INDvsAUS: સિડની ટેસ્ટમાં ત્રિદેવની રમતથી થયા સૌરવ ગાંગુલી ઈમ્પ્રેસ, કહ્યુ હવે લોકો સમજશે તેમનુ મહત્વ

બીસીસીઆઇ (BCCI) અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ ઓસ્ટ્રેલીયા સામેની ત્રીજી ટેસ્ટ બચાવવાને લઇને ખેલાડીઓની પ્રશંસા કરી હતી. ખાસ કરીને ઋષભ પંત, ચેતેશ્વર પુજારા અને અશ્વિનના પ્રયાસોની સરાહના કરી હતી. ટીમ ઇન્ડીયા (Team India) ને ટેસ્ટ સીરીઝ જીતવા માટે ગાંગુલીએ અનુરોધ પણ કર્યો હતો.

INDvsAUS: સિડની ટેસ્ટમાં ત્રિદેવની રમતથી થયા સૌરવ ગાંગુલી ઈમ્પ્રેસ, કહ્યુ હવે લોકો સમજશે તેમનુ મહત્વ
ટેસ્ટ શ્રેણી જીતવાનો સમયઃ ગાંગુલી
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 12, 2021 | 8:27 AM

બીસીસીઆઇ (BCCI) અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ ઓસ્ટ્રેલીયા સામેની ત્રીજી ટેસ્ટ બચાવવાને લઇને ખેલાડીઓની પ્રશંસા કરી હતી. ખાસ કરીને ઋષભ પંત, ચેતેશ્વર પુજારા અને અશ્વિનના પ્રયાસોની સરાહના કરી હતી. ટીમ ઇન્ડીયા (Team India) ને ટેસ્ટ સીરીઝ જીતવા માટે ગાંગુલીએ અનુરોધ પણ કર્યો હતો. પુજારા, પંત અને અશ્વિને અંતિમ દિવસે ઓસ્ટ્રેલીયા (Australia) ના આક્રમક બોલીંગ આક્રમણનો સામનો કર્યા બાદ મેચને ડ્રો કરાવામાં સફળ રહ્યા હતા. જીત માટે 407 રનનુ લક્ષ્યનો પીછો કરતા પંતે 97 રન અને પુજારાએ 77 રન સાથે જીતની પણ આશા એક સમયે જગાવી દીધી હતી. આ બંનેના આઉટ થતા અશ્વિને 128 બોલ રમીને અણનમ 39 રન બનાવ્યા હતા. જ્યારે હનુમા વિહારીએ 161 બોલ રમીને અણનમ 23 રન બનાવી અંતિમ સત્રને સત્રને સંભાળી લઇ મેચને ડ્રોમાં ખેંચી હતી. બંને ખેલાડીઓ ઇજાગ્રસ્ત હતા અને તેમ છતાં સંઘર્ષ સાથે મેદાન છોડ્યુ નહોતુ. તો ઓસ્ટ્રેલીયાની આશાઓ પર પાણી ફેરવી દીધુ હતુ.

આ પ્રદર્શન બાદ સૌરવ ગાંગુલીએ ટ્વીટ કર્યુ હતુ, આશા છે કે હવે બધાને પુજારા, પંત અને અશ્વિનની ક્રિકેટ ટીમોમાં મહત્વ સમાજાશે. ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર બોલીંગ આક્રમણ સામે ત્રીજા નંબર પર બેટીંગ કરવાનો મતલબ એ નથી કે હંમેશા મોટા શોટ રમવા. લગભગ 400 ટેસ્ટ વિકેટ આમ જ નથી મળતી. ટીમ ઇન્ડીયાએ સારુ સંઘર્ષપણુ બતાવ્યુ. હવે શ્રૃંખલા જીતવાનો સમય છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

હનુમા વિહારી એ પગમાં માંસપેશિયોમાં ખેંચાણ થવા છતાં પણ, અશ્વિન સાથે અંતિમ સત્રમાં ઓસ્ટ્રેલીયાના બોલરોની રણનીતીને નિષ્ફળ કરતી રમત દાખવી હતી. હનુમાએ આવી સ્થિતીમાં લગભગ ચાર કલાક સુધી ક્રિઝ પર વિતાવ્યા હતા. તેણે અણનમ 23 રન 161 બોલ રન રમીને બનાવ્યા હતા. જ્યારે અશ્વિન એ 128 બોલ ની રમત રમી હતી અને અણનમ 38 રન બનાવ્યા હતા. બંનેએ લગભગ 42 ઓવરોનો સામનો કરતી રમત રમી હતી. બંને એ છઠ્ઠી વિકેટ માટે 62 રન જોડ્યા હતા.

આ પહેલા પુજારાએ 205 બોલમાં 77 રન બનાવ્યા હતા. જ્યારે વિહારીના પહેલા બેટીંગ માટે મોકલવામાં આવેલા ઋષભ પંતે આક્રમક અંદાજ દર્શાવતા 118 બોલમાં 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ની મદદ થી 97 રન બનાવ્યા હતા. આ બંનેએ ચોથી વિકેટ માટે 148 રન જોડ્યા હતા. ભારતે 407 રનના લક્ષ્યાંકનો પિછો કરતા પાંચ વિકેટ ગુમાવીને અંતમાં 334 રન કર્યા હતાં. જ્યારે મેચમાં એક ઓવર બચી હતી ત્યારે જ બંને ટીમો ડ્રો માટે સહમત થઇ હતી. રોમાંચની પરાકાષ્ઠાએ પહોંચેલી આ મેચ ડ્રો થવાના બાદ ચાર મેચોની સીરીઝ હજુ પણ 1-1 ની બરાબરી પર છે. હવે બ્રિસબેનમાં 15 જાન્યુઆરી થી ટેસ્ટ મેચ રમાનારી છે. જે સીરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ બની રહેશે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">