં ચોથી T20 મેચ રમાઈ રહી છે. ઈંગ્લેન્ડ પાંચ મેચોની T20 શ્રેણીમાં 2-1થી આગળ છે, જેને લઈને ભારત માટે આજની મેચ ખૂબ જ મહત્વની છે.

INDvsENG: સૂર્યકુમારની શાનદાર ફિફટીની મદદથી ઈંગ્લેન્ડ સામે ભારતનો સ્કોર 8 વિકેટે 185 રન
Rishabh Pant-Suryakumar Yadav
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 18, 2021 | 9:15 PM

ભારત અને ઈંગ્લેન્ડ (India vs England ) વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium)માં ચોથી T20 મેચ રમાઈ રહી છે. ઈંગ્લેન્ડ પાંચ મેચોની T20 શ્રેણીમાં 2-1થી આગળ છે, જેને લઈને ભારત માટે આજની મેચ ખૂબ જ મહત્વની છે. મેચમાં ઈંગ્લેન્ડે ટોસ જીતીને કેપ્ટન ઇયોન મોર્ગન (Eoin Morgan)એ પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી. ભારતીય ટીમની શરુઆત નબળી રહી હતી. રોહિત શર્મા (Rohit Sharma) 12 રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો. ભારતે ઈશાન કિશન (Ishan Kishan)ના બદલે સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav)નો સમાવેશ કર્યો હતો. સુર્યાએ શાનદાર રમત રમી અર્ધશતક લગાવ્યુ હતુ. ભારતે ઈંગ્લેન્ડ સામે 185 રનનું લક્ષ્ય 8 વિકેટ ગુમાવીને રાખ્યુ હતુ.

ભારતીય બેટીંગ સૂર્યાકુમારે આજે સુંદર રમતનું પ્રદર્શન કર્યુ હતુ. તેણે પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ઈનીગની શરુઆત જ સિક્સર લગાવીને કરી હતી. સૂર્યાએ શાનદાર અર્ધશતક ફટકાર્યુ હતુ. તેણે 31 બોલમાં 57 રનની ઈનીંગ રમી હતી. સૂર્યાએ 6 ચોગ્ગા અને 3 સિક્સર લગાવી હતી. શ્રેયસ ઐયરે 18 બોલમાં 37 રનની ઈનીંગ રમી હતી. છગ્ગો લગાવવાના પ્રયાસમાં તે અંતિમ ઓવરમાં કેચ આઉટ થયો હતો. ટીમ ઈન્ડીયાએ શરુઆતમાં જ રોહિત શર્માની વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્માને જોફ્રા આર્ચરે પોતાના જ બોલ પર કેચ આઉટ કર્યો હતો. કેએલ રાહુલે 14 રન કર્યા હતા. તે બેન સ્ટોક્સના બોલ પર જોફ્રા આર્ચરે કેચ ઝડપી આઉટ કર્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

કેપ્ટન વિરાટ કોહલી આજે રન બનાવવામાં નિષ્ફળ નિવડ્યો હતો. અગાઉની બે મેચમાં અર્ધ શતક ફટકાર્યા હતા. કોહલીએ 5 બોલમાં 1 રન કરીને આદિલ રાશીદની ઓવરમાં સ્ટંપિંગ આઉટ થયો હતો. ઋષભ પંતે 23 બોલમાં 30 રન કર્યા હતા. તેણે 4 ચોગ્ગા ફટકાર્યા હતા. હાર્દિક પંડ્યા 8 બોલમાં 11 રન કરીને બેન સ્ટોક્સના હાથમાં એક જબરદસ્ત કેચ દ્વારા આઉટ થયો હતો.

ઈંગ્લેન્ડ બોલીંગ

જ્યારે જોફ્રા આર્ચરે 4 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવર કરીને 39 રન આપ્યા હતા. તેણે અંતિમ ઓવર દરમ્યાન 2 વિકેટ ઝડપી હતી. સેમ કુરન, આદિલ રાશિદ અને ક્રિસ જોર્ડન ખર્ચાળ બોલર સાબિત થયા હતા. ઈંગ્લેન્ડ આમ તો સમયાંતરે વિકેટ ઝડપવામાં સફળ રહ્યુ હતુ, પરંતુ રનને અટકાવી શક્યા નહોતા. ક્રિસ જોર્ડનનની ચોથી ઓવરમાં 18 રન લુટાવ્યા હતા, જ્યારે સેમ કુરનની એક જ ઓવરમાં 16 રન ખર્ચાયા હતા. આદિલે એક વિકેટ ઝડપી હતી. માર્ક વુડ વિકેટની બાબતમાં આજે ખાસ સફળ રહ્યો નહોતો, તેને એક જ વિકેટ નસીબ થઈ હતી. પરંતુ તેણે બોલીંગ રનની બાબતમાં કસીને નાંખી હતી. તેણે એક ઓવર મેઈડન કરી 4 ઓવરમાં 25 રન આપ્યા હતા.

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">