INDvsAUS: રોહિત શર્મા પહોંચી ગયો NCA, ફીટ થયા બાદ ઓસ્ટ્રેલીયા પ્રવાસે જશે

ટીમ ઇન્ડિયાના ઓપનર બેટ્સમેન મુંબઇ ઇન્ડિયન્સ ટીમના કેપ્ટન રોહિત શર્માની ફીટનેશ આ દિવસો દરમ્યાન સૌથી વધુ ચર્ચામાં છે. આઇપીએલ 2020 ના દરમ્યાન ઇજાગ્રસ્ત થયેલા રોહિત શર્મા ઠીક પણ થઇ ગયો હતો, આઇપીએલની ફાઇનલ મેચ રમતા અર્ધશતક પણ લગાવ્યુ હતુ. જોકે બીસીસીઆઇ દ્રારા તેને અનફીટ દર્શાવ્યો હતો અને ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટેની ટીમમાં તેને જગ્યા આપવામા આવી […]

INDvsAUS: રોહિત શર્મા પહોંચી ગયો NCA, ફીટ થયા બાદ ઓસ્ટ્રેલીયા પ્રવાસે જશે
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Nov 20, 2020 | 7:13 AM

ટીમ ઇન્ડિયાના ઓપનર બેટ્સમેન મુંબઇ ઇન્ડિયન્સ ટીમના કેપ્ટન રોહિત શર્માની ફીટનેશ આ દિવસો દરમ્યાન સૌથી વધુ ચર્ચામાં છે. આઇપીએલ 2020 ના દરમ્યાન ઇજાગ્રસ્ત થયેલા રોહિત શર્મા ઠીક પણ થઇ ગયો હતો, આઇપીએલની ફાઇનલ મેચ રમતા અર્ધશતક પણ લગાવ્યુ હતુ. જોકે બીસીસીઆઇ દ્રારા તેને અનફીટ દર્શાવ્યો હતો અને ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટેની ટીમમાં તેને જગ્યા આપવામા આવી નહોતી જોકે બાદમાં તેને ટેસ્ટ ટીમમાં જગ્યા આપવામાં આવી હતી.

રોહિત શર્માને આઇપીએલ 2020ની મેચ દરમ્યાન હૈમસ્ટ્રીંગની ઇજા પહોંચી હતી. તેના પછી તે આઇપીએલ દરમ્યાન મેદાન થી બે સપ્તાહ માટે દુર થઇ ગયો હતો. જોકે બાદમાં પોતાની ટીમ મુંબઇ માટે અંતિમ મેચોમાં તે મેદાનમાં જોવા મળ્યો હતો. હવે એક સમાચાર એજન્સીના રિપોર્ટ મુજબ રોહિત શર્મા નેશનલ ટ્રેનીંગ એકેડમીમાં પહોંચી ગયો છે. આ સાથે જ પોતાની ટ્રેનીંગ શરુ કરી દીધી છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આઇપીએલ દરમ્યાન રોહિત શર્મા મુંબઇ ઇન્ડિયન્સ માટે કમબેક કર્યુ હતુ, સાથે જ તેણે કહ્યુ પણ હતુ કે તે એક સારા શેપમાં છે. તો વળી બીસીસીઆઇએ કહ્યુ હતુ કે, ઇજાને રિકવર કરવા માટે તેને હજુ સમયની જરુર છે. જોકે રોહિત શર્માએ શાનદાર વાપસી કરતા આઇપીએલ 2020 ની ફાઇનલમાં દિલ્હી કેપીટલ્સની સામે મેચ વિનીંગ 68 રનની રમત રમી હતી. આમ તેણે ટીમ મુંબઇ ની જીત માટે મહત્વની ભુમીકા પણ  નોંધાવી હતી.

બીજી તરફ ભારતીય ટીમના ઝડપી બોલર ઇશાંત શર્મા પણ ઇજાને લઇને આઇપીએલ 2020ના મધ્યમાંથી બહાર થઇ ગયો હતો. તે પણ હાલમાં એનસીએમાં ટ્રેનીંગ કરી રહ્યો છે. ચિફ સિલેકટર સુનિલ જોષી અને એનસીએ ચીફ રાહુલ દ્રવિડની દેખરેખ હેઠળ પુરા ફ્લો સાથે બોલીંગ કરતો નજરે ચઢ્યો છે. રોહિત શર્મા અને ઇશાંત શર્મા બંને  ઓસ્ટ્રેલીયા પ્રવાસ માટે એક સાથે જઇ શકે છે અને ત્યા જઇને તેમણે 14 દિવસ ક્વોરન્ટાઇન રહેવુ પડશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">