INDvsAUS: ઓસ્ટ્રેલિયાના પ્રધાનના તેવર સામે વાસિમ જાફરે ટ્વીટર પર કંઇક આવું કહ્યું

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં ટેસ્ટ સીરીઝ ચાલી રહી છે. આગામી 7 મી જાન્યુઆરીએ ત્રીજી અને 15 જાન્યુઆરીએ ચોથી ટેસ્ટ રમાનારી છે. ચોથી ટેસ્ટ બ્રિસબેન (Brisbane Test) માં રમાનારી હોવાને લઇને પણ વિવાદો વધી રહ્યા છે. ક્વિસલેન્ડના આરોગ્ય પ્રધાને (Minister of Health of Queensland) પણ આકરી ભાષા અપનાવતા વિવાદ વકર્યો હતો. આ દમ્યાન ભારતના પૂર્વ […]

INDvsAUS: ઓસ્ટ્રેલિયાના પ્રધાનના તેવર સામે વાસિમ જાફરે ટ્વીટર પર કંઇક આવું કહ્યું
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 04, 2021 | 12:48 PM

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હાલમાં ટેસ્ટ સીરીઝ ચાલી રહી છે. આગામી 7 મી જાન્યુઆરીએ ત્રીજી અને 15 જાન્યુઆરીએ ચોથી ટેસ્ટ રમાનારી છે. ચોથી ટેસ્ટ બ્રિસબેન (Brisbane Test) માં રમાનારી હોવાને લઇને પણ વિવાદો વધી રહ્યા છે. ક્વિસલેન્ડના આરોગ્ય પ્રધાને (Minister of Health of Queensland) પણ આકરી ભાષા અપનાવતા વિવાદ વકર્યો હતો. આ દમ્યાન ભારતના પૂર્વ ઓપનર વાસિમ જાફરે (Wasim Jaffer) પણ આશ્વર્યજનક જવાબ સોશિયલ મિડીયા પર વાળ્યો છે.

ક્વિસલેન્ડ સરકારના આરોગ્ય પ્રધાન રોઝ બેટને (Ross Bates) કહ્યુ હતુ કે, કડક નિયમોનુ પાલન ના કરવુ હોય તો, ટીમ ઇન્ડીયાએ બ્રિસબેન ના આવવુ હોય તો ના આવે. બસ આ વાતને લઇને બ્રિસબેન ટેસ્ટ પર વિવાાદ વધવા લાગ્યો હતો.

આ દરમ્યાન વાસિમ જાફરે એક પોસ્ટ ટ્વીટ કરી હતી. જેમાં તેણે જોફ્રા આર્ચરનો બેગ સાથેનો ફોટો સાથે એક કેપ્શન લખી હતી. જેમાં પ્રથમ લાઇનમાં લખ્યુ હતુ કે, ઓસ્ટ્રેલીયન મીનીસ્ટરઃ અમારા નિયમો દ્રારા રમો અથવા આવશો નહી. બીજી લાઇનમાં લખ્યુ કે બેગમાં બોર્ડર-ગાવાસ્કર ટ્રોફી સાથે ભારતીય ટીમ.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

https://twitter.com/WasimJaffer14/status/1345617238439522310?s=20

ક્વિન્સલેન્ડના આરોગ્ય પ્રધાન રોઝ બેટ્સે રવિવારે એક વિડીયો ટ્વીટ કર્યો હતો. જેમાં તેઓએ મિડીયાના સવાલ પર જવાબ આપ્યો હતો. જે ચોથી ટેસ્ટ માટે બ્રિસ્બેન જવા માટે ભારતની અનિચ્છા દર્શાવે છે, તેવા અહેવાલો અંગે તેમને પૂછવામાં આવેલા સંવાલ અંગે હતો. તેમણે તે વિડીયો મુજબ હતું, “જો ભારતીય (ટીમ) નિયમો પ્રમાણે રમવા માંગતા ન હોય તો, આવો નહીં.”

આ દરમ્યામન ક્વિસલેન્ડના સ્પોર્ટસ પ્રધાન ટીમ મેન્ડરે પણ નિવદન કર્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે બેટ્સની વાતને લઇને કહ્યુ કે પ્રોટોકોલને અવગણના કરવા માટે કોઇને છુટ નથી, દરેક વ્યક્તિએ સમાનતા થી તેનુ પાલન કરવુ પડશે. જો ભારતીય ક્રિકેટ ટીમ ચોથી ટેસ્ટ માટે બ્રિસ્બેનમાં ગાઇડલાઇન્સની અવગણના કરવા માંગે છે, તો તેઓ આવવુ ન જોઈએ. દરેક માટે સમાન નિયમો લાગુ હોવા જોઈએ. એમ પ્રધાન મેન્ડરે કહ્યું હતુ.

ક્વીન્સલેન્ડ દ્રારા ન્યૂ સાઉથ વેલ્સ સાથેની તેમની સરહદો ને બંધ કરી દીધી છે. જો કે જાન્યુઆરી 15 ના રોજ ખેલાડીઓ ને બ્રિસ્બેન જવા માટે ચોથી ટેસ્ટ માટે ઉડાન ભરવા દેવા માટે છુટ અપાઇ છે. સિડનીમાં રહ્યા બાદ તેઓ કયા સ્તરના નિયંત્રણોનો સામનો કરશે તે અંગે હજુ અનિશ્ચિતતા છે. ઓસ્ટ્રેલિયા આવ્યા બાદ ભારતના ખેલાડીઓએ 14 દિવસનો કડકાઇ થી ક્વોરન્ટાઇન સમય પસાર કર્યો હતો. ત્યારબાદ એડિલેડ, કેનબેરા, સિડની અને મેલબોર્નમાં મેચની તૈયારી અને રમત વખતે થોડીક વધુ છુટછાટ ભોગવી હતી.

https://twitter.com/Ros_Bates_MP/status/1345572787004481537?s=20

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">