ભારત અને ઓસ્ટ્રેલીયા સામે ચાર ટેસ્ટ મેચોની બોર્ડર ગાવાસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) રમાઇ રહી છે. સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચ દરમ્યાન ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ઇજાગ્રસ્ત થઇ ગયો હતો. જાડેજા બ્રિસબેન (Brisbane) માં 15 જાન્યુઆરી થી રમાનારી ટેસ્ટ મેચમાંથી બહાર થઇ ચુક્યો છે. તેણે સિડની ટેસ્ટ (Sydney Test) મેચ ડ્રો થવાના બીજા દિવસે સર્જરી કરાવી હતી. ત્યાર પછી તેણે એક ફોટો શેર કર્યો હતો અને એક દમદાર મેસેજ પણ લખ્યો હતો. જાડેજાડને સિડની ટેસ્ટની પ્રથમ ઇનીંગ દરમ્યાન અંગૂઠા પર ઇજા પહોંચી હતી. જાડેજાનુ સીરીઝ થી બહાર થવુ એ ભારત માટે મોટો ઝટકો છે.
જાડેજા એ સર્જરી બાદ એક ફોટો શેર કરીને ટ્વીટર પર મેસેજ લખ્યો હતો. કેટલાક સમય માટે આઉટ ઓફ એકશન રહીશ, સર્જરી થઇ ગઇ છે. પરંતુ હું જલ્દી થી જોરદાર વાપસી કરીશ. જાડેજા આ સર્જરી બાદ સ્વદેશ પરત ફરશે અને બાદમાં તે બેંગ્લોર સ્થિત નેશનલ ક્રિકેટ એકેડમીમાં રિહૈબિલિટેશન માટે જશે. જાડેજાએ અત્યાર સુધી આ સીરીઝમાં ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. સિડની ટેસ્ટમાં તેણે ઓસ્ટ્રેલીયાની પ્રથમ ઇનીંગ દરમ્યાન ચાર વિકેટ ઝડપી હતી. સાથે જ એક ડાયરેક્ટ થ્રો કરીને સ્ટિવ સ્મિથ ને રન આઉટ કર્યો હતો.
Out of action for a https://t.co/ouz0ilet9j completed. But will soon return with a bang!💪🏻 pic.twitter.com/Uh3zQk7Srn
— Ravindrasinh jadeja (@imjadeja) January 12, 2021
ત્યાર બાદ જાડેજાએ ભારતીય ટીમની પ્રથમ ઇનીંગ દરમ્યાન તેણે અણનમ 28 રન કર્યા હતા. જાડેજાએ ઓસ્ટ્રેલીયાની બીજી ઇનીંગ દરમ્યાન બોલીંગ કરી શક્યો નહોતો. બીજા દાવ વખતે અશ્વિનને બેટીંગ ઓર્ડરમાં તેના થી ઉપર મોકલવો પડ્યો હતો. જોકે તે ઇજા હોવા છતાં પેડ-અપ થઇને બેટીંગ માટે તૈયાર બેઠો હતો.
Speedy recovery, champ. 💪⚔️
— Rajasthan Royals (@rajasthanroyals) January 12, 2021
Goodluck for quicker recovery baapu
— Irfan Pathan (@IrfanPathan) January 12, 2021
i hate it when my favorite player get hurt… get well soon champion…💪🏼 😀
— Suffering (@UnfrndSumitNow) January 12, 2021
Get well soon @imjadeja sir .. wishing you a speedy recovery … pic.twitter.com/qn0INh3Kv2
— ओम कृष्ण पाठक 🇮🇳 (@OmKrishnaPatha1) January 12, 2021