INDvsAUS: બ્રિસબેન ટેસ્ટ દરમ્યાન સિરાજ અને સુંદર માટે દર્શકોએ ઉચ્ચારી અભદ્ર ભાષા

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે બ્રિસબેન (Brisbane) માં રમાઇ રહેલી બોર્ડર ગાવાસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) ની, અંતિમ અને નિર્ણાંયક મેચ દરમ્યાન સિરાજને ફરી થી દર્શકોએ નિશાન બનાવ્યો હતો. દર્શકોએ મહંમદ સિરાજ (Mohammad Siraj) માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો.

  • Avnish Goswami
  • Published On - 8:21 AM, 16 Jan 2021
INDvsAUS: Viewers experimented with vulgar language for Siraj and Sundar during the Brisbane Test
Mohammad Siraj

ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે બ્રિસબેન (Brisbane) માં રમાઇ રહેલી બોર્ડર ગાવાસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) ની, અંતિમ અને નિર્ણાંયક મેચ દરમ્યાન સિરાજને ફરી થી દર્શકોએ નિશાન બનાવ્યો હતો. દર્શકોએ મહંમદ સિરાજ (Mohammad Siraj) માટે અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો. સિડની મોર્નીગ હેરાલ્ડની જાણકારી મુજબ કેટલાક દર્શકોએ સિરાજ ઉપરાંત વોશિંગ્ટન સુંદર (Washington Sundar) ને માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. સુંદર બ્રિસબેન ટેસ્ટમાં ડેબ્યુ કરી રમી રહ્યો છે. જ્યારે સિરાજની આ ત્રીજી ટેસ્ટ મેચ છે. આ પહેલા ત્રીજી ટેસ્ટ મેચ સિડની (Sydney) ના ગ્રાઉન્ડમાં રમાઇ હતી. જ્યાં પણ દર્શકોએ સિરાજ માટે વંશિય (Racist) ટીપ્પણીઓ કરી હતી.

સિડની માં વંશિય ટીપ્પણીના મામલે વિવાદ પણ થયો હતો અને મેચને અધવચ્ચે રોકવી પડી હતી. સિરાજે અંપાયરને ફરીયાદ કરવાને પગલે છ દર્શકોના ગૃપને મેદાનન થી બહાર કરી દેવામાં આવ્યુ હતુ. બ્રિસેબેનના ગાબા મેદાન પર પણ સિરાજ અને વોશિંગ્ટન માટે દર્શકોએ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. મેચના પ્રથમ દિવસે જ આ પ્રકારે ખેલાડીઓને પરેશાન કરવાની ઘટના બની હોવાનુ રિપોર્ટમાં જણાવ્યુ છે.

મેચની વાત કરી એ તો પ્રથમ દિવસે ઓસ્ટ્રેલીયાની તરફ થી માર્નસ લાબુશેને 108 રનની ઇનીંગ રમી હતી. આ ઉપરાંત મેથ્યુ વેડ એ 45 રન કર્યા હતા. ભારત તરફ થી પ્રથમ દિવસે નટરાજને 2 વિકેટ ઝડપી હતી. જ્યારે સિરાજ, શાર્દુલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદરે એક એક વિકેટ ઝડપી હતી.